Zinc Deficiency
ઉણપ
ઝીંકની ઉણપના લક્ષણો જુદી જુદી પ્રજાતિઓ વચ્ચે જુદા જુદા હોય છે, પરંતુ ઘણી અસરો સામાન્ય રીતે જોઈ શકાય છે. ઘણી પ્રજાતિઓમાં પાંદડા પીળા પડી જાય છે, અને પાંદડાની મુખ્ય નસ લીલી રહે છે. કેટલીક જાતિઓમાં, યુવાન પાંદડા સૌથી વધુ અસરગ્રસ્ત હોય છે, જયારે અન્ય પ્રજાતિમાં જૂના અને નવા પાંદડા બંને સમાન લક્ષણો દર્શાવે છે. નવા પાંદડા હંમેશાં નાના અને સાંકડા હોય છે અને આડીઅવળી કિનારીઓ ધરાવે છે. સમય જતાં, કલોરોટિક ડાઘાઓ કાંસ્ય રંગમાં ફેરવાઈ શકે છે અને નેક્રોટિક સ્થળો માર્જિનથી વિકસિત થવાનું શરૂ થાય છે. કેટલાક પાકમાં, ઝીંકની અછતવાળા પાંદડાની વચ્ચેની ડાળીઓ ટૂંકી હોય છે, તેથી પાંદડા દાંડી પર વીંટાયેલા રહે છે. નવા પાંદડા (વામન પાંદડા)ના રૂંધાયેલા વિકાસ અને વચ્ચેની ડાળીની લંબાઈમાં ઘટાડો થવાથી પાંદડા વિકૃત બની શકે છે અને તેમની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે
બીજ પથારી પર અથવા વાવેલા છોડ પર રોપણી કર્યાના થોડા દિવસ પછી જૈવિક ખાતરનો ઉપયોગ કરવાથી પણ ઝીંકની ઉણપના લક્ષણોને ટાળી શકાય છે.
ઉણપને ઘટાડવા માટે ZnSO4 (૨ ગ્રામ/લિટર પાણી) ધરાવતા ઉત્પાદનો નર્સરીની બીજ પથારી પર છાંટી શકાય છે. લક્ષણો જોયા બાદ દર ૧૦ દિવસે (૩ સ્પ્રે) અથવા અઠવાડિયે 0.૨-૦.૫% ઝીંક સલ્ફેટના સ્પ્રેનો છંટકાવ કરો. જમીનના પ્રકાર અને પીએચ તથા પાંદડામાં ઝીંકની મૂળ સાંદ્રતાના આધારે ઝીંક છાંટવાનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. ઉપર જણાવેલ પરિબળોને આધારે ઝીંકનું પ્રમાણમાં બદલાઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે હેક્ટર દીઠ ૫ થી ૧૦ કિલોના ગાળામાં હોય તો પૂરતું ગણાય છે. ધ્યાન રાખો કે ,વધારે પડતું ખાતર આપવાથી પાક માટે ઝીંક ઝેરી સાબિત થઈ શકે છે. ઝિંકથી બીજનું કોટિંગ કરવું તે પણ છોડને સૂક્ષ્મ તત્વ ઉપલબ્ધ કરાવવાની બીજી રીત છે. વૈકલ્પિક રીતે, બીજ અથવા રોપાઓને વાવણી કે રોપણી પહેલાં ૨-૪% ZnO સસ્પેન્શનમાં રાખી શકાય છે.
જસતની ઉણપ એ મુખ્યત્વે આલ્કલાઇન (ઊંચા પીએચ ધરાવતી) રેતાળ જમીનની સમસ્યા છે, જેમાં જૈવિક પદાર્થો ઓછી માત્રામાં હોય છે. જમીનમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ (કેલેરિયસ માટી) નું ઉચ્ચ સ્તર પણ છોડ માટે ઝીંકની ઉપલબ્ધતાને અસર કરે છે. હકીકતમાં, ફોસ્ફરસનો ઉપયોગ છોડની ઝીંક શોષવાની ક્ષમતા પર વિરોધી અસર દર્શાવી શકે છે. ચૂનાના પત્થર અથવા ચોક(લાઈમિંગ) જેવી કેલ્શિયમ સમૃદ્ધ સામગ્રીનો જમીનમાં ઉમેરો થવાથી જમીનની એસિડિટીમાં વધારો થાય છે, જે છોડ દ્વારા ઝીંક શોષવાની ક્ષમતામાં ઘટાડો કરે છે.(પછી ભલે જમીનમાં ઝીંકનું સ્તર યથાવત હોય). વનસ્પતિ તબક્કા (છોડ વાવ્યા અને ફૂલ આવવા વચ્ચેના સમય) દરમિયાન જમીન ઠંડી અને ભીની હોય છે ત્યારે ઝીંકની ઉણપ એક સમસ્યા બની શકે છે.