Leucoptera sp.
જંતુ
શરૂઆતમાં, કાણા રચાય છે અને પછીથી મોટાભાગની સપાટી પર વિકસિત થઇ સુકાયેલ ભાગ નિર્માણ થાય છે. લાર્વા કાણામાં રહે છે અને મેસોફિલ પર નભે છે. પાંદડા નબળા બને છે અને પ્રકાશસંશ્લેષણ થઇ શકતું નથી. છોડ પરથી પાંદડાં ખરી પડે છે અને આખરે તેનો નાશ થાય છે.
પાકની કાળજી રાખવાની પદ્ધતિ અને જમીનનું માળખું જંતુને પ્રભાવિત કરી શકે છે તથા કુદરતી દુશ્મનો દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રણાલી તેમની વિવિધતા અને વિપુલતાને સુધારે છે. કોફીની જટિલ પ્રણાલી શિકારી ભમરી, કીડીઓ અને અન્ય શિકારીઓની જૈવવિવિધતા સાથે સંકળાયેલ છે. જો કે, આ કુદરતી દુશ્મનોનો જૈવિક નિયંત્રણ તરીકે ઉપયોગ કરવા માટે નોંધપાત્ર પ્રયાસ કરવામાં આવ્યા નથી. જંતુની વર્તણુક બદલવા અને તેની વસ્તીને ઘટાડવા માટે ફેરોમોન્સનો ઉપયોગ કરી શકાય છે.
હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. હાલમાં, કોફી ઉત્પાદકો ઓર્ગેનોફોસ્ફેટ્સ, કાર્બેમેટ્સ, પિરેથ્રોઇડ્સ, નિયોનિકોટિનોઇડ્સ અને ડાયશેડ્સ જેવા ન્યુરોટોક્સિક જંતુનાશકોનો ઉપયોગ કરે છે. જો કે, રાસાયણિક નિયંત્રણનો માર્ગ પર્યાપ્ત નથી અને જંતુમાં તેના પ્રત્યે પ્રતિકાર નિર્માણ થવાના કારણે તેની અસરકારકતા ગુમાવી શકે છે.
કોફીના પાંદડાંમાં કાણાં પાડનાર (સીએલએમ) ના લાર્વા ના કારણે નુકસાન થાય છે, જે ફક્ત કોફીના પાંદડા ને જ ખાય છે. રાત્રી દરમિયાન પુખ્ત કીડા પ્રજનન કરે છે અને માદા કિડા કોફીના પાંદડાની ઉપરની સપાટી પર ઇંડા મૂકે છે. ઈંડા મુકવા પૂર્વેનો સમય 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 3.6 દિવસ હોય છે. દરેક ઇંડા લગભગ 0.3 મીમી કદના હોય છે અને તે નરી આંખથી જોવા મુશ્કેલ હોય છે. ઈંડામાંથી બહાર આવ્યા બાદ, પાંદડાની બહારની સપાટીના સંપર્કમાં રહેલ ઈંડાનો નીચલો ભાગ પાંદડા પર જ છોડી દઈને લાર્વા પાંદડામાં પ્રવેશ કરે છે. લાર્વા પારદર્શક અને 3.5 મીમી લંબાઈ સુધીના હોય છે. લાર્વા પાંદડાના મેસોફિલ પર નભે છે અને પાંદડામાં કાણા પાડે છે. આ કાણા ના કારણે પાંદડા સુકાય છે, તથા પ્રકાશસંશ્લેષણ માટે જરૂરી પાંદડાની સપાટીને ઘટાડે છે. આનાથી છોડમાં પ્રકાશસંશ્લેષણનો દર ઘટે છે અને છોડને નાશ તરફ દોરી જાય છે. લાર્વા ને ચાર તબક્કા હોય છે. લાર્વા કાણામાંથી બહાર આવે છે અને રેશમ જેવા તાંતણાથી એક્સ આકારના કોશેટા બનાવે છે, જે સામાન્ય રીતે પાંદડાના રેખીય પ્રદેશમાં હોય છે અને ત્યાં પુપ નિર્માણ થાય છે. સામાન્ય રીતે, છોડના નીચલા ભાગમાં જ્યાં નાશ પામેલ પાંદડાનો ભરાવો હોય છે ત્યાં વધુ પુપ જોવા મળે છે. પુપમાંથી સરેરાશ 2 મીમી લંબાઈ અને 6.5 મીમી પાંખ સાથે પુખ્ત વયના કીડા ઉદ્ભવે છે. તેઓ લાંબા એન્ટેના સાથે સફેદ વાળ જેવા ભીંગડા ધરાવે છે જે પેટના છેડા સુધી ફેલાયેલ હોય છે અને કથ્થઈ-સફેદ રંગની પાંખો ધરાવે છે. પુખ્ત વયના કીડા બહાર આવ્યા બાદ પ્રજનન કરે છે અને ઈંડા મૂકી આવનારી પેઢીનું ચક્ર ફરીથી શરૂ કરે છે. સૂકા અને વધુ તાપમાનવાળા વાતાવરણમાં જંતુની ઘટના વધુ જોવા મળે છે.