કાકડી

લાલ વાંદો

Aulacophora foveicollis

જંતુ

ટૂંકમાં

  • પાંદડા પર મોટા છિદ્રો.
  • મૂળ અને ભૂગર્ભ દાંડી પર ઊંડા છિદ્રો.
  • મૂળ અને દાંડીનું સડવું.
  • લાલ અંડાકાર વાંદોની હાજરી.

માં પણ મળી શકે છે

9 પાક

કાકડી

લક્ષણો

પુખ્ત માખીઓ પાંદડા, ફૂલો અને ફળો પર ઉત્તેજનાપૂર્વક ખોરાક લે છે. માખીઓ છોડની પેશીઓ (નસોની વચ્ચે) મોટા છિદ્રો ઉત્પન્ન કરે છે, જે છોડના વિકાસની ગતિને ધીમી કરી દે છે અને આખરે છોડનાં મૃત્યુનું કારણ બને છે. યુવાન રોપાઓને થતાં નુકસાન ઘણીવાર વિનાશક પુરવાર થાય છે કારણ કે તે પાકનાં વિકાસને વિલંબિત કરે છે. જો ફૂલોને અસર થાય, તો તેના કારણે ફળ ઓછા બેસે છે. આ માખીઓના કીડા જમીનમાં રહે છે અને છોડનાં મૂળમાંથી પોષણ મેળવે છે, જેનાથી છોડની દાંડી અને મૂળિયાં સડીને મરી જાય છે. પુખ્ત રોપાઓ પર માખીઓ પોષણ મેળવે, તો તે રોપાના વિકાસને ખલેલ પહોંચાડે છે અને મૃત્યુ તરફ પણ દોરી શકે છે, પરિણામે ખેતરમાં ટાલ પડી હોય તેવું લાગે છે. આ જીવાતો ક્યારેક જૂનાં છોડ પર એકઠી થાય છે. ફૂલોના ભાગોને પણ થોડું નુકસાન થઈ શકે છે, પરિણામે ફળ ઓછા બેસે છે. યુવાન ફળોના નીચેના ભાગ પર આ જીવાતોના કારણે થતા ડાઘ દેખાય છે, જેનાં પર સડો પેદા કરનાર અન્ય સૂક્ષ્મજીવો દ્વારા આક્રમણ થવાનો ભય રહે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

Tachinid જાતિના સભ્યો અને reduviid Rhynocorisfuscipes જેવા કુદરતી દુશ્મનો માખીઓ પર હુમલો કરે છે. અડધો કપ લાકડાની રાખ અને અડધો કપ ચૂનાને ૪ લિટર પાણીમાં ભેળવી દો, અને થોડા કલાકો સુધી તેને એમ જ રહેવા દો. તમારા ખેતરમાં તેનો ઉપયોગ કરતા પહેલા આ મિશ્રણને ગાળીને થોડા ઉપદ્રવિત છોડ પર છાંટી તેનું પરીક્ષણ કરો. તમારા પાક પર પર્ણિયા સ્પ્રે તરીકે આ મિશ્રણને છાંટો. વૈકલ્પિક રૂપે, તમે છોડમાંથી ઊતરી આવેલ ઉત્પાદો જેમ કે લીમડો (એનએસકેઇ ૫%), ડેરિસ અથવા pyrethrum (તેની સાથે સાબુ ઉમેરો)નો@ ૭ દિવસના અંતરાલમાં ઉપયોગ કરી શકો છે. Triciderma Trichodermaને બીજ અને નર્સરી સારવાર તરીકે અને Pseudomonas fluorescensને બીજ, નર્સરી સારવાર અને જમીન પર નાખીને ઉપયોગમાં લઈ શકાય છે. પુખ્ત માખીઓને આકર્ષવા અને મારવા માટે જંતુનાશક સ્પ્રે દ્વારા સારવાર કરાયેલ છટકું પાકનો ઉપયોગ કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક ઉપચારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. જ્યારે નર્સરીમાં આશરે ૧૦ છોડમાં એક પુખ્ત માખી જેટલો ઉપદ્રવ જોવા મળે ત્યારે Deltamethrin @ ૨૫૦મિલી/એકરનો ઉપયોગ કરી શકાય છે. કૃત્રિમ પાયરેથ્રોઇડ્સ (pyrethroids) અસરકારક હોવાની સંભાવના છે, પરંતુ તેઓ કુદરતી દુશ્મનો માટે નુકસાનકારક છે. અસરકારક જંતુનાશક સ્પ્રે સાથે ઉપચાર કરવામાં આવેલ છટકું પાકનો ઉપયોગ કરી પુખ્ત માખીઓને આકર્ષિત કરી શકાય છે અને તેને મારી શકાય છે. આ જીવાત દેખતાંની સાથે જ દર ૧૫ દિવસે fenitrothion છાંટવું જોઈએ.

તે શાના કારણે થયું?

Aulacophora foveicollisની નાની તેમજ પુખ્ત વાંદોને લીધે નુકસાન થાય છે, જે પાંદડા, ફૂલો અને ફળો પર પોષણ મેળવે છે. સંપૂર્ણ વિકસિત લાર્વા સામાન્ય રીતે ક્રીમ જેવા સફેદ રંગનાં હોય છે અને માનવ નખનાં કદ જેવડાં હોય છે. તેમના ઈંડા સામાન્ય રીતે અંડાકાર અને પીળા હોય છે, જે છોડના મૂળની નજીક માનવ આંગળીની ઊંડાઈએ ભેજવાળી જમીનમાં એકલા અથવા ૧૦ ના સમૂહમાં મૂકે છે. પુખ્ત માખીઓ નારંગી-લાલ રંગની તથા સામાન્ય માખીઓ જેટલા કદની હોય છે. લાર્વા ૧ અથવા ૨ અઠવાડિયા સેવ્યાં પછી અને પુખ્ત થવા જમીનમાં જતા પહેલા છોડ અને તેના મૂળ પર હુમલો કરે છે. પુખ્ત બનવાની પ્રક્રિયા ૭ થી ૧૭ દિવસ સુધી માટીના કોશેટોમાં થાય છે. જ્યારે તાપમાન ૨૭-૨૮ ° સે હોય ત્યારે તેમના પરિપક્વ થવા માટેની આદર્શ પર્યાવરણીય સ્થિતિ માનવામાં આવે છે.


નિવારક પગલાં

  • ઝડપથી વિકસતી જાતો વાવો, અને પાકની પાસે છટકું છોડનો ઉપયોગ કરો.
  • પહેલાથી સંક્રમિત પાકની બાજુમાં નવા પાક રોપવાનું ટાળો.
  • ભારે અસરગ્રસ્ત છોડનું વળતર કરવા વધારાના બીજ વાવો.
  • રોપાઓને વાંદોથી બચાવવા માટે પોલિથિન બેગથી આવરી લો.
  • તંદુરસ્ત છોડની વૃદ્ધિ માટે આદર્શ સ્થિતિની ખાતરી કરો, જેમ કે ફ્યુરો સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો, પૂરતા પોષક તત્ત્વો, ખાતર અને પિયત આપવા.
  • નુકસાનના લક્ષણો ઓળખવા અઠવાડિયામાં એકવાર ખેતરનું નિરીક્ષણ કરો અને પીળી ચીકણી જાળીનો ઉપયોગ કરો.
  • તમારા ખેતરને વૈકલ્પિક યજમાન અને નીંદણથી મુક્ત રાખો.
  • છોડનો કચરો ભેગો કરીને તેને બાળી દો અથવા ઊંડે દાટી દો.
  • વહેલી સવારે જ્યારે વાંદો સુસ્ત હોય ત્યારે તેમને હાથથી વીણીને પાકમાંથી દૂર કરો.
  • ઉનાળા દરમિયાન હાઇબરનેટીંગ પ્રક્રિયા (સુસ્ત બનીને જૂના છોડનાં કચરા પર શિયાળો ગાળવાની પ્રક્રિયા)માં ખલેલ પહોંચાડવા અને તેને તડકામાં ઉઘાડી કરવા ઊંડે સુધી ખેડો.
  • કુદરતી શિકારીઓ અને પરોપજીવીઓનું સંરક્ષણ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો