તમાકુ

ફૂગ જેવી મસી

Bradysia matogrossensis

જંતુ

ટૂંકમાં

  • નાની મસીઓ.
  • તમાકુના રોપા કરમાઈ જવા.
  • ઘણીવાર નર્સરીમાં સમસ્યા નિર્માણ થાય છે.

માં પણ મળી શકે છે

1 પાક
તમાકુ

તમાકુ

લક્ષણો

તમાકુની વાડીમાં ફૂગનિર્માણ કરતી મસી છે કે કેમ તે તપાસવા માટે: તમારા હાથને હળવેથી રોપાઓ ઉપર વીંઝતાં, નાની કાળા રંગની મસીઓ ઊડતી દેખાશે. લાર્વા મૂળને ખાઈ જતા હોવાથી રોપાઓને નુકસાન થાય છે. તેઓ રોપાઓના મૂળને ખાય છે, જેનાથી છોડનો નબળો વિકાસ થાય છે, સુકાઈ જાય છે, પીળા પડે છે, પાંદડા ખરી પડે છે અને અંતે છોડ નાશ પામે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

તમારા રોપાઓની આસપાસની જમીનને બેસિલસ થુરિંગિએન્સિસ ઇઝરાયલેન્સિસ વડે પલાળો. જે લાર્વાના નિયંત્રણમાં મદદ કરે છે.

રાસાયણિક નિયંત્રણ

પુખ્ત જંતુઓ દેખાવા તેનો અર્થ એ નથી કે તમારે તાત્કાલિક રાસાયણિક રીતે તેનું નિયંત્રણ કરવું જોઈએ. જો તે ઓછી સંખ્યામાં હોય તો તેનાથી ખાસ સમસ્યા નિર્માણ થતી નથી. જો રોપાંઓનો વધુ પડતો નાશ થતો જણાય તો જ રસાયણોનો ઉપયોગ કરો. છંટકાવ કરવાથી પુખ્ત મસીઓને નિયંત્રિત કરી શકાય છે. યોગ્ય જંતુનાશકોથી માટીને ભીંજવાથી લાર્વાને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. જંતુનાશકો અથવા કોઈપણ પ્રકારના રાસાયણિક ઉત્પાદનનો ઉપયોગ કરતી વખતે, રક્ષણાત્મક કપડાં પહેરવા અને લેબલ પર લખેલી સૂચનાઓને કાળજીપૂર્વક વાંચવી ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. દરેક દેશ પ્રમાણે નિયમો જુદાજુદા હોય શકે છે, તમે તમારા વિસ્તાર પ્રમાણેના ચોક્કસ નિયમોનું પાલન કરી રહ્યા છો તેની ખાતરી કરો. તેનાથી ચોક્કસપણે સલામતી મળે છે અને સફળ સારવારની શક્યતા વધે છે.

તે શાના કારણે થયું?

ખાસકરીને ખરેલા પાંદડાં અને જૈવિક કચરા પાસેના બંધિયાર પાણીમાં તેનો વિકાસ થાય છે. તેથી જે નર્સરીઓમાં પાણી પર તરતી ટ્રેમાં ઉગાડેલ રોપાઓમાં આ ફૂગ જોવા મળવી સામાન્ય બાબત છે. સામાન્યરીતે જયારે છોડ કુમળા હોય કે અંકુરણ બાદ તુરંતની પરિસ્થિતિ હોય ત્યારે તેવી તરતી ટ્રેમાં પુખ્ત મસીઓ ઇંડા મૂકે છે. લાર્વા ચળકતા કાળા રંગના માથાવાળા, નાના કદના, પારદર્શક અથવા સફેદ રંગના હોય છે. તેઓને નરી આંખે જોઈ શકતા નથી પરંતુ મૂળની આસપાસની જમીનમાં નાના-નાના ટપકાંઓને ફરતા જોઈ શકો છો.


નિવારક પગલાં

  • ઊડતી મસીઓ અને રોપાઓને થતા નુકસાન માટે નર્સરીઓનું નિરીક્ષણ કરવાની વહેલી શરૂઆત કરો.
  • દેખરેખ અને સામૂહિક રીતે જાળમાં પકડવા માટે પીળા રંગના, ચોંટી જવાય એવા છટકાંનો ઉપયોગ કરો.
  • આવા નાના જંતુઓ માટે તે ખૂબ જ મદદરૂપ થાય છે.
  • ખેતરમાં બંધિયાર પાણીના ખાબોચિયા ન હોય તેની ખાતરી કરો.
  • તળાવ વાળી તરતી ટ્રેની પદ્ધતિમાં ટ્રે વચ્ચે અંતર ન હોવું જોઈએ, કારણ કે તેના કારણે શેવાળનો વિકાસ થાય છે, જે જંતુઓનો ખોરાક છે.
  • બાંધિયાર પાણી ન હોય તેવી નર્સરીમાં, વધુ પડતી સિંચાઈ કરવાનું ટાળો.
  • વધુ પડતું ખાતર ન આપો કારણ કે તેનાથી છોડના જૈવિક કચરાનું પ્રમાણ વધે છે અને તેના ભરાવાથી જંતુ આકર્ષાય છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો