તુવેર અને મસૂર

કુડઝુ કીડા

Megacopta cribraria

જંતુ

ટૂંકમાં

  • નાના, અંડાકાર, આછા કથ્થઈ રંગના કીડાં.
  • સુકાયેલ પાંદડા.
  • શીંગોનો અયોગ્ય વિકાસ.

માં પણ મળી શકે છે


તુવેર અને મસૂર

લક્ષણો

તમે ઘેરા રંગના ટપકાં સાથે નાના કદના, અંડાકાર, આછા કથ્થઈ રંગના જંતુઓ જોઈ શકો છો. છોડના થડ પર થતો જંતુઓનો ભરાવો તપાસો. છોડની દાંડીના ભાગે જંતુઓનો ભરાવો અને ખોરાક લેવાની પ્રક્રિયા વધુ હોય છે. શીંગોનો અયોગ્ય વિકાસ અને પાંદડા પર સુકાયેલ ટપકાં માટે છોડનું નિરીક્ષણ કરો. શીંગોનો યોગ્ય વિકાસ થતો નથી અને તેના બીજ નાના તથા હલકા હોય છે, જેમાં શીંગો દીઠ દાણા પણ ઓછા હોય ​​છે. કીડા છોડમાંથી પોષક તત્ત્વો ચૂસે છે જેથી: પાંદડા અને દાંડી સુકાઈ જાય છે. કીડા જે જગ્યાએથી છોડના પોષક તત્વોને ચૂસે છે ત્યાં ઘેરા રંગના, નિર્જીવ ટપકાં દેખાય છે. પુખ્ત કીડા દાંડીને, જ્યારે નાના નાના જંતુઓ પાંદડાની નસોને ખાય છે. જ્યારે જંતુને અડવામાં આવે કે કચડવામાં આવે ત્યારે ગંધ આવે છે તેના પર ધ્યાન આપો. કુડઝુ કીડાં પાંદડા પર ચીકણું, ચાસણી જેવું પ્રવાહી છોડે છે. આ પ્રવાહીના કારણે એક પ્રકારની નિર્માણ થાય છે જે પાંદડા પર કાળા રંગનું આવરણ બનાવે છે, જેનાથી સૂર્યપ્રકાશમાં અવરોધ પડે છે અને પ્રકાશસંશ્લેષણ ઓછું થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

બ્યુવેરિયા બાસિયાના ફૂગ કુડઝુ કીડાંને ચેપ લગાવી તેનું નિયંત્રણ કરવામાં મદદ કરે છે. તે કુદરતી રીતે નિર્માણ થતી હોય તે જુઓ: ચેપગ્રસ્ત કથ્થાઈ કુડઝુ બગ્સ પર સફેદ, ફીણ જેવું ફુગનું આવરણ હોય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. પુખ્ત કીડાં પર છંટકાવ અસરકારક નથી: તેથી યુવાન જંતુ પર છંટકાવ કરવાની ખાતરી કરો. જયારે ઋતુની શરૂઆતમાં જોવા મળે અથવા છોડ દીઠ 5 પુખ્ત કીડાં દેખાય માત્ર ત્યારે જ છંટકાવ કરવો. પુખ્ત કીડાને સ્થાયી થવા દો અને પછી જ્યારે ઇંડામાંથી નવા કીડાં બહાર આવે ત્યારે છંટકાવ કરો. પાયરેથ્રોઇડ્સ (β-સાયપરમેથ્રિન, ડેલ્ટામેથ્રિન, સુમીસીડિન) અને ઓર્ગેનોફોસ્ફેટ્સનો અસરકારક જંતુનાશકોમાં સમાવેશ થાય છે. જંતુ પડવાની ઘટનાને ઓછી કરવા ઇમિડાક્લોપ્રિડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. શિંગો આવવાના સમયે ભલામણ કરેલ છંટકાવ કરવાથી કીડાંની વસ્તીનું નિયંત્રણ તેમજ જરૂરી સારવારની સંખ્યા પણ ઘટાડી શકે છે. છંટકાવ કરતા પહેલા, બ્યુવેરિયા બાસિયાના નામની ફાયદાકારક ફૂગ જે જંતુની વસ્તી ઘટાડી શકે છે, તેની હાજરી કાળજીપૂર્વક જુઓ. જે તમારો સમય અને પૈસા બચાવે છે!

તે શાના કારણે થયું?

આ કીડાં શિયાળો પાંદડાના કચરામાં અથવા ઝાડની છાલ નીચે વિતાવે છે. માદા કીડાં પાંદડાની નીચે તેમના લંબગોળ ઈંડાં મૂકે છે. આ ઇંડામાંથી નીકળતા નવા કીડાં શરીરે પુખ્ત કીડાં જેવા જ હોય છે. તેની શરૂઆત ખેતરના શેઢાથી થાય છે અને પછી અંદરની તરફ ફેલાય છે. શિયાળાના ઠંડા અને ટૂંકાં દિવસો તેઓ ઘરોમાં છુપાઈને વિતાવે છે અને આગામી ઉનાળાના ગરમ હવામાન સાથે ફરી નવું જીવનચક્ર શરૂ કરે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિકારક્ષમ જાતોનો ઉપયોગ કરો.
  • આ જંતુઓ સફેદ રંગ તરફ વધુ આકર્ષાય છે: પુખ્ત કુડઝુ કીડાંને આકર્ષવા અને પકડવા માટે સફેદ અથવા પીળા રંગના ચીકણા છટકાંનો ઉપયોગ કરો.
  • લણણી પછી તમારા ખેતરમાંથી પાકના અવશેષોને દૂર કરો.
  • છટકાં તરીકે કામ આપતા પાક માટે ખેતરના શેઢા પર વહેલા તૈયાર થતા સોયાબીનનું વાવેતર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો