કોબી

સફેદ પતંગિયા

Ascia monuste

જંતુ

ટૂંકમાં

  • ખોરાકના કારણે પાંદડાને નુકસાન પહોંચવું.
  • પાંદડાની કિનારીએ અનિયમિત છિદ્રો.

માં પણ મળી શકે છે

2 પાક
કોબી
ફુલેવર

કોબી

લક્ષણો

છોડના પાંદડા પર ખોરાકના કારણે નુકસાન થાય તે ઉપદ્રવની સ્પષ્ટ નિશાની છે. સફેદ પતંગિયાની ઈયળના કારણે નુકસાન થાય છે. સામાન્ય રીતે તેઓ પાંદડાની કિનારીને ખાય છે, અને તે બહારના ભાગથી શરુ કરી પછી અંદર તરફ આગળ વધે છે. આ પ્રકારથી ખોરાક લેવાના કારણે ઘણીવાર પાંદડાની કિનારીએ અનિયમિત છિદ્રો બને છે. આ ઈયળ જમીનની ઉપર આવેલ છોડના તમામ ભાગને ખાવામાં સક્ષમ છે. તેઓ ક્રુસિફરસ શાકભાજી (કોબી, ફુલેવર, બ્રોકોલી) પ્રત્યે ખુબ જ ખાઉધરું વલણ ધરાવે છે. પાંદડાની ટોચ પર ઇંડાના સમૂહો અને સમૂહમાં ખોરાક લેતી ઈયળો પર નજર રાખો. ખેતરમાં તમને પુખ્ત ફૂદાં પણ જોવા મળી શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

બેસિલસ થ્યુરિંગિનેસિસ (બીટી) જેવા કુદરતી જંતુનાશકનો છંટકાવ કરો કે કોબીજના ફુદાના લાર્વાને મારે છે અને મનુષ્ય માટે સુરક્ષિત તથા ફાયદાકારક જંતુઓ માટે સલામત રહે છે. કુદરતી રક્ષક અને જંતુનાશક તરીકે લીમડાના ઝાડમાંથી પ્રાપ્ત કરેલ લીમડાના તેલનો છંટકાવ કરો.

રાસાયણિક નિયંત્રણ

હંમેશાં જૈવિક/પર્યાવરણને અનુકૂળ ઉપચાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. ઉપલબ્ધ લેખો અનુસાર નીચેના મોટાભાગના જંતુનાશકોએ એસીએ મોનસ્ટેને જંતુને અસરકારક રીતે નિયંત્રિત કરી શકે છે, પરંતુ તેમના દરેક રસાયણો કુદરતી દુશ્મનો માટે સલામત નથી: ક્લોરેન્ટ્રેનિલિપ્રોલ, સાયન્ટ્રેનિલિપ્રોલ, ઇન્ડોક્સાકાર્બ, સ્પિનોસેડ, ક્લોરફેનાપીર, મેલેથિઓન. ઉપરાંત, જંતુનાશકોનો ઉપયોગ જંતુઓમાં પ્રતિકારક્ષમતાના કિસ્સાઓ નિર્માણ કરી શકે છે, અને તેથી સમય જતાં જંતુઓ પણ જંતુનાશકોની ઓછી અસર થાય છે.

તે શાના કારણે થયું?

એસ્કિયા મોનસ્ટેના જંતુની ઈયળના કારણે નુકસાન થાય છે. તે એક ખૂબ જ હાનિકારક જીવાત છે, જે ક્રૂસિફેરસ પરિવારના પાકમાં નોંધપાત્ર નુકસાનનું કારણ બને છે. પુખ્ત વયની માદા પાંદડાની ટોચ પર સમૂહમાં પીળા, સ્પિન્ડલ-આકારના ઇંડા મૂકે છે. આવું નવેમ્બર અને મે માસની વચ્ચે થાય છે, જે ઉષ્ણકટિબંધીય વિસ્તારો માટે ગરમ ​​અને વરસાદની ઋતુ હોય છે. આ ઈયળો રાખોડી પટ્ટાઓ વાળી પીળા રંગની હોય છે. આ પટ્ટાઓ તેમના શરીરની દિશામાં હોય છે અને તેના પર નાના કાળા ટપકાં પણ હોય છે. પુખ્ત પતંગિયા સફેદ (નર) અને મેલિયા સફેદ કે રાખોડી (માદા) રંગના હોય છે. પુખ્ત ફૂદાં લગભગ 19 દિવસ સુધી જીવે છે. કિશોર અવસ્થામાં વિકાસ માટે ખોરાક, સંવનન અને સારી પરિસ્થિતિઓ શોધવા તે લાંબા અંતરની મુસાફરી કરે છે. અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે આ જીવાતો ભેજવાળી અને ગરમ પરિસ્થિતિઓમાં, 16 થી 35 ° સે સુધીના તાપમાનમાં ખુબ જ સક્રિય હોય છે. ઠંડુ હવામાન અને ભારે વરસાદમાં ટકી રહેવાનું તેમના માટે મુશ્કેલ હોય છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિકારક્ષમ રોપા અથવા જાતનો ઉપયોગ કરવો.
  • કોબીના કીડા અને ફૂદાંને ઓછા આકર્ષક હોવાથી જાંબલી અથવા લાલ કોબીજની જાતોનું વાવેતર કરો.
  • ખોરાકના કારણે નુકસાન અને ઇંડાના સમૂહો જેવા ઉપદ્રવના સંકેતો જોવા માટે નિયમિતપણે છોડનું નિરીક્ષણ કરો.
  • જયારે પણ જોવા મળે ત્યારે ઇંડાને હાથથી દૂર કરો.
  • શિકારી જંતુઓ અને પક્ષીઓ જેવા કુદરતી દુશ્મનોના રહેઠાણોનું રક્ષણ કરી જૈવવિવિધતાને સાચવી રાખો.
  • આ જીવાતોને તમારા છોડ સુધી પહોંચતી અટકાવવા માટે, ફ્લોટિંગ ચાસના આવરણનો ઉપયોગ કરો.
  • અજમાના ફૂલ, સેજ અને રોઝમેરી, તેમજ ગલગોટા અને નાસ્તુર્રિયમના જેવા આંતરપાક અને સાથી વાવેતરનો ઉપયોગ કરી ખેતરમાં પાકની વિવિધતા જાળવો.
  • પુરૂષ ફૂદાંને પકડવા અને પ્રજનનતંત્રને વિક્ષેપિત કરવા માટે લાલચ આપનારા છટકાં ગોઠવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો