Coridius janus
જંતુ
પુખ્ત વયના તેમજ બાળ જંતુઓ બન્ને છોડનો રસ ચૂસીને પાકની સમસ્યાનું કારણ બની શકે છે. તેઓ જ્યાં ખાય છે તેના આધારે પાંદડાં પીળા પડે છે અથવા દાંડી અને ફળ પર નાના ખાડાવાળા વિસ્તારો દેખાય છે. એકંદરે છોડની વૃદ્ધિ પર નકારાત્મક અસર થાય છે. ઉપજમાં ઘટાડો થાય છે. જ્યારે આ જંતુઓ મોટી સંખ્યામાં હોય ત્યારે નાના છોડ અને કુમળા, નાજુક ભાગના વિકાસ માટે મોટો ખતરો બની શકે છે.
આ જંતુઓના ઘણા કુદરતી દુશ્મનો છે પરંતુ તેની તીવ્ર દુર્ગંઘ શિકારી સામે તેને મજબૂત રક્ષણ પૂરું પાડે છે. કુદરતી પાયરેથ્રિન્સ અથવા લીમડાનું તેલ જેવા આવશ્યક તેલના મિશ્રણનો છંટકાવ કરો. રાસાયણિક નિયંત્રણ માટે દર્શાવેલ સિદ્ધાંતોનું અહીં પણ ધ્યાન રાખો. છંટકાવની સાથે સાથે ખેતરનું નિરીક્ષણ કરી જંતુઓ અને તેના ઈંડાને દૂર કરવાની પદ્ધતિ પણ જાળવી રાખો.
હંમેશા પર્યાવરણને અનુકૂળ સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જયારે ઉપદ્રવ ખુબ જ વધુ હોય ત્યારે તમારા વિસ્તારમાં ઉપયોગ માટે નક્કી કરેલ સંપર્કજન્ય જંતુનાશકોનો છંટકાવ કરો. સવારે જ્યારે જંતુઓ સક્રિય હોય ત્યારે મૂળ તરફ અને પાંદડાની નીચેની તરફ છંટકાવ કરો. જો તમે લીલા મલચનો ઉપયોગ કરો છો, તો છુપાયેલ જંતુઓને તેમાંથી બહાર કાઢવા પાણીનો મારો ચલાવો અને તેની પર છંટકાવ કરો.
દુર્ગંધ મારતાં જંતુ કોરીડિયસ જાનુસને કારણે નુકસાન થાય છે. આ જંતુ મુખ્યત્વે કાકડીના છોડમાં જોવા મળે છે. આ જંતુઓ છોડના કચરા અને નીંદણમાં ઠંડી દરમિયાન તેમનો પુખ્ત વયનો સમય પસાર કરે છે. માદા જંતુ પાંદડા, દાંડીના નીચેના ભાગમાં અથવા યજમાન છોડના અન્ય ભાગોમાં 100 જેટલા ઇંડા મૂકી શકે છે. પુખ્ત જંતુઓ ઉડી શકતા નથી અને તેમનું શરીર નારંગી રંગનું, અને પાંખો તથા માથું કાળા રંગનું હોય છે. આ જંતુઓ લીલા પાંદડાંના મલચમાં છુપાવવાનું પસંદ કરે છે. તેઓ સવારે અને સાંજના સમય દરમિયાન સક્રિય હોય છે, પરંતુ દિવસ દરમિયાન તેઓ પાંદડા નીચે આરામ કરે છે.