કેરી

કેરીમાં ઝીણી જીવાત

Procontarinia

જંતુ

ટૂંકમાં

  • નાના, મસા જેવા ભાગ પાંદડા, કળીઓ, અંકુર અને કુમળા ફળોને આવરી લે છે.
  • પાંદડાની નીચેની સપાટી અને ફળોની દાંડી પર બહાર નીકળવાનાં છિદ્રો જોઇ શકાય છે.
  • પાંદડાનો દેખાવ વિકૃત બને છે કે અકાળે નાશ પામે છે.

માં પણ મળી શકે છે

1 પાક

કેરી

લક્ષણો

મુખ્યત્વે પાંદડા પર લક્ષણો દેખાય છે, પરંતુ ક્યારેક આંબા પરની કળીઓ, ફાલ અને કુમળા ફળો પર પણ જોઈ શકાય છે. આ જીવાત દ્વારા અસર પામેલ ભાગ ઘણાબધા નાના ઉપસેલ ફોલ્લા કે સોજાથી ભરાઈ જાય છે. દરેક મસા જેવા ફોલ્લા અથવા સોજા 3-4 મીમી કદના હોય છે અને પીળા લાર્વાથી ભરેલ હોય છે જે વૃક્ષની પેશી પર નભે છે. પ્રારંભિક તબક્કામાં, ઇંડાના જમાવટની જગ્યા નાના લાલ ટપકાં તરીકે દેખાય છે. ભારે ઉપદ્રવ પામેલ પાંદડા, ખંડિત થાય છે, પ્રકાશસંશ્લેષણ ઘટે છે, અને અકાળે ખરી શકે છે. ઉપદ્રવ પામેલ કુંપણ ખુલી શકતી નથી. લાર્વાની હાજરીના કારણે પાંદડાની નીચેના ભાગે નાના બહાર નીકળવાના છિદ્રો જોઈ શકાય છે. આ બહાર નીકળવા માટેના છિદ્રોના ગૌણ ફૂગજન્ય ચેપ લાગી શકે છે. કુમળા ફળોની દાંડીના પાયામાં પણ બહાર નીકળવાનાં છિદ્રો જોઈ શકાય છે. ગંભીર ચેપ લાગેલ અંકુરમાં લગભગ કોઈ ફાલ આવતો નથી, જેનાથી ઉપજમાં નોંધપાત્ર રીતે ઘટાડો થઈ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

નીચે પડતા જાળા બનાવતા કીડા, ટેટ્રાસ્ટિચસ એસપી, પ્રોકોનટેરિણીયા એસપીપી ના લાર્વા પર નભે છે અને તેથી તેની વસ્તીને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે. બીજા પરોપજીવી પ્લેટીગેસ્ટર એસપી., એપ્રોસ્ટોસીટસ એસપીપી., અને સિસ્ટેસિસ ડેસિન્યુરે પ્રજાતિના છે. વૃક્ષના પાંદડા પર લીંબોળીના બિયાનો અર્ક લાગુ કરવો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જંતુનાશકોનો વધારે પડતો ઉપયોગ કરવાથી પ્રતિકારક્ષમતા નિર્માણ, અને કુદરતી દુશ્મનોનો નાશ થઈ શકે છે. જીવાતને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે 0.05% ફેનાઇટ્રોથીઓન, 0.045% ડાયમીથોએટ નો ફાલની કળીઓ ખીલવાના સમયે છંટકાવ કરવો જોઈએ. પાંદડા પર બાયફેંથ્રિન (70મિલી / 100 લી) ને પાણી સાથે ભેળવીને છાંટવાથી પણ સંતોષકારક પરિણામો મળે છે. ઋતુમાં ફૂલ આવવાથી લઈને વટાણા જેટલા કદના ફળ થાય ત્યાં સુધી 7-10 દિવસના અંતરાલે છંટકાવનું પુનરાવર્તન કરવું જોઇએ. પ્રોકોનટેરિણીયા એસપીપી ની વસતી ઘટાડવા માટે પણ ડાયમીથોએટ ધરાવતા છંટકાવનો ઉપયોગ કરવામાં આવે છે.

તે શાના કારણે થયું?

જુદી જુદી પ્રજાતિની જીવાત, પ્રોકોનટેરિણીયા, ના કારણે લક્ષણો નિર્માણ થાય છે. પુખ્ત જીવાત 1-2 મીમી કદની હોય છે અને ઉદ્ભવ બાદ મૈથુન કે ઇંડા મૂક્યા ના 24 કલાકમાં મૃત્યુ પામે છે. ઇંડા લગભગ વૃક્ષના તમામ ભાગો પર મૂકવામાં આવે છે, પરંતુ તે મુખ્યત્વે પાંદડા પર વધુ જોવા મળે છે. જ્યારે તે સેવાય છે, લાર્વા પેશીઓમાં પ્રવેશ કરે છે અને જે ભાગને અસર કરે છે તેના પર આધાર રાખીને વૃક્ષને નુકશાન કરે છે. વ્યાપક પ્રમાણે ખોરાક તરીકે ઉપયોગમાં લેવાવાથી પુષ્પના ભાગો એકંદરે સૂકાય છે અને જમીન પર ખરી પડે છે. પુખ્ત લાર્વા સ્થાનાંતર કરે અથવા માટીના ઉપરના સ્તર પર પડે છે, જ્યાં તેઓ પ્યુપા ના તબક્કામાં દાખલ થાય છે. પુખ્ત જીવાતનો ઉદભવ સામાન્યરીતે બપોરે થાય છે અને ઠંડુ તાપમાન (20 ° સે) અને 60-82% ભેજનું પ્રમાણ અનુકૂળ રહે છે. ઉત્તરીય ગોળાર્ધમાં જાન્યુઆરીથી માર્ચ ના સમયગાળા દરમિયાન જંતુની 3-4 પેઢીઓ હોઇ શકે છે.


નિવારક પગલાં

  • સહનશીલ અથવા પ્રતિકારક્ષમ વૃક્ષની જાતનો ઉછેર કરવો.
  • ઝીણી જીવાતના ઉપદ્રવના ચિહ્નો માટે ખેતરની નિયમિતપણે ચકાસણી કરો.
  • ખાસ કરીને જો વસ્તી ખુબ વધુ ન હોય તો, જીવાતને હાથથી વીણી લો.
  • ખેતરને કચરા અને તૂટેલી શાખાઓથી સાફ રાખવાની ખાતરી કરો.
  • નિયમિતપણે ખેતર અને આસપાસમાંથી નીંદણને દૂર કરો.
  • ઋતુ દરમ્યાન ચેપગ્રસ્ત ડાળીઓને કાપણી કરી દૂર કરો.
  • તમારી કેરીની વાડીમાં આંતર-પાકની રોપણી જીવાતની વસ્તી ઘટાડે છે.
  • માખીઓને પકડવા પીળા રંગના ચોંટી જાય તેવા ફાંસાનો ઉપયોગ કરો.
  • લાર્વાને જમીન પર પડતા અને પુપેને માળામાંથી બહાર આવતા અટકાવવા માટે જમીન પર પ્લાસ્ટિકના પાતળા આવરણની ગોઠવણ કરો.
  • લાર્વા અને પુપેને સૂર્યના તડકામાં છતાં કરવા ઊંડી ખેડ કરો, જે તેનો નાશ કરે છે.
  • ઋતુ દરમ્યાન વૃક્ષની ચેપગ્રસ્ત સામગ્રી ભેગી કરો અને બાળી નાખો.
  • નવા વિસ્તારો કે બજારોમાં ચેપગ્રસ્ત છોડ અથવા ફળોનું પરિવહન ન કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો