Megachile sp.
જંતુ
લક્ષણો માત્ર પાંદડા પર જ જોવા મળે છે. પાંદડાની કિનારીઓ પર ગોળાકાર કે લંબગોળ જેવા કાણા જોવા મળી શકે છે.
કોઈ ઉપાયની આવશ્યકતા નથી.
માખીઓને પાક માટે મહાન પરાગવાહક ગણી શકાય છે, તેથી તેમની વિરુદ્ધ કોઈ કડક નિયંત્રણની જરૂર નથી.
માત્ર મેગાચીલે (Megachile) સમૂહની માખીઓ આ લક્ષણનું કારણ છે. માખીઓ પાંદડા કાપીને તેને પોતાના માળા તરફ લઈ જાય છે. પુખ્ત માદા માખીઓ પાંદડાના કટકાથી માળો બાંધે છે, જેને નાના વિભાગમાં વિભાજીત કરાયેલ હોય છે, જેનાં દરેક વિભાગમાં તેઓ એક ઈંડું મૂકે છે. થોડી વાર મોલ્ટિંગ થાય તે પછી કોશેટોમાંથી લાર્વા બહાર આવીને પુપા બને છે. લાર્વા માળામાંથી પુખ્ત બનીને જ બહાર આવે છે. સમાગમના થોડા સમય બાદ નર માખી મૃત્યુ પામે છે, પરંતુ માદા માખીઓ થોડા વધુ અઠવાડિયા સુધી જીવે છે અને આ સમયમાં માળો બનાવે છે. આ માખીઓ કોઈ આર્થિક નુકસાન કરતી નથી.