ખાટાં ફળો

કેરીના પાકમાં સફેદ ભીંગડાં

Aulacaspis tubercularis

જંતુ

ટૂંકમાં

  • પીળા પાંદડાં, પાંદડાં ખરવા, ડાળીઓ સુકાવી, ઓછા પ્રમાણમાં મોર, અટકેલ વિકાસવાળા અને વિકૃત ફળો.
  • ફળ અકાળે ખરી પડવા.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

પાંદડા, ડાળીઓ અને ફળો પર તેના રસને ચૂસવાના કારણે ઝખ્મ નિર્માણ થાય છે. ભારે ઉપદ્રવ હોય તો, આંબાના પાંદડાં પીળા પડવા, પાંદડાં ખરવા, ડાળીઓ સુકાવી અને મોરનો નબળો વિકાસ થાય છે જેના કારણે તેનો વિકાસ અને વૃદ્ધિ ઓછી થઇ શકે છે. પાકેલા ફળોની છાલ પર ગુલાબીરંગ દેખાય છે જેથી તે આકર્ષક લગતા નથી (દેખાવને નુકસાન,, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય નિકાસ બજારોમાં તેનું અવમૂલ્યન થાય છે. જેટલા પ્રમાણમાં વધુ જંતુ હોય, ફળની ઉપજમાં એટલું જ નુકસાન થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

કેરીમાં દેખાતા સફેદ ભીંગડા માટે ઘણા કુદરતી દુશ્મનો હોય છે. ખેતરોમાં કેરીમાં દેખાતા સફેદ ભીંગડાના શિકારીને વધારવા માટે ખેડુતો આકર્ષણ અને પોષકતત્વોનો ઉપયોગ કરી શકે છે. વધુ કુદરતી દુશ્મનો દાખલ કરવા શક્ય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશાં જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમને ધ્યાનમાં રાખો. તમારા વિસ્તાર માટે યોગ્ય નિયમનકારી જંતુનાશકોનો ઉપયોગ કરો અને પ્રતિકારક્ષમ વસ્તી નિર્માણ ન થાય તે માટે, તેમાં રહેલ સક્રિય ઘટકો બદલાતા રહે તે ધ્યાનમાં રાખો. યાદ રાખો કે કેરીના સફેદ ભીંગડાના રોગ સામે પાંદડાં પર કરવામાં આવતા જંતુનાશકના છંટકાવ ઓછા ઉપયોગી છે કારણ કે તે મોટાભાગે 20 મીટર ઉંચે હોય છે અને સ્પ્રે માટે ઉપયોગમાં લેવાતા સામાન્ય સાધનો દ્વારા ત્યાં પહોંચવું મુશ્કેલ હોય છે.

તે શાના કારણે થયું?

કેરીના સફેદ ભીંગડાના કારણે નુકસાન થાય છે, જે સ્થાયી, સશસ્ત્ર, નાનું, કવચ ધરાવતું હેમીપ્ટેરા, ડાયસ્પીડિડે સમુદાયનું જંતુ છે. આ જંતુ રોપાથી લઈને પરિપક્વતા સુધી વિકાસના તમામ તબક્કે કેરીના છોડ પર હુમલો કરી શકે છે. ખોરાક લેવાની પ્રક્રિયા દરમિયાન, આ જીવાત છોડના સત્વને ચૂસે છે અને તેમાં ઝેરી તત્વ દાખલ છે. કુમળા રોપાઓ અને કેરીના ઝાડને ખાસ કરીને વરસાદના સમયગાળા કરતા, ગરમ અને શુષ્ક હવામાન દરમિયાન વધુ અસર થઈ શકે છે.


નિવારક પગલાં

  • યોગ્ય ખેતર અને જાતની પસંદગી કરો.
  • એશિયા અને આફ્રિકામાં થયેલ સંશોધનના આધારે, આલ્ફાન્સો, કેન્ટ, ટોમી એટકિન્સ અને ડોડ જેવી જાતોની તુલનામાં એટાઉલ્ફો, એપલ, હેડન અને કીટ કેરીની જાતો કેરીના પાકમાં સફેદ ભીંગડાંના રોગ પ્રત્યે વધુ પ્રતીકરક્ષમ હોવાનું જાણવા મળ્યું છે.
  • સફેદ ભીંગડાંનું પખવાડિયામાં એક વાર નિરીક્ષણ કરો અને આંબાની ચેપગ્રસ્ત ડાળીઓને કાપી નાખો.
  • વિકાસ માટે સ્પર્ધાનું નિર્માણ ન થાય તે માટે યોગ્ય અંતર જાળવો.
  • ભૌતિક સુરક્ષા તરીકે લણણી પૂર્વે ફળને બેગમાં બાંધી સુરક્ષિત કરી શકાય છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો