કેરી

ચા જેવું દ્રવ્ય નિર્માણ કરતાં જંતુઓ

Cricula trifenestrata

જંતુ

ટૂંકમાં

  • છોડમાં પાનખર.
  • પાંદડાં બહારથી ખવાઈ જવા.
  • ઈયળ દેખાવી.

માં પણ મળી શકે છે


કેરી

લક્ષણો

ઈયળ ઝાડના તમામ પાંદડાનો નાશ કરી શકે છે અને આમ ફૂલોની સંખ્યા ઘટાડી શકે છે. ખવાઈ જવાના કારણે થતું નુકસાન ઝાડના બાહ્ય ભાગોથી શરૂ થાય છે અને ત્યારબાદ મધ્ય અને ટોચ પર આગળ વધે છે. ખુબ જ અસર પામેલ વૃક્ષો નબળા પડી જાય છે અને તેના પર બિલકુલ ફૂલ કે ફળ ઉત્પન્ન થતા નથી.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ઈયળના ઉપદ્રવને હાથથી અટકાવવા માટે, લાંબા હાથવાળી બત્તીના ઉપયોગથી જ્યાં ઈયળ ભેગી થઇ હોય તે ભાગને ગરમ કરી શકાય જેથી તે નીચે પડી જાય. નીચે પડેલી ઈયળને હાથ મોજા પહેરીને એકત્ર કરો અને દાટી દો. ઈયળોના સમૂહ અને ઈંડા હોય તેવા પાંદડાઓને દૂર કરો અને તેનો નાશ કરો. જૈવિક રીતે નિયંત્રણ કરવા માટે, ઈંડા અને પુપા સામે અસરકારક એવા ટેલિનોમસ એસપી. જેવા પરોપજીવીઓનો, તથા પુખ્ત જીવાતનું ભક્ષણ કરતા બ્યુવેરિયા બેસિઆના નો ઉપયોગ કરો. નૈસર્ગીક શિકારીઓ પણ સમસ્યાને નિયંત્રિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ઉપરાંત, એઝાડિરાક્ટીન જેવા લીમડા માંથી બનાવેલ જંતુનાશકો આ જંતુઓનું સંચાલન કરવામાં અસરકારક સાબિત થયા છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપદ્રવની વહેલી જાણ થાય તો, રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ કર્યા વગર પણ ઘણીવાર આ ફુદાંનું નિયંત્રણ કરી શકાય છે. છેલ્લા ઉપાય તરીકે, મિથાઈલ પેરાથિઓન અને એન્ડોસલ્ફાન જેવી રાસાયણિક પદ્ધતિઓ અપનાવી શકાય, જે અત્યંત અસરકારક છે તેવું જાણવા મળ્યું છે. જંતુનાશકો અથવા કોઈપણ પ્રકારના રાસાયણિક ઉત્પાદનનો ઉપયોગ કરતી વખતે, રક્ષણાત્મક કપડાં પહેરવા અને લેબલ પર લખેલી સૂચનાઓને કાળજીપૂર્વક વાંચવી ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. દરેક દેશ પ્રમાણે નિયમો જુદાજુદા હોય શકે છે, તમે તમારા વિસ્તાર પ્રમાણેના ચોક્કસ નિયમોનું પાલન કરી રહ્યા છો તેની ખાતરી કરો. તેનાથી ચોક્કસપણે સલામતી મળે છે અને સફળ સારવારની શક્યતા વધે છે.

તે શાના કારણે થયું?

ચા જેવું દ્રવ્ય નિર્માણ કરતાં જંતુઓ બાંગ્લાદેશ, મ્યાનમાર અને ભારતમાં આંબાના ઝાડ માટે નોંધપાત્ર જંતુ છે, પરંતુ તે રેશમ ઉત્પાદનની તક પણ પૂરી પાડે છે. યુવાન ઈયળ સમૂહમાં ખાય છે અને વિકાસ પામ્યા બાદ વધુ ફેલાય છે. જ્યારે પૂરતો ખોરાક ન રહે, ત્યારે મોટા લાર્વા ઝાડ પરથી નીચે પડે છે અને વધુ ખોરાક મેળવવા માટે સરકીને નવા વૃક્ષો પર ફેલાઈ શકે છે. આ જંતુઓના જીવન ચક્રમાં અનેક તબક્કાઓનો સમાવેશ થાય છે. સંપૂર્ણરીતે ખોરાક લીધા બાદ, ઈયળ પાંદડાના સમૂહ અથવા ડાળી પર કકૂન બનાવે છે. પુખ્ત વયના ફૂદાં નિશાચર હોય છે અને વિભિન્ન રંગના હોય છે, જેમાં નર ફૂદાંની આગળની પાંખો પર બે કાળા રંગના ટપકાં હોય છે, જ્યારે માદા જંતુ ની પાંખ પર મોટા અને વધુ પ્રમાણમાં અનિયમિત આકારના ટપકાં ધરાવે છે. એક વર્ષમાં ચાર જેટલી પેઢીઓ હોઈ શકે છે. એક જીવાત હોવા છતાં, તે ઉચ્ચ ગુણવત્તાનું રેશમ ઉત્પન્ન કરે છે. ઇન્ડોનેશિયામાં, મોટા પાયે રેશમના ઉત્પાદન માટે આ જીવાતનો ઉપયોગ કરવામાં આવે છે, અને તે ગ્રામીણ લોકો માટે આવકનો સંભવિત સ્ત્રોત પૂરો પાડે છે.


નિવારક પગલાં

  • તમારા ઝાડની આસપાસ રહેલ નીંદણને દૂર કરો અને પુખ્ત ફૂદાંને આકર્ષવા અને મારવા માટે તમારા ખેતરોમાં ચમકતા છંટકા લગાવો.
  • ઉપરાંત, જંતુ દ્વારા થયેલ નુકસાનના ચિહ્નો જોવા માટે તમારા છોડનું નિયમિત નિરીક્ષણ કરો, જેથી તમે તેનું વહેલીતકે અને અસરકારક રીતે સંચાલન કરી શકો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો