કોબી

કોબીજ માં જાળા બનાવતાં કીડા

Hellula undalis

જંતુ

ટૂંકમાં

  • કોબીજના પાંદડા પર જાળા અને ઉત્સર્જિત દ્રવ્ય.
  • કાણાંના પ્રવેશ દ્વાર પાસે દાંડી પર ઉત્સર્જિત દ્રવ્યનો સંચય થાય છે.
  • બહારની બાજુએ રહેલ અંકુરનો નાશ થાય છે.
  • પાંદડાના નાના ઝુમખા.
  • પુખ્ત ફૂદાં વમળ જેવી રેખાઓ સાથે રાખોડી-કથ્થાઈ રંગની હોય છે.

માં પણ મળી શકે છે

2 પાક
કોબી
ફુલેવર

કોબી

લક્ષણો

ઈયળના કારણે રોપાઓ નાશ પામે છે. નાની વયની ઈયળ પાંદડા, દાંડી, પાંદડાની નસોમાં કાણાં પાડે છે. તેઓ બાહ્ય પાંદડાને ખાય છે. લાર્વા કોબીમાં કાણું પાડે છે અને તેના કેન્દ્ર સુધી જાય છે, અંકુરણનો નાશ થાય છે અને તેથી રોપાનો વિકાસ થતો નથી. જૂના કોબીના છોડમાં, નવા અંકુરણ ઉત્પન્ન થાય છે અને ઉપદ્રવ પામેલ છોડ નાના કદના ઓછા વેચાણ મૂલ્યના કોબીજના દડા ઉત્પન્ન કરે છે. ઈયળના ખોરાક લેવાના કારણે છોડનો વિકાસ અટકી શકે છે. તે ખોરાક લેતી વખતે એક રેશમી ટ્યુબ બનાવે છે. છોડ કરમાશે, અને અસરગ્રસ્ત છોડના ભાગોમાંથી ઉત્સર્જિત દ્રવ્ય બહાર આવે છે. અસરગ્રસ્ત છોડમાં ઘણીવાર નાના નાના પાંદડાના ઘણા ઝુમખા હોય છે જેના કારણે કેન્દ્રિય કળીઓને અને નજીકના અંકુરના વિકાસને નુકસાન થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

બ્રાકોનિડ, ઇચનેમોનિદ અને ચેલસીડોઇડ કીટકો જેવા પરોપજીવી લાગુ કરો. બેસિલસ થુરીગિઝિસિસની ભલામણ કરવામાં આવે છે અને લાર્વા તેમના રેશમના જાળા દ્વારા સુરક્ષિત થાય અને કોબીજના કેન્દ્ર ભાગમાં પહોંચે તે પહેલાં તેને લાગુ કરવું જોઈએ. સાપ્તાહિક ધોરણે લીમડાને લાગુ કરવું પણ અસરકારક હોઈ શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ જંતુથી તમારા છોડને સુરક્ષિત રાખવા માટે જંતુનાશકોનો ઉપયોગ મુશ્કેલ છે કારણ કે તેઓ જાળા દ્વારા અથવા તેમના દરમાં સુરક્ષિત હોય છે. 8-10 દિવસના અંતરાલે એસેફેટ અને પ્રેમેથ્રિનનો ઉપયોગ કરો. જયારે સૌપ્રથમ વાર જંતુ દેખાય ત્યારે કાર્બામેટ્સ અને ઓર્ગેનો-ફોસ્ફેટ્સ ફૂદાંને નિયંત્રિત કરી શકે છે.

તે શાના કારણે થયું?

બ્રાસિકા પરિવાર (કોબી, ફુલેવર)ના પાકમાં હેલુલા અન્ડલીસની યુવાન ઈયળની ખોરાક લેવાની પ્રવૃત્તિના પરિણામે, ખાસ કરીને ઉષ્ણકટિબંધ અને પેટા ઉષ્ણકટિબંધ વિસ્તારોમાં આ લક્ષણો નિર્માણ થાય છે. ઇંડા લંબગોળ આકારના અને એકાકી અથવા જૂથોમાં, તો ક્યારેક એક રેખામાં મુકવામાં આવે છે. ઇંડામાંથી લગભગ ત્રણ દિવસ પછી જંતુ બહાર આવે છે અને પાંચ વિકાસશીલ તબક્કાઓ પછી તે રાખોડી-પીળા અને ગુલાબી લંબા પટ્ટાઓ સાથે પરિપક્વ બને છે. ઈયળના શરીર પર આછા ગુલાબી કથ્થાઈ રંગના પટ્ટાઓ સાથે ક્રીમ રંગની હોય છે અને તેને કાળા રંગનું માથું હોય છે. પુખ્ત ઈયળને આછા પટ્ટાઓ હોય છે. અંતિમ તબક્કે, ઈયળ 12-15 મીમી લાંબી હોય છે, જે રેશમી કોશેટા નીચે રહીને ખોરાક લે છે. સામાન્ય રીતે આગળની પાંખો વમળ જેવી રેખાઓ અને કાળા ટપકાં સાથે રાખોડી-કથ્થાઈ રંગની હોય છે. પુખ્ત ફૂદાં રાખોડી-કથ્થાઈ રંગના, નાના અને નાજુક હોય છે. પાંખોની લંબાઈ 18 મીમી સુધીની હોય છે. ઉદભવ અને સંવનન પછી, માદાઓ આગામી 3 થી 10 દિવસમાં લગભગ 150 કે તેથી વધુ ઇંડા મૂકે છે. પુખ્ત ફૂદાં લાંબા અંતર સુધી ઉડવા માટે સક્ષમ છે.


નિવારક પગલાં

  • વાવેતર માટે સ્વચ્છ સામગ્રીનો ઉપયોગ કરો અને ફક્ત તંદુરસ્ત, તાજગીપૂર્ણ જંતુમુક્ત રોપાઓની જ રોપણી કરો.
  • તમારા પાકના ચાસની વચ્ચે રાયડો (બ્રાસિકા જુનસિયા) અથવા ચાઇનીઝ કોબીજ (બોક કોબી) જેવા છટકાં વાળા પાકનું વાવેતર કરો.
  • કોબીજની રોપાણીના લગભગ 15 દિવસ પહેલાં છટકાં વાળા પાક નો પહેલો ચાસ, અને રોપણીના 25 દિવસ બાદ બીજો ચાસ કરો.
  • નર્સરીમાં અને રોપણી પછી છોડની નિયમિત દેખરેખ કરો.
  • તમારા ખેતરને નીંદણ મુક્ત રાખો.
  • ઈયળ અને નુકસાનના લક્ષણોની હાજરી માટે પાકનું નિરીક્ષણ કરો.
  • ખેતરની સ્વચ્છતા જાળવી રાખો, ચેપગ્રસ્ત કોબીજને અને રોપાને ઉખાડી અને બાળી નાખો.
  • જંતુની વસતીને ઘટાડવા માટે પાકની ફેરબદલી મહત્વપૂર્ણ છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો