શેરડી

ગાંઠમાં કાણા પાડનાર કીડા

Chilo sacchariphagus indicus

જંતુ

ટૂંકમાં

  • કાણાંવાળા પાંદડા.
  • બે ગાંઠો વચ્ચે ટૂંકું અંતર.
  • ડાળી અને થડ આંતરિક રીતે ખવાઇ જાય.
  • કથ્થઈ માથા વાળા સફેદ જેવા લાર્વા, જેની પીઠ પર આડી પટ્ટીઓ અને ઘેરા રંગના ટપકાં.

માં પણ મળી શકે છે


શેરડી

લક્ષણો

ઈયળ સૌપ્રથમ ગોળ વળેલા કુમળા પાંદડાને ખાય છે અને તેના પર કાણા પાડે છે. છોડના વિકાસના શરૂઆતના તબક્કે, તેઓ છોડની વધતી ટોચને ખાય છે અને તેને નાશ:પ્રાય બનાવે છે. વિપુલ પ્રમાણમાં કાણાં હોવાના કારણે બે ગાંઠો વચ્ચેનું અંતર સંકુચિત અને ટૂંકું હોય છે. અંદરથી ખાવા માટે જ્યારે તે સાંઠામાં કાણું પાડી અંદર પ્રવેશ કરે છે ત્યારે પાડેલા કાણાંને ઉત્સર્જિત દ્રવ્યથી ભરી દે છે. લાર્વા સાંઠાની પેશીઓમાં આગળ વધે છે, અને તેમાં લાલાશ નિર્માણ કરે છે, અને તેને નુકસાન પહોંચાડે છે. શેરડીના સાંઠા નબળા પડી જાય છે અને તે પવનથી સરળતાથી તૂટી પડે છે. અન્ય લક્ષણો તરીકે તેની વૃદ્ધિમાં ઘટાડો જોવા મળે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આ જંતુ માટે, કોઈ જૈવિક પ્રકારના જંતુનાશકો વિષે જાણ નથી, પરંતુ વિવિધ પરોપજીવી શેરડીની ગાંઠમાં કાણા પાડનાર જંતુનો નાશ કરવા માટે સક્ષમ છે. અઠવાડિયે 50,000 પરોપજીવીઓ / હેકટર ટ્રાયકોગ્રામા ઑસ્ટ્રેલિયાક્યુમ દાખલ કરો. 4 મહિના પછી દર 15 દિવસે ઈંડા માટે પરોપજીવી એવા ટ્રિફોયોગામમા ચેલોનિસ ને 2.5 મિલી/ હેક્ટર દીઠ 6 વાર દાખલ કરો. પેરાસિટોઇડ્સ સ્ટેનોબ્રાકોન ડીસા અને ઍપ્ટેલસ ફ્લેવિપ્સ લાર્વા માટે પરોપજીવી છે. પુપા તબક્કે પરોપજીવી તરીકે, પેરાસિટોઇડ્સ ટેટ્રાસ્ટિકસ આયયારી અને ટ્રિકોસ્પિલસ ડાયેટ્રેઇને આપી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વિકાસના તબક્કે સંપર્ક તરીકે કાર્ય કરતા મોનોક્રોટોફોસ જંતુનાશકનો પખવાડિયામાં એક વાર ઉપયોગ કરવો. જો નુકસાન વધુ ગંભીર હોય તો જમીનમાં 30 કિલોગ્રામ / હેક્ટર ના દરે 3 ગ્રા કાર્બોફુરનના દાણા લાગુ કરો.

તે શાના કારણે થયું?

ચીલો સાચારિફેગસ ઇન્ડિકસના લાર્વાને કારણે છોડને નુકસાન થાય છે. પુખ્ત ફૂદાં નાના, સુકાયેલ ઘાસ જેવા રંગના, અને તેની પાછળની પાંખો સફેદ તથા આગળની પાંખોની કિનારી પર ઘેરા રંગની લીટીઓ હોય છે. એક વર્ષમાં લગભગ તેની 5-6 પેઢીઓ નિર્માણ થાય છે, અને તે સમગ્ર વર્ષ દરમિયાન સક્રિય રહે છે. સામાન્ય રીતે શરૂઆતથી લઈને લણણી સુધી છોડ પ્રભાવિત થઇ શકે છે. લાર્વા સાંઠાની ગાંઠમાં પ્રવેશ કરે છે, અને થડમાં દાખલ થઇ સાંઠામાં ઉપર તરફ વધે છે. શેરડીની આસપાસ પાણીનો ભરાવો, વધુ પડતું નાઇટ્રોજનયુક્ત ખાતર તેમજ નીચુ તાપમાન અને વધુ પડતો ભેજ શેરડીની ગાંઠમાં કાણાં પાડનાર કીડાના વિકાસની તરફેણ કરે છે. મકાઈ અને જુવાર અન્ય યજમાન પાક છે.


નિવારક પગલાં

  • CO 975, COJ 46 અને CO 7304 જેવી પ્રતિકારક્ષમ જાતોનો ઉપયોગ કરો.
  • વાવેતર માટે જંતુમુક્ત સાંઠા પસંદ કરો.
  • પાકની નિયમિત કાળજી રાખો.
  • સમયાંતરે ઇંડાને એકઠા કરી તેનો નાશ કરો.
  • તમારા પાકની વિશેષ કાળજી કરીને, તથા શેરડીના ખેતરની અંદર અને આસપાસથી નીંદણ દૂર કરી અને તેનો નાશ કરીને ખેતરની યોગ્ય સ્વચ્છતા જાળવી રાખવાની ટેવ રાખો.
  • વાવેતરના 150 અને 210 માં દિવસે શેરડીના સુકાયેલા પાંદડાને ખેતરમાંથી દૂર કરો.
  • જંતુના નિરીક્ષણ માટે પ્રતિ હેકટર 10 ફેરોમોનના છટકાં ગોઠવો અને, તેને દર 45 દિવસે બદલી નાખો.
  • લાભદાયી જંતુઓ અને કુદરતી શિકારીઓને બચાવવા માટે વિવિધ પ્રકારના જંતુનાશકોનો ઉપયોગ ન કરો.
  • લણણી પછી, મોડેથી વિકાસ પામેલા અંકુરોને દૂર કરો અને તેનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો