કેળા

થેલી જેવા કીડાં

Kophene cuprea

જંતુ

ટૂંકમાં

  • પાંદડામાં ખોરાક લેવાના કારણે નિર્માણ થયેલ કાણાં.
  • ખૂણા વાળી થેલી સાથે કથ્થાઈ રંગના લાર્વા.

માં પણ મળી શકે છે

1 પાક

કેળા

લક્ષણો

લાર્વા પાંદડામાં રહેલ ક્લોરોફિલનો નાશ કરે છે અને પછી અનિયમિત છિદ્રો બનાવે છે. આ છિદ્રો એક પટ્ટા સુધી મર્યાદિત રહે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આજદિન સુધી, અમને આ જંતુ સામે કોઈપણ જૈવિક નિયંત્રણ પદ્ધતિ ખબર નથી. આ રોગ ઘટાડવા કે તેના લક્ષણો ઘટાડવા માટે તમે જો કોઇ સફળ પદ્ધતિ જાણતા હોવ, તો અમારો સંપર્ક કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આજદિન સુધી, અમને આ જંતુ સામે કોઈપણ રાસાયણિક નિયંત્રણ પદ્ધતિ ખબર નથી. આ રોગ ઘટાડવા કે તેના લક્ષણો ઘટાડવા માટે તમે જો કોઇ સફળ પદ્ધતિ જાણતા હોવ, તો અમારો સંપર્ક કરો.

તે શાના કારણે થયું?

કોફેન ક્યુપરેઆના લાર્વાના કારણે નુકસાન થાય છે. પુખ્ત ફૂદાં કથ્થાઈ રંગના હોય છે. આ કીડા ઇંડા (300 કે તેથી વધુ) તરીકે થેલીમાં શિયાળાની ઋતુ પસાર કરે છે, કે જે અગાઉના વર્ષમાં માદા કીડા માટે કોશેટા તરીકે વર્તે છે. જ્યારે ઇંડામાંથી લાર્વા બહાર આવે છે ત્યારે ખોરાક માટે આગળ વધે છે. દરેક લાર્વા છોડના રેસા અને થોડા ભાગનો ઉપયોગ કરી, ખોરાક લેતી વખતે અને વિકાસ દરમિયાન છુપી રીતે રહેવા માટેની છાપ પૂરી પાડતી નાની થેલી બનાવે છે. આ જંતુની ઈયળ લગભગ છ અઠવાડિયા સુધી છોડ પર ખોરાક લે છે, અને તેના વિકાસની સાથેસાથે થેલી પણ મોટી થાય છે અને જયારે તેને ખલેલ પહોંચાડવામાં આવે ત્યારે તે તેની અંદર ચાલી જાય છે. વૃદ્ધ લાર્વા તેમની સોય જેવી ચાંચથી લગભગ સંપૂર્ણ પાંદડાઓને ખાઈ જાય છે અને ફક્ત મોટી નસો જ બાકી રહે છે. કથ્થાઈ રંગના લાર્વા શંકુ આકારની થેલીથી ઢંકાયેલ હોય છે. પાનખરની શરૂઆતમાં, પરિપક્વ લાર્વા તેમની થેલીને ડાળી સાથે જોડી દઈ પુખ્ત બનતા પહેલા પુપિયા અથવા નિષ્ક્રિય તબક્કામાં રૂપાંતરિત થાય છે.


નિવારક પગલાં

  • ખોરાકના કારણે થતું નુકસાન અને લાર્વાની હાજરી જોવા માટે તમારા છોડનું નિરીક્ષણ કરતા રહો.
  • જો ફક્ત થોડા વૃક્ષો અથવા રોપાઓમાં ચેપ લાગેલ હોય તો, જોડાયેલ થેલીને હાથથી ચૂંટી અને તેનો નાશ કરવાથી, સંતોષકારક નિયંત્રણ મળી રહે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો