તુવેર અને મસૂર

પોટેશિયમની ઉણપ

Potassium Deficiency

ઉણપ

ટૂંકમાં

  • પાંદડાની કિનારીઓ બળી જવી અને પાછળથી ઇન્ટરવેનલ ક્લોરોસિસનો વિકાસ થવો.
  • ગંભીર કિસ્સાઓમાં, આ ડાઘ સૂકા ચામડા જેવા બની જાય છે, જે સામાન્ય રીતે પાંદડાની કિનારીઓથી મધ્ય સુધી ફેલાય છે.
  • મુખ્ય નસો લીલી રહે છે.
  • છોડ ટૂંકો, ઝાડી-ઝાંખરા જેવો અને રૂંધાયેલ લાગે છે.

માં પણ મળી શકે છે

58 પાક
બદામ
સફરજન
જરદાળુ
કેળા
વધુ

તુવેર અને મસૂર

લક્ષણો

લક્ષણો મુખ્યત્વે જૂના પાંદડાઓ પર દેખાય છે અને ગંભીર કિસ્સામાં યુવાન પાંદડાઓ પર તેનો વિકાસ થવાનું શરૂ થાય છે. પોટેશિયમની ખામીના સામાન્ય કિસ્સામાં પાંદડાઓના માર્જિન્સ પર ક્લોરોસિસનો વિકાસ થાય છે અને ત્યાર બાદ તેની કિનારીઓ બળી જાય છે. પાંદડા પીળા પડવા લાગે છે, પરંતુ મુખ્ય નસ લીલી (ઇન્ટરવેનલ ક્લોરોસિસ) રહે છે. જો સારવાર કરવામાં ન આવે તો, આ ક્લોરોટિક પેચ શુષ્ક, ચામડા જેવા અથવા ઘેરા છીકણી ડાઘ (નેક્રોસિસ) માં ફેરવાય છે, જે સામાન્ય રીતે પાંદડાની ધારથી વચ્ચે સુધી પ્રગતિ કરે છે. જો કે, મુખ્ય નસો લીલી રહે છે. પાંદડા વળવા લાગે છે અને કરચલીઓ પડે છે, તથા અકાળે ખરી પડે છે. યુવાન પાંદડા નાના અને નરમ રહે છે, તથા નાનાં કપ જેવા દેખાય છે. પોટેશિયમની ઉણપના લીધે છોડનો વિકાસ રૂંધાય છે અને વિવિધ રોગ અને દુકાળ અને હિમ જેવા અન્ય પરિબળોથી વધુ સંવેદનશીલ હોય છે. કેટલાક કિસ્સાઓમાં, ફળો ગંભીર રીતે વિકૃત થઈ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

વર્ષમાં ઓછામાં ઓછા એક વાર માટીમાં રાખ અથવા છોડના કચરાના સ્વરૂપમાં કાર્બનિક ખાતર ઉમેરો. લાકડાની રાખમાં પણ ઉચ્ચ પોટેશિયમ તત્વો હોય છે. એસિડીક જમીનમાં ચૂનો ઉમેરવાથી કેટલીક જમીનમાં પોટેશિયમની જાળવણી વધારી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

બજારમાં વિવિધ પોટેશિયમ ખાતરો ઉપલબ્ધ છે. ઉપયોગમાં લેવાતા પોટેશિયમની બનાવટ ગુણવત્તા અને ઉપજમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. પોટેશિયમ ક્લોરાઇડ સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. અન્ય ખનિજ ખાતરોમાં પોટેશિયમ નાઇટ્રેટ, પોટેશિયમ સલ્ફેટ અને મોનો-પોટેશિયમ ફોસ્ફેટનો સમાવેશ થાય છે. ખેતરની તૈયારી દરમિયાન પોટેશિયમને પાયાનાં તત્વ તરીકે ઉમેરવું જોઈએ અને બીજા તબક્કામાં ફૂલો આવવાના સમયે ઉમેરવું જોઈએ. જરૂરી દર નક્કી કરવા માટે જમીન પરીક્ષણ કરી શકાય છે. ફોઈલર સ્પ્રે ઓછા અસરકારક હોય છે અને તેઓ પાંદડાને બાળી શકે છે.

તે શાના કારણે થયું?

જમીનમાં પોટેશિયમની ઓછી માત્રા અથવા છોડ દ્વારા તેને શોષી ન શકવાના કારણે આ ખામી થઈ શકે છે. ઓછી પીએચ અને રેતીવાળી અથવા ઓછી કાર્બનિક સામગ્રી ધરાવતી જમીનમાં પોષક તત્વોની ઉણપની સંભાવના છે, અને તેથી સમસ્યાઓ થઈ શકે છે. ભારે સિંચાઈ અને વધારે પડતો વરસાદ, મૂળમાંથી પોષક તત્વો ધોઈ નાખે છે અને ઉણપ તરફ દોરી શકે છે. ગરમ તાપમાન અથવા દુષ્કાળની પરિસ્થિતિઓ છોડ સુધી પાણી અને પોષક તત્વોના પરિવહનને અવરોધિત કરે છે. ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને લોહના ઉચ્ચ સ્તરો પણ પોટેશિયમની ઉણપ પેદા કરી શકે છે. પોટેશિયમ પાણીના પરિવહન, પેશીઓની મજબૂતાઇ અને વાતાવરણ સાથે વાયુઓના વિનિમયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પોટેશિયમની ઉણપના લક્ષણો ઉલટાવી શકાતા નથી, પછી ભલે પાછળથી પોટેશિયમને છોડમાં ઉમેરવામાં આવે.


નિવારક પગલાં

  • અત્યંત એસિડ અથવા ક્ષારયુક્ત જમીન ઘણીવાર આ ખામી તરફ દોરી જાય છે.
  • આદર્શ શ્રેણી મેળવવા માટે જો જરૂરી હોય તો માટીમાં ચૂના અને પીએચની તપાસ કરો.
  • પોટેશિયમના ઉછેરમાં વધુ અસરકારક હોય તેવી જાતોની વાવણી કરો.
  • છોડને યોગ્ય પોષક પુરવઠો મળી રહે તે માટે ખાતરોનો સંતુલિત ઉપયોગ સુનિશ્ચિત કરો.
  • ખાતર અથવા છોડના કચરાના સ્વરૂપમાં જમીનમાં કાર્બનિક પદાર્થ ઉમેરો.
  • છોડને નિયમિતપણે પાણી આપતાં રહો અને વધારે પડતું પાણી ન ભરાય તેનું ધ્યાન રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો