શેરડી

કાણાં પાડનાર ભૂખરા રંગના ફૂદાં

Chilo tumidicostalis

જંતુ

ટૂંકમાં

  • શેરડીના ટોચ પર આવેલ ભાગમાં કાણાં.
  • પોલી શેરડી.
  • આસપાસ અને ટોચના પાંદડા સુકાયેલા.
  • ઘેરા રંગનું માથું અને ઘેરા રંગના પટ્ટા કે ટપકાં વાળા સફેદ લાર્વા.

માં પણ મળી શકે છે

1 પાક

શેરડી

લક્ષણો

અસરગ્રસ્ત શેરડી પર સુકાયેલ ટોચ દ્વારા આ જંતુની હાજરી સરળતાથી ઓળખી શકાય છે. શેરડીની ઉપરની 3 થી 5 ગાંઠોમાં ઇંડામાંથી બહાર આવેલા લાર્વાના સમૂહના કારણે પ્રાથમિક ઉપદ્રવ નિર્માણ થાય છે, જે એક સાથે 50 થી 180 ની સંખ્યામાં હોઈ શકે છે. ટોચના ભાગો પર કેટલાય કાણાં સ્પષ્ટ જોઈ શકાય છે. અસરગ્રસ્ત સાંઠાઓ લાલ રંગના ઉત્સર્જન દ્રવ્યથી ભરેલા હોય છે. શેરડી પોલી હોય છે અને આસપાસ તથા ટોચના પાંદડા સુકાયેલ હોય છે અને સરળતાથી તોડી શકાય છે. અસરગ્રસ્ત ભાગની બાજુની ગાંઠ પર મૂળ ફૂટે છે અને તેમાંથી સંપૂર્ણપણે નવો સાંઠો અંકુરિત થાય છે; નવી કળીઓનું પણ અંકુરણ થાય છે. પછીના ઉપદ્રવના કિસ્સામાં, વિક્સિત લાર્વા બાજુની અન્ય શેરડી અથવા પ્રાથમિક હુમલો દર્શાવતી શેરડીના નીચલા તંદુરસ્ત ભાગ પર ફેલાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

કોટેસિયા ફ્લેવીપેસ અને ટ્રાયકોગ્રામા ચીલોનીસ ભમરી એ સી. ટ્યુમિડીકોસ્ટલીસ ના અસરકારક કુદરતી દુશ્મનો છે. હળવા હવામાનમાં તેને ખેતરમાં છોડવા માટે ટ્રાઈકો કાર્ડ્સ અથવા સિઅલનો ઉપયોગ કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આજદિન સુધી આ જંતુ સામે કોઈપણ પ્રકારની રાસાયણિક નિયંત્રણ પદ્ધતિ વિષે અમને ખબર નથી. સામાન્ય રીતે, રાસાયણિક નિયંત્રણ પગલાં અસરકારક હોતા નથી. જો તમે ઘટનાઓ અથવા લક્ષણોની તીવ્રતાને ઘટાડી શકે તેવી કોઈપણ સફળ પદ્ધતિ વિશે જાણતા હોવ, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.

તે શાના કારણે થયું?

ચેલો ટ્યૂમીડિકોસ્ટીસના લાર્વાની ખુબ જ ખાવાની પ્રવૃત્તિના કારણે નુકસાન થાય છે. ફૂદાં તજ જેવા કથ્થઈ રંગના અને જેની કિનારી પરરૂપેરી ટોચ ધરાવતા કાળા રંગના ઘણાં બધાં ટપકાં દેખાય છે. પાછળની પાંખ સફેદ હોય છે, પરંતુ નર ફુદાંના કિસ્સામાં આગળના ભાગમાં થોડા આછા કથ્થઈ રંગના ભીંગડા હોય છે. માદાના ગુદાના ભાગમાં જાડા વાળ જોઈ શકાય છે. માદા જંતુ પાંદડાની નીચેના ભાગ પર 4 થી 5 હરોળમાં 500 થી 800 ઇંડા મૂકે છે. ઇંડા મેલિયા સફેદ રંગના અને સાથે આછા લીલા રંગનું આવરણ હોય છે પરંતુ તે સેવાઈ ગયા બાદ લાલ રંગના થાય છે. લાર્વા મિલનસાર, સુસ્ત, કાળા / નારંગી રંગના માથાવાળા સફેદ રંગના હોય છે, જે પછીના તબક્કે ક્રીમ રંગના બને છે. બે ગાંઠ વચ્ચેના ભાગમાં તેનો વિકાસ થાય છે. ભેજવાળા વાતાવરણમાં જંતુની વસ્તી વધે છે. ભારે જમીન અને પાણી ભરાવા અથવા વધુ પડતા પાણી વાળા ખેતરમાં ગંભીર ઘટનાઓ નિર્માણ થાય છે.


નિવારક પગલાં

  • લક્ષણો જોવા માટે નિયમિત રીતે તમારા ખેતરનું નિરીક્ષણ કરો.
  • પાણીનો ભરાવો થતો અટકાવો.
  • પુખ્ત ફૂદાંને પકડવા માટે પ્રકાશિત છટકાં સ્થાપિત કરો.
  • ઈંડાના સમૂહને અને પ્રાથમિક ઉપદ્રવ દર્શાવતી શેરડીની ટોચને ભેગા કરી તેનો નાશ કરો.
  • જીવાત સહિતના નાશપ્રાયઃ સાંઠાને દૂર કરી બંનેનો નાશ કરો.
  • કુદરતી દુશ્મનો જંતુ વસ્તીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, તેથી તેની જાળવણી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો