ખાટાં ફળો

ખાટાં ફળોમાં સફેદ બરફ જેવા ભીંગડાં

Unaspis citri

જંતુ

ટૂંકમાં

  • ફળ પર સફેદ રંગના ભીંગડા.
  • પાંદડાની નીચેની બાજુએ પીળા રંગના ટપકાં.
  • પાંદડા અકાળે ખરવા.
  • પર્ણદંડનો નાશ.
  • આખરે ડાળીઓનો નાશ.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

સામાન્ય રીતે ઉપદ્રવ વૃક્ષના થડ કે મુખ્ય ભાગ પર થાય છે. જો તે વધુ ગંભીર થાય તો પર્ણદંડ, પાંદડા અને ફળને પણ અસર કરે છે. આનાથી પાંદડાઓની નીચેની બાજુએ પીળા રંગના ટપકાં નિર્માણ થાય છે, જેથી પાંદડાં અકાળે ખરે છે, પર્ણદંડ સુકાય છે અને છેવટે ડાળીઓનો નાશ થાય છે. ગંભીર રીતે ચેપ લાગેલ છાલ ઘેરા રંગની અને નરમ બને છે, ખેંચાયેલ દેખાય છે અને અંતે ફાટી જાય છે, જે વૃક્ષ પર ફૂગને વધુ હુમલો કરવા પરવાનગી આપે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

જો આ જીવાતનો ઉદ્ભવ થઇ ચુક્યો હોય તો એફઇટીસ લિંગનેનેન્સિસ પરોપજીવી ફૂદાં આ જીવાતને નિયંત્રિત કરવા માટે અસરકારક છે. ચૂનો (પોલીસલ્ફાઇડ સલ્ફર) અથવા પલાળેલ સલ્ફરનો ઉપયોગ કરો, પછી ચૂના અને તેલના છંટકાવ વચ્ચે ઓછામાં ઓછા 30 દિવસ છોડી દો. જો કે, ચૂનો એફઇટીસ લિંગનેનેન્સિસ પર પ્રતિકૂળ અસર કરી શકે છે. ચિલોકોરસ સરકામડેટસ પણ સફળ જૈવિક નિયંત્રણ હોવાનું જણાયું છે. સફેદ તેલ, સાબુ અને હોર્ટિકલ્ચરલ ઓઇલનો છંટકાવ કરવાથી કીડાંના શ્વાસ લેવા માટેના કાણાંને પુરી દે છે જેનાથી ગુંગણામણ થાય છે અને અંતે તેનો નાશ થાય છે. જંતુને તેલનો સ્પર્શ થાય તે રીતે પાંદડાની નીચેની બાજુએ છંટકાવ કરો. સાબુ ​​અથવા તેલ સાથે બીજો છંટકાવ 3-4 અઠવાડિયા પછી જરૂરી થઇ શકે છે. રાસાયણિક નિયંત્રણ એજન્ટોના ઉપયોગથી જૈવિક નિયંત્રણ એજન્ટોની અસરકારકતામાં ઘટાડો થઇ શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. 50% મેલેથિયન બરફ જેવા સફેદ ભીંગડા સામે ઉપયોગી છે, તેનો પાંદડાની નીચેની સપાટીએ છંટકાવ કરો. સક્રિય સુક્ષ્મ કીડા સામે સિન્થેટીક પાયરેથ્રોઇડ જંતુનાશકો પણ અસરકારક રહે છે. માલાથિયન અને કૃત્રિમ પાયથ્રોઇડ્સ કુદરતી દુશ્મનોને મારી શકે છે, તેથી જો શક્ય હોય તો તેનો ઉપયોગ ટાળવો જોઈએ.

તે શાના કારણે થયું?

સફેદ ભીંગડાં નિર્માણ કરતાં કિડાં (યુનેસપીસ સાઇટ્રી) ના પુખ્ત વયના કીડાના કારણે લક્ષણો નિર્માણ થાય છે. ઇંડા લંબગોળ, તેજસ્વી નારંગી રંગના અને લગભગ 0.3 મીમી લંબાઈના હોય છે. પુખ્ત માદા 1.5 થી 2.3 મીમી લાંબી અને તેના નાના, ઘેરા રંગના ભીંગડા ફળ પર ડાઘ જેવા દેખાય છે. માદા તેમના મોઢાને વૃક્ષમાં દાખલ કરે છે અને ફરી ક્યારેય ત્યાંથી ખસતી નથી, અને તે સ્થળે જ ખાય છે અને બચ્ચાંઓને જન્મ આપે છે. તેમનું કવચ ઓઇસ્ટર છીપલા જેવા આકારનું, કથ્થાઈ પડતાં જાંબલી કે કાળા રંગનું હોય છે, જેને રાખોડી કિનારી હોય છે. પરિપક્વ બને ત્યાં નર બખ્તરવાળા ભીંગડા પણ સ્થિર હોય છે. અપરિપક્વ નર સફેદ, સમાંતર બાજુઓ અને ત્રણ આડા વિભાગો, એક વચ્ચે અને બે કિનારી વાળા હોય છે. યુ. સિટ્રીએ વેક્સ અને અગાઉની કાંચળી થી રક્ષણાત્મક કવચ બનાવે છે. આ કવચ જંતુના મૃત્યુ બાદ પણ ફળમાં રહે છે, જે ફળને અયોગ્ય બનાવે છે.


નિવારક પગલાં

  • નવી રોપણીમાં જતા પહેલાં ખેતીના સાધનોને સ્વચ્છ કરો.
  • રોપણીના નવા વિસ્તારમાં પ્રવેશતા પહેલા તમારા કપડાને બ્રશ કરો.
  • નાના કીડાં પવન, ખેતીના સાધનો અને ખેતરમાંમાં કામ કરતાં કામદારો દ્વારા આવે છે.
  • ખાટાં ફળોમાં સફેદ ભીંગડાં નિર્માણ કરતાં કિડાં બાળ જીવનના તબક્કે ફરતાં રહેતાં હોવાથી, આ તબક્કે તેના ફેલાવાને રોકવું ઘણું મહત્વપૂર્ણ છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો