Acherontia styx
જંતુ
ઈયળ કુમળા પાંદડા અને વધતાં અંકુરને ખાય છે, જેના કારણે પાંદડાં પર છિદ્રો દેખાય છે અને બાહ્ય સપાટીને નુકસાન થાય છે. જો તમે છોડનું નજીકથી નિરીક્ષણ કરો, તો તમે લીલા અથવા કથ્થઈ ઈયળને જાતે જ જોઈ શકો છો.
બાજ જેવા દેખાતાં ફૂદાંના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે, લીંબોળીના અર્ક (NSKE)નો છંટકાવ કરવો એ અસરકારક પદ્ધતિ છે. NSKE એ લીંબોળીમાંથી મેળવેલ કુદરતી જંતુનાશક છે અને તે બાજ જેવા દેખાતાં ફૂદાં સહિત વિવિધ જીવાતોને અટકાવવાની ક્ષમતા માટે પ્રખ્યાત છે. જ્યાં સુધી નગણ્ય જીવાત છે ત્યાં સુધી પાંદડાં પર રહેલી તેની ઈયળને તમે હાથથી દૂર કરી શકો છો, જે નાના ખેતર માટે અસરકારક છે.
આ એક નગણ્ય જીવાત હોવાથી, નિવારક પગલાંની સાથે સાથે તેના નિયંત્રણ માટે પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓનો ઉપયોગ કરવો યોગ્ય છે. જો જીવાતની વસ્તી વધી ગઈ હોય અને રાસાયણિક નિયંત્રણની જરૂર જ હોય, તો ક્વિનાલ્ફોસનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. જંતુનાશકો અથવા કોઈપણ પ્રકારના રાસાયણિક ઉત્પાદનનો ઉપયોગ કરતી વખતે, રક્ષણાત્મક કપડાં પહેરવા અને લેબલ પર લખેલી સૂચનાઓને કાળજીપૂર્વક વાંચવી ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. દરેક દેશ પ્રમાણે નિયમો જુદાજુદા હોય શકે છે, તમે તમારા વિસ્તાર પ્રમાણેના ચોક્કસ નિયમોનું પાલન કરી રહ્યા છો તેની ખાતરી કરો. તેનાથી ચોક્કસપણે સલામતી મળે છે અને સફળ સારવારની શક્યતા વધે છે.
ફૂદાંની ઈયળની ખોરાક લેવાની ક્રિયાને કારણે નુકસાન થાય છે. આ ઈયળ લીલા રંગની, જાડી અને મજબૂત, તથા શરીરે કોણીય પટ્ટાઓ ધરાવે છે. તેમની પીઠ પર હૂક જેવા કાંટા હોય છે. પુખ્ત વયની વિશાળ બાજ જેવા ફૂદાં કથ્થાઈ રંગના અને છાતી પર ખાસ ખોપરી જેવું નિશાન ધરાવે છે. તેના પેટ પર જાંબલી અને પીળા રંગની પટ્ટીઓ હોય છે અને તેની પાંખો કાળી લીટીઓ વાળી ઘેરા કથ્થઈ અને પીળા રંગની હોય છે.