શેરડી

શેરડી પર ભીંગડા

Melanaspis glomerata

જંતુ

ટૂંકમાં

  • પાંદડા અને શેરડીના સાંઠા સુકાવા.
  • અટકેલો વિકાસ.
  • પાંદડાંની મુખ્ય નસ અને થડ ગોળાકાર, ઘેરા રંગના ભીંગડા દ્વારા ઢંકાયેલ હોય છે.

માં પણ મળી શકે છે

1 પાક

શેરડી

લક્ષણો

થડ અને પાંદડાની મુખ્ય નસ ગોળાકાર, કથ્થઈ અથવા રાખોડી-કાળા ભીંગડાથી ઢંકાયેલ હોય છે. ચેપગ્રસ્ત સાંઠાના પાંદડાં ટોચ પરથી સુકાય છે અને તે તાજગીરહિત, આછા લીલા રંગના દેખાય છે. પાંદડાઓ સતત ઉપદ્રવ સાથે પાછળથી પીળા પડે છે. સત્વ ગુમાવવાના કારણે પાંદડાં ખુલી શકતા નથી અને તે આખરે પીળા પડી અને સૂકાઈ જાય છે. છેવટે, સાંઠા સુકાય છે અને જયારે કાપીને જોવામાં આવે તો કથ્થઈ-લાલ રંગના દેખાય છે. ચેપગ્રસ્ત સાંઠા નબળા બની જાય છે અને તીવ્ર ઉપદ્રવના કિસ્સામાં સમગ્ર સાંઠો જંતુ નિર્માણ કરતા ઘટકથી ઢંકાઈ જાય છે. બેઠાડુ વૃત્તિ અને નાના કદને લીધે, જંતુ શેરડી ઉત્પાદકના ધ્યાનમાં આવતા નથી. અને ગંભીર નુકસાન થયા પછી જ તેના અસ્તિત્વની ખબર પડે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

1% માછલીના તેલ રોસીન સાબુના ઇમલ્સનમાં સાંઠાને ડુબાડો. સફેદ તેલ (પાંદડા અને સાંઠા) છાંટો, જે કુમળા ભીંગડા સામે થોડા અસરકારક હોય છે. 5 સીસી / એસી ના દ્દરે ચિલોકોરસ નેગ્રેટસ અથવા ફારસ્કિમનસ હોર્ની ના ઈંડાને દાખલ કરો. જંતુના ભીંગડાને ખાય તેવા, એનાબ્રોટેપિસ મયુરાઇ, ચીલોન્યુરસ એસપી. જેવા હાયમેનોપ્ટેરન પેરાસિટોઇડ્સ અને સાનીઓસ્યુલસ ન્યુડુસ, ટાયરોફેગસ પુટ્રેસિન્ટી જેવી હિંસક જીવાત દાખલ કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વાવેતર પહેલાં વાવેતર માટેની ગાંઠને 0.1% મેલેથીઓનના દ્રાવણમાં પલાળો. પાકનો કચરો દૂર કર્યા બાદ 2 મિલી/લી ના દરે ડાયમીથોએટ અથવા 1.6 મિલી/લી ના દરે મોનોક્રોટોફોસનો છંટકાવ કરો. પાકનો કચરો દૂર કર્યા બાદ,જંતુ દેખાવાની શરૂઆત થાય તેની પહેલા, બે વખત 1 ગ્રા/લી ના દરે એસેફેટ 75 એસપી સાથે સાંઠાની સારવાર કરો.

તે શાના કારણે થયું?

ક્રાઉલરના ભીંગડાને કારણે નુકસાન થાય છે. માદાઓ ઓવવિવિપરસ હોય છે - એટલે કે યુવાનો કીડા ઇંડા દ્વારા ઉત્પન્ન થાય છે જે માદાના શરીરની અંદર જ ઇંડામાંથી બહાર આવે છે. ઇંડામાંથી બહાર આવ્યા બાદ, ક્રાઉલર (યુવાન અપરિપક્વ ભીંગડા) ખોરાક માટેની જગ્યાની શોધમાં ભટકતા હોય છે. તેઓ પોતાનું સોય જેવી ચાંચ શિરડીમાં ખોસી રસ કાઢે છે અને પછી ત્યાંથી ખસતા નથી. બે ગાંઠો વચ્ચેનો ભાગ નિર્માણ થવાના સાથે ચેપની શરૂઆત થાય છે અને જેમજેમ છોડની વૃદ્ધિ થાય તેમતેમ ચેપનો વધુ વિકાસ થાય છે. ક્રાઉલરસ છોડનું સત્વ ચૂસે છે. ગંભીર ઉપદ્રવના કિસ્સામાં, પર્ણ દંડ, પાંદડાની સપાટી અને તેની મુખ્ય નસને પણ ચિપ લાગે છે.


નિવારક પગલાં

  • CO 439, CO 443, CO 453, CO 671, CO 691 અને CO 692 જેવી પ્રતિકારક્ષમ જાતોનો ઉપયોગ કરો.
  • ભીંગડાના જંતુઓથી મુક્ત હોય તેવી ગાંઠોનું વાવેતર કરો.
  • ભીંગડાનો વસ્તી વધારો મંદ પાડવા માટે સ્વચ્છ વાવેતર સામગ્રીનો ઉપયોગ કરો.
  • ખેતર અને ખેતરના પાળાને નીંદણમુક્ત રાખો.
  • ખેતરમાંથી બંધિયાર પાણી દૂર કરો.
  • ઉપદ્રવના ચિન્હો જોવા માટે નિયમિત રીતે તમારા ખેતરનું નિરીક્ષણ કરો.
  • શેરડીના ભારે ચેપવાળા છોડને ઉખાડી અને બાળી તેનો નાશ કરો.
  • બિન-યજમાન પાક (દા.ત.
  • ઘઉં) સાથે પાકની ફેરબદલી કરો.
  • વાવેતરના 150 અને 210 માં દિવસે પાકમાંથી કચરો દૂર કરો.
  • લણણી બાદ પુનઃઅંકુરણ થતું અટકાવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો