ઝૂચીની

ફૂલ આવ્યા બાદ સડો

Calcium Deficiency Rot

ઉણપ

ટૂંકમાં

  • લીલા ફળોના તળિયે કથ્થાઈ અથવા રાખોડી ડાઘાં.
  • ફળોમાં આંતરિક કાળો સડો.

માં પણ મળી શકે છે


ઝૂચીની

લક્ષણો

ફળની ટોચ પર અનિયમિત ચાઠાંનું દેખાવું એ ફૂલ આવ્યા બાદના સડાના લક્ષણો છે. ચાઠાં કદ અને રંગમાં અલગ હોય શકે છે. પ્રારંભિક તબક્કામાં તે આછા લીલાં રંગના હોય છે. જેમજેમ ફળ પાકે તે કથ્થાઈ અને કાળા રંગના બને છે. ફળની પેશીઓ સુસંગતતા ગુમાવે છે, શંકોચાય છે અને તેની ટોચનો આકાર આખરે ચપટો દેખાય છે. ફળમાં આંતરિક કાળો સડો થાય જેના થોડા બાહ્ય લક્ષણો દેખાય અથવા સંપૂર્ણપણે ન પણ દેખાય.

ભલામણો

જૈવિક નિયંત્રણ

એલ્ગલ ચૂનાનાં પત્થરો, બેસાલ્ટ લોટ, બળેલા ચૂનો, ડોલોમાઇટ, જીપ્સમ અને સ્લેગ ચૂનો જેવા કેલ્શિયમ સમૃદ્ધ પદાર્થો ને માટીપર લાગુ કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો.કટોકટી સમયના પગલાં તરીકે કેલ્શિયમ ક્લોરાઇડ નો પાંદડાં પર છંટકાવ કરો, પરંતુ વારંવાર અથવા અતિશય માત્રામાં છંટકાવ કરવો નહી.

તે શાના કારણે થયું?

ફૂલ આવ્યા બાદ સડો એક શારીરિક વિકાર છે જે ફળ પેશીઓમાં કેલ્શિયમના અભાવને કારણે થાય છે. કોઈપણ પ્રકારના જંતુ અથવા જીવાણુઓ સંકળાયેલ હોતા નથી. કેલ્શિયમ પેશીઓ ની તાકાત અને મક્કમતાને પ્રોત્સાહન આપે છે. માટીમાં આ પોષકતત્વોની અપ્રાપ્યતા અથવા છોડની તે શોષણ કરી અને તેના ફળોમાં વિતરણ કરવાની અક્ષમતા ને કારણે કેલ્શિયમની ઉણપ થઇ શકે છે. આ પેશીઓની રચનાના વિનાશ તરફ દોરી જાય છે અને તેને કારણે ઘાટા, સુકાઈ ગયેલા વિસ્તારો પરિણમે છે. અનિયમિત સિંચાઇ અથવા મુળને નુકસાન કેલ્શિયમની ઉણપ નું કારણ બની શકે છે.


નિવારક પગલાં

  • જમીનમાં પીએચનું સ્તર જાળવો, ઉદાહરણ તરીકે મર્યાદા મૂકીને.
  • જમીનમાં ભેજ જાળવી રાખવા લીલા ઘાસ નો ઉપયોગ કરો.
  • મૂળને નુકસાન થતું અટકાવવા ઊંડા ખેડાણની પદ્ધતિ ટાળો.
  • નીચી માત્રામાં નાઇટ્રોજન અને ઊંચી માત્રામાં કેલ્શિયમ ધરાવતા ખાતરનો ઉપયોગ કરો.
  • સૂકા સમયગાળા દરમિયાન નિયમિત સિંચાઈની ખાતરી રાખો.
  • ખેતરમાં પાણીના નિકાલ માટે યોગ્ય નહેરની વ્યવસ્થા કરો અને વધુ પડતી સિંચાઈ ટાળો.
  • નાઇટ્રોજનના એમોનિયમ ના બદલે નાઈટ્રેટ સ્વરૂપનો ઉપયોગ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો