શેરડી

ટોચમાં કાણાં પાડનાર સફેદ રંગના ફૂદાં

Scirpophaga excerptalis

જંતુ

ટૂંકમાં

  • નાશ:પ્રાય.
  • આખા પાંદડાં પર સમાંતર કાણાંઓની હારમાળા.
  • ડાળીઓ, વધતી ટોચ અને પાંદડા અંદરથી ખવાઈ જવા.
  • રૂપેરી રંગના સફેદ ફૂદાં.

માં પણ મળી શકે છે


શેરડી

લક્ષણો

જ્યારે પાંદડાં ખુલે ત્યારે તેની સમાંતરે આવેલ શ્રેણીબદ્ધ કાણાં એ જંતુની ક્રિયાનું સ્પષ્ટ લક્ષણ છે. પાંદડાની મધ્યમાં આવેલ શીરાની અંદર કથ્થઈ રંગનું બોગદું હોય છે, જે જંતુના હુમલાને પ્રારંભિક તબક્કામાં ઓળખવા માટેનું ચોક્કસ લક્ષણ છે. વધતી ટોચ પાસેના પાંદડા પાસે ઇંડાઓનો સમૂહ જોવા મળે છે. વધતી ટોચ પર હુમલો કરી સંપૂર્ણ સાંઠાનો નાશ કરે છે. શેરડી નાશ:પ્રાય થાય છે, અને તે રંગે લાલ બને છે. ટોચના અંકુર સુકાઈ જાય છે અને તેનો વિકાસ અટકે છે. બાજુ પરના અંકુરના વિકાસના કારણે છોડનો ગુચ્છેદાર વિકાસ જોવા મળે છે. જમીનના સ્તરની નજીકના થડ પર નાના કાણાં જોઈ શકાય છે. એક ટોચની અંદર ફક્ત એક જ લાર્વા જાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

10 દિવસમાં 2-3 વખત ટ્રાઈકોગ્રામા ચિલીનીઝ જેવા પરોપજીવીના ઇંડા 10,000 / હેકટર અથવા કાયમી પરોપજીવી તરીકે ઇંચનેમોનિડ પેરાસિટાઇઝ્ડ ગેમ્બ્રોઈડ્સ (આઈસોટીમા) જાવેન્સિસ(100 જોડી / હેકટર) દાખલ કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. કાર્બોફુરન 5% જી (33.3 કિગ્રા/ હેક્ટર) જેવા જંતુનાશકો છુટા વેરીને લાગુ કરો, અથવા ક્લોરેન્ટ્રેનિપ્રોલ 18.5% એસસી (375 મિલી/ હેક્ટર) નો છંટકાવ કરો. મૂળના નજીકના ચાસમાં ખાડો કરી તેમાં થોડા કાર્બોફુરન ના દાણા નાખી, ત્યારબાદ હળવી સિંચાઈ કરીને પણ સારવાર કરી શકાય છે. જો કે, અસરગ્રસ્ત કુમળા છોડની ટોચને કાપવી એ સૌથી વધુ અસરકારક છે.

તે શાના કારણે થયું?

શેરડીમાં જોવા મળતા સફેદ રંગના ટોચમાં કાણાં પાડનાર, સ્કિરપોફેગા એકઝરપટેલિસ, ના કારણે નુકસાન થાય છે. પુખ્ત ફૂદાંને સફેદ પાંખો અને તેનો આગળનો ભાગ પીંછા જેવો હોય છે. માદા જે ઇંડા મૂકે છે તે પીળા-કથ્થાઈ રંગના વાળ અથવા પફ દ્વારા ઢંકાયેલા હોય છે. વળેલા પાંદડા દ્વારા લાર્વા કાણાં પડે છે, અને તેના કારણે દર્શાવેલ નુકસાન થાય છે. લાર્વા લગભગ 35 મીમી લાંબા, રંગે ક્રીમ-સફેદ અથવા પીળા અને તેનું માથું કથ્થાઈ, કોઈપણ જાતના પટ્ટા વગરના, અને ટૂંકા પગ ધરાવે છે. તેઓ પછી પાંદડાના મધ્ય ભાગને ખાતાંખાતાં છોડના મુખ્ય ભાગ સુધી પહોંચે છે. તેની ત્રીજી પેઢીથી શેરડીને સૌથી વધુ નુકસાન થાય છે. ખાસ કરીને ભેજવાળા વાતાવરણમાં, કુમળા છોડ જંતુ માટે સૌથી વધુ સંવેદનશીલ હોય છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો, CO 419, CO 745, CO 6516, CO 6516, CO 6516, CO 7224 અથવા CO 7224 જેવી સક્ષમ અથવા પ્રતિકારક્ષમ જાતોનો ઉપયોગ કરો.
  • વાવેતર માટે જોડીયુક્ત ચાસ પદ્ધતિ પસંદ કરવામાં આવે છે.
  • મસાલા અથવા કઠોળ જેવા બિનયજમાન પાક ને આંતરપાક તરીકે ઉપયોગ કરો.
  • આ માટે મકાઈ, જુવારનો ઉપયોગ કરશો નહીં.
  • પુખ્ત ફૂદાંનું નિરીક્ષણ કરવા માટે તમારા ખેતરમાં હેકટર દીઠ 2-3 ફેરોમોન ટ્રેપ મૂકો.
  • કુદરતી દુશ્મનો માટે, બહાર નીકળી શકાય તેવા વિકલ્પ સાથેના, 5 હેકટર દીઠ 2 પ્રકાશિત અથવા ફેરોમોન ટ્રેપ મુકો.
  • વૈકલ્પિક રીતે સવારે અથવા જયારે સૂર્ય ક્ષિતિજ પર હોય ત્યારે પાક પર નેટ લગાડો.
  • છોડના અસરગ્રસ્ત ભાગોને દૂર કરો.
  • પ્રજનન દરમિયાન ભેગા થયેલ ઇંડાઓને એકત્રિત કરો.
  • બીજી પેઢી દરમિયાન મૃતપ્રાય છોડનો નાશ કરો.
  • કુદરતી શિકારી અને પરોપજીવીઓને સાચવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો