Cletus trigonus
જંતુ
સપાટ શરીર અને માથા સાથે ચોંટેલા અણીદાર ખભા વાળા નાના, કથ્થઈ કે રાખોડી રંગના જંતુઓને તમે જોઈ શકો છો. આ જંતુઓ ચોખાના કુમળા દાણા અને પાંદડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આના કારણે ખાસ કરીને અનાજના દાણા પર નાના, ઘેરાં રંગના ટપકાં નિર્માણ થાય છે. આ ટપકાંના કારણે ચોખાના દેખાવ અને ગુણવત્તાને અસર થઇ શકે છે.
લીમડાનું તેલ અથવા પાયરેથ્રિન જેવા જંતુનાશક સાબુ અથવા વનસ્પતિજન્ય ઉત્પાદન મુખ્યત્વે યુવાન જંતુઓનો થોડું નિયંત્રણ કરી શકે છે. ચોખામાં દેખાતા ચપટાં જંતુઓ જેવા પાંદડાંના જંતુઓ માટે પક્ષીઓ, કરોળિયા અને જંતુઓમાં રહી તેનો નાશ કરતાં એવા ઘણા કુદરતી શિકારીઓ છે. પાંદડાંના આવા જંતુઓનું નિયંત્રણ કરવા માટે તમે ખેતરમાં પક્ષીઓના માળા અને પાણીની વ્યવસ્થા તેમજ વ્યાપક અસર ન કરતા હોય તેવા જંતુનાશકોનો ઉપયોગ કરીને આવા કુદરતી દુશ્મનોને આકર્ષિત કરી શકો છો.
આ જંતુઓને પાંદડાંના જંતુઓ ગણવામાં આવે છે. પાંદડાવાળા જંતુઓ માટે વિવિધ જંતુનાશકો ઉપલબ્ધ છે. જો ખલેલ પડે તો આ જંતુઓ ઉડી જાય છે તેમજ છંટકાવ કરતી વખતે પણ છોડમાંથી છટકી શકે છે; તેથી, સવારના ઠંડા વાતાવરણમાં જયારે આ જંતુઓની ગતિ ધીમી હોય ત્યારે છંટકાવ કરવો વધુ હિતાવહ છે.
આ ચપટાં જંતુઓ ચોખા અને સોયાબીન જેવા અન્ય પાકો પર હુમલો કરે છે. માદાઓ ચોખાના પાંદડા પર એક પછી એક ઈંડા મૂકે છે. જંતુઓની પહેલી પેઢી લગભગ 7 દિવસમાં બહાર આવે છે. પુખ્ત જંતુમાં બદલાતાં પહેલા તે પાંચ તબક્કામાં વિકાસ પામે છે. યુવાન પેઢી પુખ્ત વયના જંતુઓ કરતાં શરીરે નાની હોય છે પરંતુ તે પુખ્ત જંતુઓ જેવા જ દેખાય છે. શિયાળાના હુંફાળા દિવસોમાં આ જંતુઓ વધુ સારીરીતે ટકી રહે છે. તેથી, આવા હુંફાળા શિયાળાના દિવસોમાં તમને આ જંતુઓ વધુ જોવા મળી શકે છે.