Cephaleuros virescens
અન્ય
C. virescens પરોપજીવી લીલ મુખ્યત્વે કેરીના પાંદડા અને બીજા યજમાનને અસર કરે છે, આ ઉપરાંત તેઓ છોડની શાખાઓ અને ડાળખીઓને પણ અસર કરે છે. અસરગ્રસ્ત પાંદડા પર ગોળ, સહેજ ઉપસેલ, લીલાથી નારંગી રંગનાં ૨-૪ મીમીના વ્યાસના ડાઘ જોવા મળે છે. પાંદડા પર રુવાંટીવાળો ભાગ (લીલના બીજકણ) અને અસ્પષ્ટ કિનારીઓ તેની લાક્ષણિકતા છે, જે ડાઘ જેવો ભાગ બનાવે છે. કૂમળી ડાંખળી રોગકારક જીવો સામે વધુ સંવેદનશીલ હોય છે, તેની છાલ પર C. virescens તિરાડ પાડે છે, અને તેને મૃત્યુ તરફ દોરી જાય છે. ઘણાં ઝાડમાં, નીચે ઝૂલતી ડાળીઓ પર વધુ ખરાબ લક્ષણો જોવા મળે છે. પાંદડા પર લીલા ડાઘનો રોગ ઊંચા તાપમાન અને વરસાદવાળા વિસ્તારોમાં વધુ જોવા મળે છે, જ્યાં છોડના વિકાસ પણ અવરોધાયેલો હોય છે.
જયારે રોગનું પ્રમાણ ઓછું હોય, ત્યારે ડાઘવાળા પાંદડા અને ડાળીઓ વીણીને તેનો નાશ કરો. વધારામાં, જમીન પર પડેલા અસરગ્રસ્ત પાંદડાને પણ વીણીને તેનો નાશ કરો. જયારે આ રોગ ગંભીર માત્રામાં હોય તો, Bordeaux મિશ્રણનો છંટકાવ કરો અથવા અન્ય કોપર-આધારિત ઉત્પાદનોનો ઉપયોગ કરો. ઉનાળાની શરૂઆતથી લઈને પાનખરના અંત સુધી દર બે અઠવાડિયે આ સ્પ્રે છાંટો.
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલા સાથે જૈવિક સારવારનો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જરૂર પડે કોપર ધરાવતાં ફૂગનાશકો છાંટીને રસાયણિક નિયંત્રણ લાવી શકાય છે.
પાંદડા પર લીલના ડાઘ મુખ્યત્વે વધુ તાપમાન અને વરસાદ ધરાવતા પ્રદેશોમાં અને જ્યાં યજમાન છોડનો વિકાસ યોગ્ય રીતે ન થતો હોય ત્યાં જોવા મળે છે. પોષકતત્વોનું નીચું પ્રમાણ, પાણી નિકાલની અવ્યવસ્થા અને ખુબ મોટો કે નાનો શેડ આ રોગને અનુકુળ પરિસ્થિતિઓ રચે છે. બીજકણોને અંકુર ફૂટવા માટે પાણીની જરૂર હોય છે. તે વરસાદ અને પવન દ્વારા બીજા ઝાડ પર ફેલાય છે. C. virescens તેના યજમાન છોડનું પાણી અને ખનીજતત્વો ચૂસી લે છે, તેથી તેને "પાણી પરોપજીવી" તરીકે પણ ઓળખવામાં આવે છે. માત્ર ઘા દ્વારા પાંદડામાં પ્રવેશ પામતા બીજકણો પાંદડાની સપાટી પર ફોલ્લી પાડે છે. આ લીલ પાંદડા ખરી ન પડે ત્યાં સુધી તેના પર ફેલાઈ જાય છે. હજી સુધી કોઈ સ્વસ્થ પાંદડા પર તેમના દ્વારા કાણું પાડવામાં આવ્યું હોવાના પુરાવા મળ્યા નથી.