કેરી

જાળા બનાવતી કીડી

Oecophylla smaragdina

જંતુ

ટૂંકમાં

  • સફેદ પદાર્થ સાથે જાળા વાળા પાંદડા.
  • નારંગી રંગની કીડી.
  • જંગલનાં વૃક્ષોમાં તેનો માળો જોવા મળે છે, પરંતુ કેટલીક વાર છાપરાં અને થાંભલાઓ જેવા ઊંચા માળખાંમાં પણ જોવા મળી શકે છે.

માં પણ મળી શકે છે


કેરી

લક્ષણો

પાંદડા સફેદ રંગના કાગળ જેવા પદાર્થથી વણાયેલ હોય છે, જે કીડી માટે માળા તરીકે વર્તે છે. તે માણસની મુઠ્ઠી અથવા માથા જેટલો મોટો હોઈ શકે છે. માળાની પાસે જંતુઓ અને ભીંગડા પણ હાજર હોઈ શકે છે. ખાસ કરીને તેઓ તેમના વિશિષ્ટ માળા માટે જાણીતી છે. કીડીઓ વિશેષ તાલમેલ સાથે, એકબીજાના પગને પકડીને મજબૂત સાંકળ બનાવે છે, જેનાથી તે પાંદડાંને ખેંચીને, માળાને જરૂરી તંબુ જેવો આકાર આપે છે. ત્યારબાદ કીડીઓ પોતાના લાર્વાએ ઉત્પન્ન કરેલ રેશમ જેવા પદાર્થથી પાંદડા સાથે માળો બનાવે છે. વૃક્ષ પર એક સાથે કેટલાય માળાઓ જોવા મળી શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

એગમા અગામા, જિયોકોરીસ ઓક્રોપ્ટરસ, નિફોપિર્રાલિસ ચેયોનિસિસ જેવા કુદરતી શિકારીઓ અને સ્મિક્રોમોર્ફો કેરલન્સીસ જેવા પરોપજીવી જંતુઓની વસ્તીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. બેસિલસ થુરિંગીન્સિસ આ જંતુની ઘટનાના નિર્માણ થતી અટકાવે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. માળાને ખલેલ પહોંચાડ્યા બાદ 1.5 મીલી / લી ડાયમિથોએટ જંતુનાશકનો છટકાવ કરો. આ કીડી બાયો એજન્ટ છે, માટે રાસાયણિક છંટકાવનો હેતુ ફક્ત માળાને દૂર કરવાનો જ હોવો જોઈએ

તે શાના કારણે થયું?

ઓકોફિલ્લા સ્માર્ગેડી કીડીઓ દ્વારા લક્ષણો નિર્માણ થાય છે. તેમનું એવું નામ તેમની લીલા રંગની રાણીના કારણે છે. આ કીડીઓ ઘણીવાર અન્ય કિડાં, નાના જંતુઓ અથવા મસીઓને ખાઇ જતાં બાયોકોન્ટ્રોલ એજન્ટો તરીકે કામ આપે છે. તેઓ એફીડ્સ અને ભીંગડા સાથે રહીને મધ જેવા દ્રવ્યને ખાય છે માટે તે વૃક્ષને પરોક્ષ રીતે નુકસાન પહોંચાડી શકે છે. તેમની વસાહતોમાં 5 લાખ જેટલી કીડીઓ હોઈ શકે છે, જેમાં કામદાર કીડીઓ 5-6 મીમી અથવા 8-10 મીમી મોટી અને નારંગી રંગની હોય છે. સિલ્ક ઉત્પાદક લાર્વાની મદદથી રાત્રે માળા બનાવવામાં આવે છે. એશિયા, ઑસ્ટ્રેલિયા અને પશ્ચિમ પેસિફિકના ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આ માળા બનાવતી કીડીઓ જોવા મળવી ઘણી સામાન્ય છે. આ કીડીના ડંખ પીડાદાયક હોય છે. સામાન્ય રીતે જાળા બનાવતી કીડીઓ લગભગ 20-25મીમી લંબાઈની હોય છે. તેઓ સામાન્ય રીતે લીલાશ પડતાં કથ્થઈ રંગની હોય છે. તેઓ ખૂબ જ આક્રમક પ્રાદેશિક કીડીઓ છે અને વર્ષોથી તે કૃષિમાં જોવા મળતાં જંતુઓનું નિયંત્રિત કરવા માટે ઉપયોગી જણાઈ છે. કીડીઓમાં પાંસળી જેવું માળખું હોય છે અને તે જબરદસ્ત તાકાતવર હોય છે.


નિવારક પગલાં

  • માળાને કાળજીપૂર્વક યાંત્રિક રીતે દૂર કરો અને તેનો નાશ કરો.
  • જો માળા નાના હોય તો, કીડીને ભગાડવા માટે ધુમાડો કરો અને પછી માળોને દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો