Sulfur Deficiency
ઉણપ
સલ્ફરની ઊણપથી ઘણીવાર થડમાં જાંબલી રંગ સાથે, પાંદડા પહેલા આછા લીલા, પછી પીળાશ પડતા - લીલા થી સંપૂર્ણપણે પીળા હોય છે. આ લક્ષણો નાઈટ્રોજનની ઊણપ વાળા છોડ જેવા જ છે અને સરળતાથી મુંઝવણ ઉભી થઇ શકે છે. જોકે, સલ્ફરના કિસ્સામાં તે પ્રારંભમાં નવા, ઉપલા પાંદડામાં જોઈ શકાય છે. તેના બદલે, કેટલાક પાકોમાં(ઘઉં અને બટાકા), શિરાઓ વચ્ચે પીળાશ અથવા પાંદડાં પર ટપકાં જોઈ શકાય છે. સામાન્ય રીતે પાંદડા નાના અને સાંકડા અને અણી પર અસર જોઈ શકાય છે. ખેતરમાં અસરગ્રસ્ત વિસ્તાર દૂરથી આછો લીલો અથવા તેજસ્વી પીળો દેખાય છે. થડ પાતળું વિકસે, અને નિયંત્રિત સમાંતર વૃદ્ધિ હોય છે. જો સિઝનની શરૂઆતમાં ઊણપ સર્જાય તો, છોડની નબળી વૃદ્ધિ, ફૂલો અને ફળો/અનાજની પરિપક્વતામાં વિલંબ ઉદ્દભવી શકે છે. આરોપણ પછી, સલ્ફરની ઉણપવાળી જમીનમાં રોપાઓનો મૃત્યુ દર સામાન્ય કરતાં ઊંચો હોય તેવી શક્યતા છે.
પ્રાણીના કચરા અને પાંદડા અથવા ખેત કચરા માંથી બનાવેલ કોમ્પોસ્ટ ખાતર પાકને કાર્બનિક પદાર્થો અને સલ્ફર તથા બોરોન જેવા પોષક તત્વો પુરા પાડવા માટે આદર્શ છે. આ સલ્ફરની ઉણપના ઉકેલ માટે લાંબા ગાળાનો ઉપચાર છે.
નીચા પીએચ સ્તર પર છોડ સહેલાઈથી સલ્ફેટ લઇ શકે છે. તેથી પ્રથમ જમીનની પીએચ તપાસવી એ સારો વિચાર છે અને જો સ્તર ખુબ ઉંચુ હોય તો સલ્ફર, સુરોખાર ફોસ્ફર અથવા સાઇટ્રિક એસિડ(તેજાબ) ઉપયોગ કરી નીચું લાવો. વાવેતર પહેલા સલ્ફેટથી સમૃદ્ધ ખાતરનો ઉપયોગ માટીને સમૃદ્ધ બનાવે છે અને પાકની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. આ સંભવિત ઉત્પાદનના સંબંધમાં સૌથી કાર્યક્ષમ પદ્ધતિ છે. જોકે, જમીનમાં કાર્બનિક પદાર્થનું ઉંચુ સ્તર જાળવી રાખવું એ પણ મૂળને સલ્ફરની પ્રાપ્યતા માં વધારો કરે છે અને જમીન માંથી પોષકતત્વોનો ઘટાડો થતો અટકાવે છે.
સલ્ફરની ઉણપ પ્રકૃતિ અથવા કૃષિમાં સામાન્ય નથી. સલ્ફર જમીનમાં ફરી શકે છે અને પાણીના હલનચલન સાથે સરળતાથી નીચે ઉતારી શકાય છે. તે સમજાવે છે કે શા માટે ઉણપ ઓછી કાર્બનિક દ્રવ્યવાળી જમીન , અત્યંત હવામાનભરી જમીન, રેતાળ જમીન અથવા ઊંચી પીએચવાળી જમીન સાથે સંકળાયેલ છે. જમીનમાં સલ્ફર મોટા ભાગે માટીના કાર્બનિક પદાર્થોમાં સમાયેલ છે અથવા માટીના ખનીજદ્રવ્ય સાથે જોડાયેલ છે. જમીનમાંના બેક્ટેરિયા તે છોડ માટે ઉપલબ્ધ બનાવે છે, આ પ્રક્રિયા ખનિજીકરણ તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયા સુક્ષ્મસજીવોની ઉન્નત પ્રક્રિયા અને તેમની વધતી સંખ્યા વિસ્તૃતિકરણ કારણે પ્રક્રિયા ઊંચા તાપમાનની તરફેણ કરે છે. તે છોડમાં સ્થિર રહે છે અને તે સહેલાઇથી જૂનામાંથી તાજાં પાંદડાંમાં સ્થાળાંતર થતા નથી. તેથી, ખામીઓ પ્રથમ નવા પાંદડા પર દેખાય છે.