સ્ટ્રોબેરી

કેલ્શિયમની ઉણપ

Calcium Deficiency

ઉણપ

ટૂંકમાં

  • ઝડપથી વિકાસ પામતા ભાગોમાં તેના લક્ષણો જલ્દી દેખાવા લાગે છે.
  • નાના અંકુર અને કુંપણો અવિકસિત રહે છે.
  • નવા પર્ણો શુષ્ક અને વળી ગયેલા હોય છે અને ઘણી વાર તેની શાખાઓ તથા છુંદાઈ ગયેલી કિનારીઓ પર છુટ્ટા છવાયેલા ક્લોરોટિક ડાઘ જોવા મળે છે.
  • છોડમાં અવિકસિત મૂળ, નબળી કુંપણો તથા રુંધાયેલ વિકાસ જોવા મળે છે.
  • ફૂલો ખરી જય છે, ફળ પૂરતો વિકાસ પામતા નથી અથવા તેમાં સડો જોવા મળે છે.

માં પણ મળી શકે છે

59 પાક
બદામ
સફરજન
જરદાળુ
કેળા
વધુ

સ્ટ્રોબેરી

લક્ષણો

કેલ્શિયમની ઉણપ ભાગ્યે જ જોવા મળે છે અને મોટાભાગે તે દુકાળના સમયે રેતવાળી જમીનમાં થાય છે. ઝડપથી વધતા અંગો જેવા કે અંકુર અને પાંદડાઓમાં તેના શરૂઆતી લક્ષણ જોવા મળે છે. નવા અંકુરનો વિકાસ રૂંધાય છે અને સમય જતાં તેમની માત્રામાં ઘટાડો જોવા મળે છે. પછી, નવા અને અર્ધ-પરિપક્વ પર્ણો પર છુટ્ટા-છવાયા ક્લોરોટિક ડાઘ જોવા મળે છે. જો તેનો ઉપાય કરવામાં ન આવે તો પર્ણ અંદર અથવા બહારની બાજુ વળવા લાગે છે અને તેની કિનારીઓ નેક્રોટિક તથા છુંદાયેલી જોવા મળે છે. પરિપક્વ અને જૂનાં પાંદડાઓને સામાન્ય રીતે કોઈ અસર થતી નથી. મૂળનો વિકાસ અવરોધાય છે અને છોડ નમી જવાનો ભય રહે છે. વધારે પડતી કમી હોવાથી, ફૂલો ખરી પડે છે અને અંકુર બિંદુઓ બળી જાય છે અથવા તેની પેશીઓ મરી જાય છે. ફળો નાનાં અને બેસ્વાદ હોય છે, કાકડી, મરચા અને ટામેટાંના પાકમાં તો ફૂલોના અંતે સડો પણ જોવા મળે છે. બીજનો અંકુરણ દર પણ ઓછો થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

નાના ખેડૂતો અથવા માળીઓ, ઇંડાના ઉપરના કોચલાના ભુક્કાને નબળા એસિડ (સરકા) સાથે મિશ્રિત કરી તેનો ઉપયોગ કરી શકે છે. વૈકલ્પિક રીતે, કેલ્શિયમ-સમૃદ્ધ પદાર્થો જેમ કે એલ્ગલ ચૂનાના પથ્થર, બેસાલ્ટ ફ્લોર, બળેલ ચૂનો, ડોલોમાઇટ, જિપ્સમ અને સ્લેગ ચૂનો પણ ઉપયોગમાં લઈ શકાય છે. ભેજ-જાળવણી ક્ષમતા સુધારવા માટે ખાતર અથવા ખાતરના રૂપમાં સેન્દ્રિય પદાર્થો જમીનમાં નાખી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

ચૂના (કેલ્શિયમ કાર્બોનેટ), જીપ્સમ (કેલ્શિયમ સલ્ફેટ) અથવા પ્રવાહી ખાતરો દ્વારા કેલ્શિયમ પૂરું પાડી શકાય છે. ડોલોમીટીક અથવા વધુ કેલ્શિયમ ધરાવતો ચૂનો વાપરીને છોડને કેલ્શિયમ પહોંચાડી શકાય છે અને જમીનનું પીએચ સ્તર સુધારી શકાય છે. વાવેતરના બેથી ચાર મહિના પહેલા આ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકાય છે. સારા કેલ્શિયમ શોષણ માટે જમીનમાં પૂરતો ભેજ પણ જરૂરી છે. જો પીએચ સ્તર પહેલેથી બરાબર જ હોય, તો જીપ્સમનો ઉપયોગ કરવો જોઈએ. સંપૂર્ણ દ્રાવ્ય કેલ્શિયમ નાઇટ્રેટના નિયમિત સ્પ્રે દ્વારા પણ કેલ્શિયમની ઉણપ દૂર કરી શકાય છે. જો કે, છોડની પેશીઓમાં કેલ્શિયમના નબળાં પરિવહનને કારણે, સ્પ્રે અંશતઃ અસરકારક છે. કેલ્શિયમ ક્લોરાઇડના મામલે સાવચેત રહો, તે ઊંચા તાપમાને (૩૦ ડિગ્રી સેલ્શિયસથી વધુ) આપવામાં આવે તો પાંદડાને બાળી શકે છે. કેલ્શિયમ છંટકાવ એ યોગ્ય સિંચાઇ અને પ્રજનન વ્યવસ્થાપનનો વિકલ્પ નથી.

તે શાના કારણે થયું?

લક્ષણો મુખ્યત્વે જમીનમાં પોષકતત્વોની હાજરી કરતાં છોડની આ પોષકતત્વો ગ્રહણ કરવાની ક્ષમતા અને તેમની ઉપલબ્ધતા પર જાય છે. કેલ્શિયમ છોડમાં ફરતું નથી હોતું અને તેનું શોષણ સીધું ગ્રહણશક્તિ અને છોડમાં પાણીના પરિવહન સાથે જોડાયેલ છે. આ ઉપરથી ખ્યાલ આવે છે કે કેમ નવા પર્ણો પર તેની ઉણપના લક્ષણો પહેલા દેખાય છે. ભારે જમીન અને સિંચાઈવાળી જમીનમાં કેલ્શિયમ ઓગાળવાની અને છોડને પૂરું પાડવાની ક્ષમતા સારી હોય છે. જો કે, નબળી ભેજ જાળવણી ક્ષમતા ધરાવતી રેતાળ જમીનમાં દુષ્કાળની સંભાવના વધુ છે અને તે પાણીનું શોષણ મર્યાદિત પ્રમાણમાં કરી શકે છે. સિંચાઈના બે ગાળા દરમિયાન જમીન સૂકી થઈ જવાથી પણ આમ બની શકે છે. ઓછું પીએચ ધરાવતી, ઉચ્ચ ક્ષાર અથવા એમોનિયમથી સમૃદ્ધ જમીન પણ સમસ્યારૂપ હોઈ શકે છે. વધારે પડતો ભેજ પાણીને પેશીઓ સુધી પહોંચવાની પ્રક્રિયા ધીમી કરી દે છે, અને તેથી ઓછું કેલ્શિયમ શોષાય છે. સામાન્ય રીતે, સારા કૅલ્શિયમ શોષણ માટે શ્રેષ્ઠતમ પીએચ શ્રેણી ૭.૦ અને ૮.૫ વચ્ચે હોય છે.


નિવારક પગલાં

  • એવી જાતો પસંદ કરો જે જમીનમાંથી કેલ્શિયમ ગ્રહણ કરી શકે.
  • જમીનના pH (પીએચ) અને ચૂનાના પ્રમાણની ચકાસણી કરવાનું ન ભૂલશો, અને જરૂર પડે તો તેને આદર્શ મર્યાદામાં લાવવાના પ્રયાસ કરો.
  • એમોનિયમ પર આધારિત ખાતરોનો ઉપયોગ ઓછો કરો, જેથી જમીનમાં કેલ્શિયમની ઉણપ ન થાય.
  • શરૂઆતના ફળ પાકવાના તબક્કામાં વધારે પડતું ખાતર ન નાખશો.
  • છોડની આસપાસ કામ કરતી વખતે તેના મૂળને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખો.
  • સમયાંતરે પાણી આપતા રહો, પરંતુ વધારે પડતું પાણી ન આપો.
  • લીલો કચરો (તણખલાં, વિઘટિત લાકડાંનો ભુક્કો) અથવા પ્લાસ્ટિક કચરો નાખો, જે જમીનને તેની સાંદ્રતા જાળવી રાખવામાં મદદ કરે છે.
  • સમયાંતરે ખેતરનું નિરીક્ષણ કરતા રહો અને ચેપગ્રસ્ત ફળોને દૂર કરો.
  • જમીનમાં કાર્બનિક પદાર્થો જેવા કે ખાતર અથવા કાર્બનિક કચરો અથવા કોમ્પોસ્ટ નાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો