Nitrogen Deficiency
ઉણપ
આ લક્ષણો પ્રથમ જૂના પાંદડાઓમાં વિકસિત થાય છે અને ધીમે ધીમે નવા પાંદડામાં ફેલાય છે. હળવી અસરમાં, જૂનાં પરિપક્વ પાંદડા નિસ્તેજ લીલા રંગના થઈ જાય છે. જો નાઈટ્રોજનના સ્તરમાં સુધારો ન કરવામાં આવે તો, સમય જતાં તે પાંદડાની નસો અને ડાળીઓ આછા લાલ રંગની બની જાય છે. ડાળીઓનું નિરીક્ષણ કરવાથી પાકમાં નાઇટ્રોજનની અછત છે કે નહી તે વિશે જાણી શકાય છે. જેમ જેમ ઉણપ વધતી જાય છે, પાંદડા પીળાશ પડતા સફેદ (નસો પણ) થઈ જાય છે અને વળી જાય છે. યુવાન પાંદડા નિસ્તેજ લીલા રહે છે, પરંતુ સામાન્ય કરતા કદમાં ઘણા નાના રહે છે. શાખાઓ ઓછી થવાને કારણે છોડ ઓછી ઘનતાવાળો દેખાય છે પરંતુ તેની ઊંચાઈ સામાન્ય રહે છે. છોડ પાણીની ઉણપથી સંવેદનશીલ બને છે અને પાંદડાનું વળી જવું સામાન્ય બને છે. અકાળે પાંદડા ખરી પડે છે, જેના પરિણામેં પાકમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. ખાતરના રૂપમાં નાઇટ્રોજન આપ્યાં પછી થોડા દિવસોમાં છોડ સ્વસ્થ દેખાય છે.
જમીનમાં ઉચ્ચ પ્રમાણમાં કાર્બનિક પદાર્થોની હાજરી જમીનની પાણી અને પોષક તત્વોને જાળવી રાખવાની ક્ષમતામાં સુધારો કરી શકે છે. આવા કાર્બનિક પદાર્થોને જમીનમાં ખાતર,કમ્પોસ્ટ, વનસ્પતિના કચરાનું ખાતર તરીકે અથવા નીટલ સ્લેગ, ગુઆનો (ખાતર તરીકે વપરાતી દરિયાઈ પંખીની હગાર), હોર્ન મિલ કે નાઇટ્રોલાઇમના સ્વરૂપમાં ઉમેરી શકાય છે. નીટલ સ્લેગનો પાંદડા પર સીધો છંટકાવ કરી શકાય છે.
યુરિયા, એમોનિયમ અથવા નાઇટ્રેટ પર આધારિત ઉત્પાદનોનો ઉપયોગ કરીને આ સ્થિતિમાં સુધારો કરી શકાય છે. નાઇટ્રોજનને ઘણીવાર ફોસ્ફરસ અને પોટેશિયમ (જાણીતી N-P-K મૂળભૂત ત્રિપુટી)ની સાથે આ ત્રણે પોષક તત્વોના વિવિધ દર ધરાવતા ઉત્પાદનો દ્વારા જમીનમાં નાખવામાં આવે છે. બજારમાં ઘણા ઉત્પાદનો ઉપલબ્ધ છે અને તેમના વિભાજીત ઉપયોગની પણ ભલામણ કરવામાં આવે છે. તેની માત્રા જમીનના પ્રકાર અને છોડના વિકાસના તબક્કા પર આધારીત છે.
વાવણી અને ફૂલ બેસવાના વચ્ચેના તબક્કા દરમિયાન નાઇટ્રોજનનો ઊંચો દર મહત્વપૂર્ણ છે. અનુકૂળ હવામાનમાં, ઝડપથી વિકસતા પાકને વ્યવસ્થિત પ્રમાણમાં નાઇટ્રોજન આપવું મહત્વપૂર્ણ છે, જેથી તેઓ તેમના મહત્તમ ઉત્પાદન દર સુધી પહોંચી શકે. નાઇટ્રોજનની ખામી રેતાળ અને ઓછા પોષકતત્વો ધરાવતી સૂકી જમીનમાં જોવા મળે છે કારણ કે તેઓ આસાનીથી પોષકતત્વો ગુમાવે છે. વારંવાર વરસાદ, પૂર અથવા ભારે સિંચાઇ નાઈટ્રોજનને જમીનમાંથી ધોઈ નાખે છે અને જમીનમાં તેની ઉણપ થઇ શકે છે. દુષ્કાળના સમયગાળામાં પાણી અને પોષક તત્ત્વોનું છોડમાં ઓછું શોષણ થાય છે, પરિણામે અસંતુલિત પોષક તત્વો પહોંચે છે. અંતે, માટીનું પીએચ પણ છોડ માટે નાઇટ્રોજનની ઉપલબ્ધતામાં ભૂમિકા ભજવે છે. નીચુ અથવા ઊંચું પીએચ માટીમાંથી છોડની નાઇટ્રોજન શોષવાની ક્ષમતા પર નકારાત્મક અસર કરે છે.