તમાકુ

તમાકુમાં શીંગડાવાળી ઈયળ

Manduca sexta

જંતુ

ટૂંકમાં

  • પાંદડાં પર છિદ્રો અને બાહ્ય ભાગ ખવાઈ જવો.
  • પાંદડા ન દેખાવા.
  • ધેરા રંગનું દ્રવ્ય પડેલું દેખાવું.
  • ઈયળ દેખાવી.

માં પણ મળી શકે છે


તમાકુ

લક્ષણો

ઈયળ કુમળા પાંદડા અને વિકાસ પામતા અંકુરને ખાય છે, જેથી તેના પર કાણાં અને બાહ્ય નુકસાન જોઈ શકાય છે. પાંદડાં પર પડેલું ઘેરા રંગનું દ્રવ્ય તેમની હાજરી સૂચવે છે. જો તમે છોડનું નજીકથી નિરીક્ષણ કરશો તો તમે લીલા અથવા કથ્થાઈ રંગની ઈયળ જોઈ શકો છો. આ ઈયળ તમાકુના છોડના પાંદડા સંપૂર્ણ ખાઈ શકે છે, અને બાદમાં માત્ર દાંડી અને મુખ્ય નસો રહે છે. ગંભીર રોગ ફાટી નીકળે તો સમગ્ર ખેતરમાં પાંદડાં સંપૂર્ણપણે નષ્ટ થઇ શકે છે. ટામેટાંના કિસ્સામાં, ભારે ઉપદ્રવના પરિણામે ઈયળ કુમળા ફળને ખાય છે, અને ટામેટાં પર મોટા, ખુલ્લા ડાઘ નિર્માણ કરે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

લેબલ અને સ્થાનિક માર્ગદર્શન પ્રમાણે બેસિલસ થુરિંગિએન્સિસ (બીટી) ઉત્પાદનોનો ઉપયોગ કરો. બીટી એ એક બેક્ટેરિયા છે જે ગ્રહણ થયા બાદ ઈયળને મારી નાખે છે અને તે જૈવિક ખેતી માટે સલામત પણ છે. ઉપરાંત, પક્ષીઓ, નાના સસ્તન પ્રાણીઓ, લેડીબગ્સ, લેસવિંગ્સ અને પરોપજીવી ભમરી જેવા કુદરતી શિકારીઓ પણ શીંગડાવાળી ઈયળની વસ્તી ઘટાડવામાં મદદ કરે છે. જો તમને તમારા છોડ પર શીંગડાવાળી ઈયળ દેખાય, તો હાથ મોજા પહેરી તેને દૂર કરો અને તેને મારવા માટે સાબુવાળા પાણી ભરેલી ડોલમાં નાખી દો.

રાસાયણિક નિયંત્રણ

તમાકુમાં શીંગડાવાળી ઈયળ અને અન્ય ઈયળના સંચાલન માટે ઘણા રાસાયણિક જંતુનાશકો ઉપલબ્ધ છે. મેલાથિઓન, ડાયઝિનોન, કાર્બેરિલ અને ફેનિટ્રોથિઓન જેવા જંતુનાશકો જંતુના વિકાસના વિવિધ તબક્કાઓ પર અસર કરી શકે છે, પરંતુ ખાસ કરીને તે સક્રિય રીતે ખોરાક લેતી ઈયળ સામે વધુ અસરકારક હોય છે. જંતુનાશકો અથવા કોઈપણ પ્રકારના રાસાયણિક ઉત્પાદનનો ઉપયોગ કરતી વખતે, આંખના રક્ષણ સહીત, રક્ષણાત્મક કપડાં પહેરવા અને લેબલ પર લખેલી સૂચનાઓને કાળજીપૂર્વક વાંચવી ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. દરેક દેશ પ્રમાણે નિયમો જુદાજુદા હોય શકે છે, તમે તમારા વિસ્તાર પ્રમાણેના ચોક્કસ નિયમોનું પાલન કરી રહ્યા છો તેની ખાતરી કરો. તેનાથી ચોક્કસપણે સલામતી મળે છે અને સફળ સારવારની શક્યતા વધે છે.

તે શાના કારણે થયું?

આ લક્ષણો જંતુઓ દ્વારા નિર્માણ થાય છે. આ જંતુઓ માત્ર સોલાનેસિયસ છોડને જ ખાય છે જેમાં તમાકુ અને ટામેટાં મુખ્ય છે. આ ઈયળ એક પુખ્ત વયના માણસની પહેલી આંગળી જેટલી મોટી હોઈ શકે છે અને તેના શરીરના છેડે લાલ કે કાળા રંગના "શિંગડા" હોય છે. સામાન્ય રીતે ઈયળ લીલા રંગની હોય છે પરંતુ તે ક્યારેક કથ્થાઈ રંગની પણ હોઈ શકે છે અને તેના શરીરની બંને બાજુએ સાત ત્રાંસા સફેદ રંગના પટ્ટા હોય છે તથા શરીરની બંને બાજુએ વાદળી-કાળા રંગની આંખના ટપકાં હોય છે. યજમાન છોડના પાંદડાં પર માદા ફૂદાં ઇંડા મૂકે છે. તે સામાન્ય રીતે, જે છોડના પાંદડાં ખવાઈ ચુક્યા હોય તેવા છોડ પર ઇંડા મૂકશે નહીં. ઈંડાં માંથી બહાર આવ્યા બાદ ઈયળ છોડના પાંદડા અને દાંડીને ખાય છે. નિષ્ક્રિય અવસ્થામાં પહોંચતા સુધી ઈયળ તેની ચામડીને ઘણી વખત ઉતારી નાખે છે, અને તે અવસ્થામાં તે પુખ્ત ફૂદાંમાં પરિવર્તિત થાય છે. નિષ્ક્રિય અવસ્થામાં તે માટીની નીચે અથવા પાંદડાના કચરામાં ઊંડે જોવા મળે છે.


નિવારક પગલાં

  • જો તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય, તો તમાકુ માટે રોગ પ્રતિકારક જાત પસંદ કરો.
  • ખૂબ મોડેથી વાવણી કરશો નહીં; નહી તો તમારા કુમળા છોડમાં અન્ય ખેતરમાંથી જંતુઓ પડી શકે છે.
  • જંતુઓને અનુકૂળતા ન રહે તે રીતે, અને તમારા પાકનો યોગ્ય વિકાસ થઇ શકે તે માટે વધુ પડતું નહિ, પરંતુ પ્રમાણસર નાઇટ્રોજનયુક્ત ખાતર પૂરું પાડો.
  • ખાસ કરીને કુમળા પાંદડાં અને અંકુર તેની તંદુરસ્તી અને ચેપના લક્ષણો જોવા માટે તમારા પાકનું નિરીક્ષણ કરો.
  • આગામી બે વર્ષ સુધી સમસ્યા નિર્માણ ન થાય તે માટે, લણણી બાદ, જમીનમાં રહેલ જંતુઓનું સંચાલન કરો: તમાકુના છોડની ગૌણ દાંડીઓને કાપી નાખો, તેનો ખેતરની બહાર નિકાલ કર્યા બાદ ખેડ કરો.
  • ખેતરને ચોખ્ખું રાખવા લણણી પછી ડાળી ડાળખાં દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો