કેરી

ટશોક ફૂદાં

Lymantriinae

જંતુ

ટૂંકમાં

  • પાંદડાને ખોરાક લેવાના કારણે નુકસાન પહોંચવું.
  • ઉપદ્રવ મોટો પ્રમાણમાં હોય ત્યારે પાન ખરી પડવા.
  • આ જંતુની ઈયળ દ્વારા નુકસાન થાય છે.

માં પણ મળી શકે છે


કેરી

લક્ષણો

ઈયળ પાંદડાને ચાવી નાખે છે જેથી છોડનો દેખાવ કાણાવાળો બને છે. પાક અને ઝાડની ઘણી જાતોને તે ખાય છે. લાર્વાની વધુ સંખ્યા પાનખરનું કારણ બની શકે છે. લાર્વા કુમળા ફળને પણ બચકું ભરી શકે છે જેના કારણે ફળનો રંગ બદલાય છે અને છાલ ખરબચડી થઈ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ખાસ કરીને જ્યારે જંતુઓ યુવાન હોય ત્યારે ટશોક ફૂદાંનું નિયંત્રણ કરવા માટે બેસિલસ થ્યુરિંગિનેસિસનો ઉપયોગ થઈ શકે છે. બીટી ફક્ત છંટકાવ કરેલ પાંદડાંને ખાતી ઈયળને જ મારે છે, અને તેનો ટુકાં સમયની કાર્યક્ષમતાના કારણે 7 થી 10 દિવસ પછી ફરી બીજીવાર છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. સ્પિનોસાડ પણ અસરકારક છે પરંતુ તે મધમાખી અને કુદરતી દુશ્મનોને પણ નુકસાન પહોંચાડી શકે છે. સુકાયા પછી પણ ઘણા કલાકો સુધી તે મધમાખીઓ માટે ઝેરી બની રહે છે. મોર આવેલ છોડ પર સ્પિનોસાડ લાગુ કરવો ન જોઈએ.

રાસાયણિક નિયંત્રણ

સામાન્ય રીતે ટશોક ફુદાંના ઉપદ્રવને કુદરતી દુશ્મનો દ્વારા નિયંત્રિત કરી શકાય છે, તેથી જો યુવાન છોડના વિકાસમાં સમસ્યા ન લાગે ત્યાં સુધી સામાન્ય રીતે જંતુનાશકોનો ઉપયોગ કરવો જરૂરી હોતો નથી. જો મોટા પ્રમાણમાં પાંદડાં ખરી પડે તો રાસાયણિક નિયંત્રણ એકમાત્ર ઉપાય બની રહે છે. તમારા વિસ્તારમાં ઉપયોગ માટે કયા પ્રકારનાં જંતુનાશકોની મંજૂરી છે તે જાણવું મહત્વપૂર્ણ છે. ટશોક ફૂદાંને નિયંત્રિત કરવા માટે સાહિત્યમાં દર્શાવેલ સક્રિય ઘટકોમાં ક્લોરેન્ટ્રેનિલિપ્રોલ, મેથોક્સાઇફેનોઝાઇડ અને ફોસ્મેટનો સમાવેશ થાય છે. યાદ રાખો કે વસંતમાં દેખાતી અન્ય ઈયળને લગતી સમસ્યાઓને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાતા છંટકાવ પણ ટશોક ફૂદાંને નિયંત્રિત કરી શકે છે.

તે શાના કારણે થયું?

મુખ્યત્વે ઓર્ગીયા, દાસિચિરા અને યુપ્રોક્ટીસ જનરેમાં ટશોક ફૂદાં વિશ્વભરના છોડને નુકસાન પહોંચાડે છે. પુખ્ત ફૂદાંને આખા શરીરે વાળ હોય છે, જે કથ્થઈ, રાખોડી અથવા સફેદ હોઈ શકે છે. ટશોક ફૂદાં તેના જીવન ચક્ર દરમિયાન ઘણા તબક્કાઓમાંથી પસાર થાય છે. પાનખરમાં ફૂદાં તેમના ઇંડા મૂકે છે, અને વસંત સુધી તે ઈંડા ટકી રહે છે. જ્યારે હવામાન ગરમ અને છે, ત્યારે ઇંડા સેવાય છે અને તેમાંથી અને ઈયળ બહાર આવે છે. ઈયળ પાક, ઝાડ અને ઝાડીઓના પાંદડા પર ખાવાનું શરૂ કરે છે, અને જેમ જેમ ખાય તેમ વિકાસ પામે છે. જેમ જેમ તેનો વિકાસ થાય છે તેના પર એક લાક્ષણિક વાળ નિર્માણ થાય છે, જેના કારણે તેને આવું નામ મળ્યું છે. થોડા અઠવાડિયા ખોરાક લીધા બાદ, ઈયળ એક કુકુન બનાવશે. આ કુકુનમાં, ઈયળ પુખ્ત ફુદાનમાં પરિવર્તિત થાય છે. પુખ્ત ફૂદાં કુકુનમાંથી બહાર આવે છે અને પ્રજનન કરે છે. ત્યારબાદ માદા ઈંડા મૂકી ફરી નવું ચક્ર શરૂ કરે છે. માદા જંતુ ઉડવામાં અસમર્થ હોવાને કારણે સ્થાનિક વિસ્તારોમાં ફૂદાંની વસ્તીમાં વધારો થાય છે.


નિવારક પગલાં

  • ટશોક ફૂદાં સાથે વર્તતી વખતે સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે કારણ કે તેમની ઈયળ પર વાળ હોય છે જે માનવીની ચામડી પર બળતરા નિર્માણ કરી શકે અને સ્પર્શ થતાં જ સરળતાથી અલગ થઈ શકે છે.
  • રક્ષણાત્મક વસ્ત્રો પહેરો અને ઈયળના ભાગને અડકવાનું ટાળો.
  • ઇંડા અને યુવાન ઈયળને શોધી, તેને દૂર કરો.
  • જંતુ માટે નિરીક્ષણ કરવું હંમેશાં શ્રેષ્ઠ અભિગમ બની રહે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો