Scrobipalpa sp.
જંતુ
છોડના કડીઓ, મૂળ અને થડ ઉપર લક્ષણો જોવા મળે છે. છોડની શરૂઆતની વૃદ્ધિના તબક્કે ચેપ લાગવાથી ટોચ ઉપરના અંકુર લડકી પડે છે અને કરમાય છે. જુના છોડનો વિકાસ અટકે છે.કડીઓના કરવા અને કરચલીઓ પડવાથી પણ આવવાની પ્રક્રિયા ને ગંભીર રીતે અસર થાય છે. આંધળા કરચલીઓ વાળા અને સુકાય દેખાય છે.અંકુર અને ફળ ઉપર, ઉત્સર્જન દ્રવ્યથી ભરેલ, છિદ્રો જોવા મળે છે. અંકુરમાં કાણા પાડીને, આ જંતુ વધતાં મુખ્ય અંકુરમાં કરમાશ નિર્માણ કરે છે, જેને મૃત હૃદય તરીકે ઓળખવામાં આવે છે.
કળીઓ પરના જંતુનો ચેપ નિયંત્રિત કરવા માઈક્રોગેસ્ટર એસપી., બ્રેકોન કિચેનરી, ફીલેંટા રુફીકેન્ડ, ચેલોનસ હિલિઓપા પ્રજાતિના પરોપજીવીનો ઉપયોગ કરી શકાય. પ્રીસોમેરસ ટેસ્ટાસિયસ અને ક્રેમેસ્ટસ ફ્લેકુર્બીતાલીસ જેવી લાર્વાની પરોપજીવી પ્રક્રિયાને પ્રોત્સાહિત કરો. બ્રોસકસ પંકટેટસ, લિયોગ્રિલાસ બિમાકુલેટસ જેવા નૈસર્ગીક દુશ્મનોની વૃદ્ધિ કરો. @5% લિબોડીના બીજનો અર્ક અથવા લીમડાનું તેલ ધરાવતાં એઝાડિરેક્ટિન ઇસી નો છંટકાવ કરવો. જયારે પહેલીવાર જંતુઓ દેખાય ત્યારે બેસીલસ થુરિન્જીન્સીસ, બેઉવેરીયા બેસીયાના(એન્ટોમોપેથોજેનિક ફૂગ) રોગાણુ ધરાવતા ઉત્પાદનોને લાગુ કરી શકાય અને જરૂર જણાય તો તેનું પુનરાવર્તન કરવું.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જ્યારે 3-10% કુમળા છોડને નુકસાન થાય ત્યારે સારવાર માટેના પગલાં લેવા, પરંતુ લાભદાયી જંતુઓ નાશ પામવાની શક્યતા હોવાથી, બિનજરૂરી છંટકાવ તથા વ્યાપક અસર કરતા જંતુનાશકોનો ઉપયોગ કરવો નહીં. લણણી સમયે તથા ફળ પરિપક્વ થવાના સમયે છંટકાવ કરવો નહીં. જંતુઓને નિયંત્રિત કરવા માટે કલોરપાયરીફોસ, ઈમામેકટીન બેન્ઝોએટ, ફ્લુબેન્ડીએમાઇડ, ઇંડોક્સકાર્બ પર આધારિત જંતુનાશકો લાગુ કરવા.
સ્ક્રોબીપલ્પા (બ્લાપ્સિગોના પ્રજાતિ) ના લાર્વાના કારણે મુખ્ય નુકસાન થાય છે. આ ફૂદાં સફેદ થી લાલ તામ્ર રંગની જાળીદાર પાંખો સાથે મધ્યમ કદના હોય છે. આગળની પાંખો સફેદ-કથ્થઈ રંગની, અને પાછળની પાંખો આછા રાખોડી રંગની અને લગભગ સફેદ કિનારી વાળી હોય છે. શરૂઆતમાં તેના લાર્વા ગુલાબી કિનારી સાથે ઘેરા કથ્થઈ રંગના માથા અને છાતી વાળા, આછા રંગના હોય છે અને બાદમાં કથ્થઈ રંગની ઈયળમાં રૂપાંતરિત થાય છે. એ પોતાની જાતને છોડના થડમાં દાખલ કરે છે અને એની આંતરિક પેશીઓને ખાય છે. જેનાથી થડ પર ગુમડું, બાજુની શાખાઓ ફણગા વાળી, છોડનો અટકેલો અને વિકૃત વિકાસ અને કારમાયેલ છોડ નિર્માણ થાય છે. જ્યારે આ જંતુ ફૂલની કડીઓમાં કાણું પાડી પ્રવેશ કરે છે ત્યારે તેનાથી ફૂલ ખરી પડે છે અને છોડ ઉપર વધુ ફળ આવતા નથી. આ ઈયળ દિવસના અંત ભાગમાં ખોરાક લે છે અને તેને તમાકુમાં મહત્ત્વના જંતુ તરીકે ગણવામાં આવે છે.