તુવેર અને મસૂર

શીંગોના કીડા

Riptortus pedestris

જંતુ

ટૂંકમાં

  • છોડમાં કથ્થઈ રંગના મધ્યમ કદના તીતીઘોડા.
  • લીસોટાંવાળી લીલી શીંગો.
  • શીંગો બરાબર ભરાયેલ હોતી નથી અને તેની અંદર સુકાઈ ગયેલ તથા કાળા રંગના ટપકાં વાળા દાણા હોય છે.


તુવેર અને મસૂર

લક્ષણો

શીંગોની આસપાસ જંતુઓનો ભરાવો થયેલ જોવા મળે છે. તેઓ કથ્થાઈ કે આછા લીલા રંગના હોય છે. લીલી શીંગોમાં રહેલ કાચા દાણામાંથી યુવાન અને પુખ્ત વયના જંતુઓ રસ ચૂસે છે. ચેપગ્રસ્ત શીંગો સુકાઈ જાય છે અને નાના કદના દાણા સાથે તેની પર પીળા રંગના ધબ્બા અને ખોરાક લેવાના કારણે કથ્થઈ રંગના ડાઘ દેખાય છે. જો ઉપદ્રવ વધુ હોય, તો છોડના કોમળ ભાગ કરમાઈ ને પછી સુકાઈ જાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

જંતુની વસ્તી ઘટાડવા માટે તેને પાણી અને તેલથી ભરેલા વાસણમાં એકઠા કરી લો. ખેતર નાનું હોય તો ફૂલો અને શીંગોની આવવાના સમયે, જંતુઓને હાથ વડે એકત્ર કરી તેનો નાશ કરી શકાય છે. કાળા સાબુ અને કેરોસીનના મિશ્રણને લાગુ કરો: 150 મિલી પાણીમાં 170 ગ્રામ કાળો સાબુ ઓગાળો. સાબુ/કેરોસીનનું ઘટ્ટ મિશ્રણ બનાવવા માટે તેને 1 લિટર કેરોસીનમાં ઓગાળો. 400 મિલી મિશ્રણને 5 લિટર પાણીમાં ઓગાળો. શીંગો આવ્યા બાદ અઠવાડિયે એક વાર છંટકાવ કરો.

રાસાયણિક નિયંત્રણ

ડાયમેથોએટ, મિથાઈલ ડેમેટોન, ઈમિડાક્લોપ્રિડ અથવા થિઆમેથોક્સામ શક્ય એવા કામ આપતાં જંતુનાશકો છે કે જેનો છંટકાવ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

સૂર્યપ્રકાશથી ભરપૂર દિવસો અને વધુ પડતો ભેજ શીંગોના કીડા માટે અનુકૂળ હોય છે. આવા હવામાન પછી, તમે ઉપદ્રવ જોઈ શકો છો. કથ્થઈ થી કાળા કાળા રંગના અને પાતળા પગ વાળા લાંબા તીતીઘોડા જોઈ શકાય છે. યુવાન કીડાં નમણા, પીળાશ પડતા હોય છે જે પાછળથી લીલાશ પડતાં કથ્થાઈ રંગના બને છે. ત્યારબાદ ઘેરા કથ્થાઈ રંગની કીડી જેવા દેખાય છે. પુખ્ત કીડાં કથ્થઈ રંગના, પાતળા, ઝડપી ઉડતા અને કૂદકા મારતા હોય છે.


નિવારક પગલાં

  • પ્રતિકારક્ષમ જાતો ઉગાડો.
  • ભારે ઉપદ્રવ ટાળવા માટે વહેલું વાવેતર કરો.
  • જંતુની વસ્તી ઘટાડવા માટે જુવાર અથવા લીલા ચણાની આંતરપાક કરો.
  • મકાઈ સાથે આંતરપાક કરશો નહીં.
  • વાવેતરના એક મહિના પછી છોડ પર નજર રાખો.
  • ખાસ કરીને સવારના સમયે જ્યારે કીડાં સક્રિય હોય ત્યારે પાકનું નિરીક્ષણ કરો.
  • પાકના બચેલા કચરામાં જંતુઓ ટકી ન રહે તે માટે જૂના છોડના ડાળખાને દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો