મકાઈ

હેલિકોવરપા કેટરપિલર

Helicoverpa armigera

જંતુ

ટૂંકમાં

  • ફૂલો, ફળો, શીંગો, બોલ અને ઓછા પ્રમાણમાં પાંદડા પર છિદ્રો અને પાવડરના સ્વરૂપમાં નુકસાન.
  • બીજ અથવા અનાજનો સંપૂર્ણ નાશ, પરિણામે ઉપજ અને ગુણવત્તાને ગંભીર નુકસાન થાય છે.
  • ગૌણ રોગકારક જીવોની વૃદ્ધિ થાય છે, જે પેશીઓ અને ફળોના સડવા તરફ દોરી જાય છે.

માં પણ મળી શકે છે

29 પાક
જવ
કઠોળ
કારેલા
કોબી
વધુ

મકાઈ

લક્ષણો

છોડની ઉપરની તરફ ફૂલો અને કૂમળાં પાંદડાઓની આસપાસ સફેદ કે છીકણી પડતા ઈંડા ક્લસ્ટરોમાં જોવા મળે છે. લાર્વા છોડની કોઈપણ પેશીઓ પરથી પોષણ મેળવી શકે છે, પરંતુ મુખ્યત્વે તે ફૂલો,ફળો અને શીંગો પર હુમલો કરે છે. યુવાન લાર્વા પર્ણસમૂહ, વિકાસ બિંદુઓ અને ફળની આસપાસ ખોતરી નાખે છે, જેનાથી નુકસાન થાય છે. પરિપક્વ જીવાતો ફૂલો અથવા કૂમળાં બોલ /ફળ/શીંગોમાં અંદર ઉતરે છે, અને તેને અંદરથી નુકસાન પહોંચાડે છે, આવા પાકને બજારમાં કોઈ ગ્રાહક મળતું નથી. પોષણ મેળવવા પડેલ કાણાની આસપાસ પાવડર જેવું જોવા મળે છે. ઘા પર ગૌણ રોગકારક જીવાણુઓના વિકાસના કારણે અસરગ્રસ્ત પેશીઓ સડી જાય છે. એચ. આર્મીગેરા પાકમાં સૌથી વિનાશક જંતુઓમાંનો એક છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ટ્રિચોગ્રામા વાસ્પ (ટી. ચિલોનિસ અથવા ટી. બ્રાસિલિન્સિસ)ને ઇંડા પર હુમલો કરવા માટે ફૂલ આવવાનાં તબક્કામાં લાગુ કરી શકાય છે. માઇક્રોપ્લેટીસ, હેટ્રોપેલ્મા અને નેટીલિયા લાર્વા માટે પરોપજીવી બની જાય છે. શિકારી જીવાતો (મોટી આંખવાળી માંકડ, ચમકદાર શિલ્ડવાળી માંકડ અને સ્પિન્ડ શિકારી શિલ્ડ માંકડ), કીડી, કરોળિયો, ઇયરવિંગ, કંસારા અને માખીઓ લાર્વા પર હુમલો કરે છે અને તેથી તેને પ્રોત્સાહન આપવું જોઈએ. લાર્વાને નિયંત્રિત કરવા માટે સ્પાઇનોસડ, ન્યુક્લોપોલિહેડ્રોવાયરસ (એનપીવી), મેટાહિઝિઝિયમ એનેસોપ્લેઇ, બેઉવરિયા બાસિયાના અથવા બેસિલસ થ્યુરિંગિએન્સિસ પર આધારિત જૈવિક જંતુનાશકોનો ઉપયોગ કરો. વનસ્પતિજન્ય ઉત્પાદનો, જેમ કે લીમડાનું તેલ, લીંબોળી કર્નલ અર્ક (એનએસકેઇ 5%), મરચાં અથવા લસણની કળીઓને પ્રારંભિક તબક્કામાં ફોલીયર સ્પ્રે તરીકે છાંટી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ફાયદાકારક જંતુઓને અસર કર્યા વિના ખેતરને જંતુમુક્ત કરવા માટે પસંદગીયુક્ત જંતુનાશકનો ઉપયોગ શ્રેષ્ઠ વિકલ્પ છે. ઇંડા અને લાર્વાનું નિરીક્ષણ જરૂરી છે, કારણ કે કેટરપિલર જંતુનાશક સારવારથી અવરોધ પેદા કરી શકે છે. ક્લોરેન્ટ્રેનિલીપ્રોલ, ક્લોરોપિરીફિફોસ, સાયપ્રમેથ્રીન, આલ્ફા અને ઝેટા-સાયપ્રમેથ્રીન, એમ્મેક્ટિન બેન્ઝોનેટ, એસ્ફેનેવલરેટ, ફ્લુબેન્ડેઆમાઇડ, મેથોમિલ અથવા ઇન્ડોક્સાર્બ પર આધારિત પેદાશોનો ઉપયોગ કરી શકાય છે (સામાન્ય રીતે @ ૨.૫ મિલી/લિ). પ્રથમ વખત આ ઉપાયને ફૂલ આવવાનાં તબક્કામાં કરી શકાય છે અને ત્યારબાદ ૧૦-૧૫ દિવસના અંતરાલમાં તેને છાંટવામાં આવે છે. ઓછી કિંમતવાળા પાકોમાં રાસાયણિક ઉપચાર પરવડતો નથી.

તે શાના કારણે થયું?

હેલિકોવરપા આર્મીગેરા દ્વારા ઘણા પાકોમાં નુકસાન થાય છે. ઈયળ આછા છીકણી રંગની હોય છે અને લગભગ ૩થી ૪ સેમીની પાંખો ધરાવે છે. સામાન્ય રીતે પીળા કે નારંગી અથવા છીકણી રંગની આગળની પાંખો હોય છે તથા પાછળની પાંખો સફેદ હોય છે, જેમાં ઘાટી નસો અને ધાર પર ઘાટા નિશાન હોય છે. માદાઓ છોડની ઉપરની તરફ ફૂલો અને કૂમળાં પાંદડાઓની આસપાસ ગોળાકાર ક્લસ્ટરોમાં ઈંડા મૂકે છે. લાર્વા તેમની પરિપક્વતાના આધારે ઓલિવ જેવા લીલા થી ઘાટા મરુન રંગના જોવા મળે છે. તેમના શરીર પર અમુક નાની કાળી ફોલ્લીઓ જોવા મળે છે, અને તેનુ માથું કાળું હોય છે. પછીના પરિપક્વતા તબક્કામાં, તેમની પીઠ પર લીટીઓ વિકાસ પામે છે. જેમ જેમ તેઓ પરિપક્વતા સુધી પહોંચે છે, તેમ તેમ તેઓ માટીમાં ઈંડા મુકે છે. સામાન્ય રીતે ફળ/ શીંગો કે બોલ વિકાસના તબક્કામાં તેમના ઉપદ્રવમાં વધારો થાય છે, જેના પરિણામે ઉપજમાં મોટો ઘટાડો થાય છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક અથવા સહિષ્ણુ જાતોનો ઉપયોગ કરો.
  • જંતુઓના ઉપદ્રવને ટાળવા માટે ઋતુની શરૂઆતમાં વાવણી કરો.
  • છોડ વચ્ચે પૂરતું અંતર રાખો.
  • જંતુઓનું જીવન ચક્ર તોડવા માટે ખેતરની આસપાસ ખેડ્યા વગરના સીમાંત વિસ્તારો રાખો.
  • કેટરપિલર ખાતાં પક્ષીઓને આકર્ષવા માટે પક્ષીઓને બેસવાની સગવડ કરો, નાના ચબુતરા જેવું બનાવો.
  • દર ૫ અથવા ૬ હરોળમાં ગોટા (Tagituserecta) જેવા રક્ષક પાકનો ઉપયોગ કરો.
  • ઉધાઈની ચકાસણી રાખવા અને તેને પકડવા હલકી અથવા ફેરોમૅન જાળીનો ઉપયોગ કરો.
  • સારી ડ્રેનેજ પદ્ધતિ અપનાવી પાણી ભરાવાની સમસ્યાને ટાળો.
  • ઇંડાની હાજરી અને ફૂલોને થતાં નુકસાન, ફળોની શીંગો અથવા બોલ વગેરેની દેખરેખ રાખો.
  • લાર્વા કે ઈંડાવાળા પાંદડા કે છોડને હાથથી ચૂંટીને દૂર કરો.
  • ખેતર અને આસપાસમાંથી નીંદણ દૂર કરો.
  • દરેક સમયે કાપણી પછી તમામ અવશેષોને ખેતરમાંથી દૂર કરો.
  • ખેતરમાંથી ચેપગ્રસ્ત છોડને દૂર કરો.
  • કુદરતી રક્ષકો અને સૂર્ય કિરણો સામે આ જીવતો ઉઘાડી થાય તે માટે લણણી પછી ઊંડે સુધી જમીન ખેડો.
  • એક જ પાક લેવાને બદલે ફાયદાકારક પાક સાથે ફેરબદલીની પદ્ધતિ અપનાવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો