તરબૂચ

લોહતત્વની ઉણપ

Iron Deficiency

ઉણપ

ટૂંકમાં

  • પાંદડા પર ક્લોરોસિસ દેખાય છે અને તે પીળા પડી જાય છે.
  • પાંદડાની નસો લીલી રહે છે.
  • આખું પર્ણ સફેદ કે પીળા રંગનું થઈ જાય છે તેના પર છીકણી ડાઘ અને કિનારી પર નેક્રોટિક ધબ્બા જોવા મળે છે.

માં પણ મળી શકે છે

59 પાક
બદામ
સફરજન
જરદાળુ
કેળા
વધુ

તરબૂચ

લક્ષણો

લોહતત્વની ઉણપના લક્ષણો સૌથી પહેલા કૂમળા પાંદડાઓમાં દેખાય છે. ઉપલા પાંદડાઓનું ક્લોરોસિસ (પીળા પડવું) તથા વચ્ચેના ભાગ અને પર્ણની નસોનું એકદમ લીલા રહેવાના(આંતરવિહીન ક્લોરોસિસ) લક્ષણ દ્વારા તેને ઓળખી શકાય છે. પછીના તબક્કામાં, જો કોઈ પગલાં લેવામાં ન આવે, તો આખું પાંદડું સફેદ-પીળા રંગનું થઇ જાય છે અને તેના પર ભૂરા રંગના નેક્રોટિક ડાઘ દેખાવાનું શરૂ થાય છે, જે માર્જિન્સ પર નેક્રોટિક ધબ્બાના વિકાસ તરફ દોરી જાય છે. ખેતરમાં અસરગ્રસ્ત ભાગો દૂરથી પણ સરળતાથી ઓળખી શકાય છે. લીફ ક્લોરોસિસ અને નેક્રોસિસ હરિતદ્રવ્ય ઘટાડે છે, પ્રકાશસંશ્લેષણના દરને અવરોધે છે, વૃદ્ધિને અટકાવે છે અને તેથી છોડની ઉપજ સંભવિતતામાં પણ ઘટાડો થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ઓછી અસર ધરાવતા પાકોમાં નીટલ સ્લેગ અને લીલના અર્કમાંથી બનેલા પર્ણ ખાતરનો ઉપયોગ પણ કરી શકાય છે. પશુ ખાતર, પીટ અને મિશ્રખાતરનો ઉપયોગ પણ જમીનમાં લોહતત્વ ઉમેરે છે. તમારા પાકની નજીકમાં ડેંડિલિઅન્સ વાવો, કારણ કે તે નજીકના પાક તથા ખાસ કરીને વૃક્ષો માટે લોહતત્વ ઉપલબ્ધ કરાવે છે.

રાસાયણિક નિયંત્રણ

લોહતત્વ સમૃદ્ધ ખાતરો દ્વારા જમીનને ફળદ્રુપ બનાવો. મોટા ભાગના સંપૂર્ણ ખાતરોમાં લોહતત્વ એક અભિન્ન ભાગ છે. નાઈટ્રિક ઑકસાઈડ(NO) આપવાથી પાંદડામાં આંતર-ક્લોરોસિસ દૂર થાય છે અને કેલ્શિયમ કાર્બોનેટવાડી જમીનમાં લોહતત્વની ઉણપ સુધરવાથી છોડના વિકાસમાં પણ સુધારો જોવા મળે છે. આ સંયોજન છોડને લોહતત્વ ગ્રહણ કરવાને લાયક પણ બનાવે છે. તીવ્ર ઉણપના કિસ્સામાં: ફેરસ સલ્ફેટ (૫g/l) + સાઇટ્રિક એસિડ(૧g/l)ને પાણીમાં ઓગાળી આ મિશ્રણનો સાપ્તાહિક અંતરાલમાં બે વખત છંટકાવ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

મોટેભાગે ઠંડી અને ભેજવાળા વાતાવરણમાં, ઉષ્ણકટિબંધીય જમીનમાં અથવા ધોવાઇ ગયેલ જમીનમાં લોહતત્વની ઉણપ એક ગંભીર સમસ્યા છે. જુવાર, મકાઈ, બટાકા અને દાણાઓ સૌથી વધુ અસરગ્રસ્ત પાક છે જ્યારે ઘઉં અને રજકો ઓછા સંવેદનશીલ પાક છે. છોડ દ્વારા લોહતત્વનું શોષણ અને ઉપજની પ્રતિક્રિયા જમીનમાં CaCO3ની ટકાવારી અને તેના પીએચ(pH) સીધો સંબંધ ધરાવે છે. ખાસ કરીને કેલ્શિયમ કાર્બોનેટ તથા ક્ષારયુક્ત જમીનમાં (પીએચ ૭.૫ અથવા વધારે) છોડને લોહતત્વની ઉણપ હોય છે. પ્રકાશસંશ્લેષણ માટે અને કઠોળમાં મૂળ નોડ્યુલ્સના વિકાસ અને જાળવણી માટે લોહતત્વ મહત્વપૂર્ણ છે. તેથી, લોહતત્વની ઉણપ નોડ્યુલ માસ, નાઇટ્રોજન ફિક્સેશન અને પાક ઉપજને ગંભીરતાથી અસર કરે છે. છોડની સુકી પેશીથી અંદાજિત નિર્ણાયક સ્તર આશરે ૨.૫ મિલીગ્રામ/કિલોગ્રામ છે. લોહતત્વની અછતથી છોડમાં કેડમિયમનું ગ્રહણ અને સંચય પણ વધે છે.


નિવારક પગલાં

  • લોહતત્વની ઉણપ માટે ઓછી સંવેદનશીલતા ધરાવતી જાતો પસંદ કરો.
  • વાવેલા છોડની નજીક ડેંડિલિયનનું વાવેતર કરો.
  • લોહતત્વ ધરાવતા ખાતરનો ઉપયોગ કરો.
  • જો શક્ય હોય તો, કેલ્શિયમ કાર્બોનેટ તથા ક્ષારયુક્ત જમીનમાં સંવેદનશીલ પાક રોપવાનું ટાળો.
  • માટીમાંથી પાણીના ડ્રેનેજની સુવિધા કરો અને વધારે પડતું પાણી આપશો નહીં.
  • જમીનમાં ચૂનો નાખશો નહીં, કારણ કે તે જમીનના પીએચ(pH) સ્તરમાં વધારો કરે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો