સફરજન

બોરોનની ઉણપ

Boron Deficiency

ઉણપ

ટૂંકમાં

  • પાંદડાઓનું પીળું પડવું અને જાડું થવું.
  • પાંદડા અને ડાળીઓનું બરડ બની જવું.

માં પણ મળી શકે છે

59 પાક
બદામ
સફરજન
જરદાળુ
કેળા
વધુ

સફરજન

લક્ષણો

પાક અને વિકાસના તબક્કાના આધારે લક્ષણો બદલાતા હોય છે, પરંતુ સામાન્ય રીતે તે નવા છોડ કે પાંદડા પર જલ્દી દેખાય છે. તેની પ્રથમ નિશાની સામાન્ય રીતે પાંદડાઓનું રંગ ગુમાવવું અને યુવાન પાંદડાઓનું જાડું થવું છે. ક્લોરોસિસ એકસમાન હોઇ શકે છે, અથવા નસોમાં પણ જોઈ શકાય છે, મુખ્ય નસથી દૂર જતા તેની તીવ્રતા ઓછી જોવા મળે છે. કળીની નજીક પાંદડા અને દાંડી બરડ થઈ જાય છે અને વળે તો સરળતાથી તૂટી જાય છે. પાંદડા કરચલીઓવાળા બની શકે છે (મધ્યવર્તી ભાગમાં સહેજ ઊંચા જોવા મળે છે). કેટલાક કિસ્સાઓમાં, પાંદડાની નસો જાડી અને ઊંચી દેખાઈ શકે છે અને ડાળીઓ વળી શકે છે. અંદરની નસો ટૂંકી થઈ શકે છે અને તેની ઘનતા વધી જાય છે. વધારે પડતી ઉણપની સ્થિતિમાં વિકાસના બિંદુઓ પર નેક્રોસિસ થાય છે. મૂળ ટૂંકા રહે છે અને ઉણપ વધતાંની સાથે તેના ટુકડાં થઈ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

જૈવિક ખાતરનો ઉપયોગ કરી ખેતરમાં પૂરતા પ્રમાણમાં કાર્બનિક તત્વો પહોંચાડી શકાય છે અને જમીનની સાંદ્રતા પણ વધારી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

બી અને અન્ય પોષક તત્ત્વોની ખામીને ટાળવા માટે નિવારણ એ જ ચાવી છે. વિવિધ ઋતુઓ વચ્ચે જમીનમાં બોરોન સંયોજનોવાળા ખાતરો અથવા સ્પ્રેનો છંટકાવ કરો. રેતાળ, એસિડીક જમીન પર ૧-૧.૫ કિગ્રા બી/હેક્ટર તથા આલ્કલાઇન જમીનમાં ૪ કિગ્રા બી/હેક્ટર સુધીનો દર આગ્રહણીય છે. અતિશય ખાતરને કારણે બોરોનની ઝેરી અસર થઈ શકે છે, તેથી સૌથી નીચો અસરકારક દર લક્ષ્યમાં રાખવો શ્રેષ્ઠ ગણાય છે, જેથી પછીની ઋતુમાં લેવામાં આવતા પાક માટે તેનો વધુ ઓછો થઇ જાય છે. બોરોનનો સીધો છંટકાવ કરવાથી ઘણા છોડના પાંદડાને નુકસાન થાય છે. તેથી જ્યારે આમ થવાની શંકા હોય ત્યારે તેનો ફક્ત માટી પર જ તેનો ઉપયોગ કરો, ઉદાહરણ તરીકે બોરેક્સ (દર ૧૦ દિવસમાં ૧.૫ગ્રામ/લિટર પાણી). રેતાળ જમીન જેમાં પોષક તત્વો ધોવાઈ જતાં હોય તેવી જમીનમાં બોરોનનો સતત ઉપયોગ કરવો જરૂરી છે.

તે શાના કારણે થયું?

બોરોનની ઉણપ સામાન્ય રીતે ઊંચું પીએચ ધરાવતી જમીનમાં જોવા મળે છે, કારણ કે આ પરિસ્થિતિમાં બોરોન રાસાયણિક સ્વરૂપમાં હોય છે, જેને છોડ શોષી શકતો નથી. ઓછા કાર્બનિક તત્વો ધરાવતી(<૧.૫%) અથવા રેતાળ જમીન (જેમાં પોષક તત્ત્વો ધોવાઈ જવાની સંભાવના) ધરાવતા ખેતર બોરોનની ઉણપ માટે સંવેદનશીલ હોય છે. તે કિસ્સાઓમાં ઉણપને પૂરી પાડવા બોરોન નાખવાથી કંઈ ફાયદો થતો નથી કારણ કે છોડ તેને શોષી શકતો નથી. પર્ણસમૂહ પરના લક્ષણો સ્પાઈડર માઈટ, જસત(ઝીંક) ની ઉણપ અથવા લોહતત્વની અછત જેવા અન્ય રોગના લક્ષણોને મળતા આવે છે. સંગ્રહ મૂળ પર ફોલ્લી જેવી ગાંઠો અને તિરાડો એ મૂળ-ગાંઠના નેમાટોડ (જીવડાં) અથવા જમીનના ભેજમાં ઝડપી ફેરફારના લક્ષણો પણ હોઈ શકે છે. કેલ્શિયમની ઉણપથી પણ અંકુર અને મૂળનું મૃત્યુ થઈ શકે છે, પરંતુ તેનાથી અંકુરની નીચેના નાના પાંદડા જાડા થતા નથી અને તે આંતર ક્લોરોસિસ વિકસાવતું નથી.


નિવારક પગલાં

  • ઉચ્ચ પીએચવાળી જમીન જેમાં માટી ખનિજો, લોહતત્વ અથવા એલ્યુમિનિયમ ઓક્સાઇડ વધારે પ્રમાણમાં હોય તેમાં કપાસનો પાક લેશો નહી.
  • હવામાં ઊંચો ભેજ અને જમીનની ઓછી સાંદ્રતા હોય તેવી પરિસ્થિતિઓમાં આ પાકને ટાળો.
  • જમીન પર વધારે પડતા ખાતર કે ચૂનાનો ઉપયોગ કરશો નહીં.
  • પાકને વધારે પડતું પાણી આપવાનું ટાળો.
  • તમારા ખેતરની જમીનમાં રહેલ પોષકતત્વોના સ્તરની સંપૂર્ણ સમજ મેળવવા માટે જમીનનું પરીક્ષણ કરાવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો