Deporaus marginatus
જંતુ
પુખ્ત વયના ચાંચવાળા જંતુઓ કુમળા પાંદડાઓની સપાટીને ખાય છે, જેથી કરીને પાંદડાં કથ્થઈ, વળેલા અને ચોળાયેલા દેખાય છે. આ જંતુઓ દ્વારા ઉપદ્રવ પામેલ છોડ પરના કપાઈ ગયેલ અંકુર દૂરથી પણ જોઈ શકાય છે. ઘણી વાર કપાઈ ગયેલ કુમળા પાંદડાઓના ટુકડા ઝાડની નીચે જોઈ શકાય છે. પાનખર સમયે નિર્માણ થયેલ અંકુરને થતું નુકસાન મુખ્ય થડના વિકાસમાં નોંધપાત્ર વિલંબ કરે છે અને તેના કારણે નવી કલમોની સફળતાનો દર ઘટે છે. પરિણામે, અસરગ્રસ્ત અંકુર પર ફળોને યોગ્ય વિકાસ થતો નથી, જેના કારણે આખરે વાડીની એકંદર ઉપજ ઘટે છે.
નિવારક માપદંડ અને ખેતીની યોગ્ય પદ્ધતિ એ આંબાના ઝાડમાં પાંદડાને કાપી ખાતી જંતુનું નિયંત્રણ કરવા માટેના વિકલ્પો છે.
કેરીના પાનને કાપતા આ ચાંચવાળા જંતુઓથી કુમળા અંકૂરોનું રક્ષણ કરવા માટે, સ્થાનિક નિયમો અનુસાર, ડેલ્ટામેથ્રિન અને ફેનવેલરેટ જેવા જંતુનાશકોનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે કુમળા પાંદડાં નાના હોય છે, ત્યારે પાંદડા અને અંકુરને બચાવવા માટે તેની પર જંતુનાશકોનો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે. યાદ રાખો કે વારંવાર થતો વરસાદ અને આંબાના ઝાડની વધુ ઉંચાઈ આ છંટકાવની અસર ઘટાડી શકે છે. કેરીના પાનને કાપતા આ ચાંચવાળા જંતુઓ સારીરીતે ઉડી શકે છે અને વરસાદથી જંતુનાશકો ધોવાઈ ગયા બાદ ફરી આવી શકે છે, તેથી તેની સતત દેખરેખ જરૂરી હોય છે. જંતુનાશકો અથવા કોઈપણ પ્રકારના રાસાયણિક ઉત્પાદનનો ઉપયોગ કરતી વખતે, આંખના રક્ષણ સહીત, રક્ષણાત્મક કપડાં પહેરવા અને લેબલ પર લખેલી સૂચનાઓને કાળજીપૂર્વક વાંચવી ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. દરેક દેશ પ્રમાણે નિયમો જુદાજુદા હોય શકે છે, તમે તમારા વિસ્તાર પ્રમાણેના ચોક્કસ નિયમોનું પાલન કરી રહ્યા છો તેની ખાતરી કરો. તેનાથી ચોક્કસપણે સલામતી મળે છે અને સફળ સારવારની શક્યતા વધે છે.
કેરીના પાનને કાપતા આ ચાંચવાળા જંતુઓ મૂળભૂત રીતે ઉષ્ણકટિબંધીય એશિયામાં, પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઈલેન્ડ, મલેશિયા અને સિંગાપોરમાં જોવા મળે છે. કેરીના પાનને કાપતા આ ચાંચવાળા જંતુઓ અંબાના તાજા ઉગેલા પાંદડાઓ માટે વિનાશક જીવાત છે. પુખ્ત વયની માદા જીવાત કુમળા પાંદડા પર ઇંડા મૂકે છે અને પછી તેને કાપી નાખે છે, જેના કારણે પાંદડા જમીન પર પડેલા દેખાય છે. લગભગ અગિયાર દિવસ પછી, લાર્વા ખરી પડેલા પાંદડા ત્યજી દે છે અને જમીનની અંદર પુખ્ત જંતુમાં પરિવર્તિત થાય છે. જ્યારે આ પુખ્ત વયના જંતુઓ બહાર આવે છે ત્યારે ફરીથી આ ચક્ર શરૂ થાય છે.