સોયાબીન

કંદમાં લશ્કરી ઈયળ

Spodoptera exigua

જંતુ

ટૂંકમાં

  • લાર્વા સામાન્ય રીતે મંદ લીલા રંગના અને સાથે પીઠ પર બારીક, વમળ આકારે, આછા રંગના પટ્ટાઓ હોય છે.
  • તેઓના વક્ષ સ્થળની બાજુમાં બીજા પગની ઉપરની બાજુએ ઘેરા રંગના ટપકાં હોય છે.
  • લાર્વા પાંદડાં અને ફળ બંને પર નભે છે અને પાંદડાંને હાડપિંજર જેવા બનાવે છે.

માં પણ મળી શકે છે


સોયાબીન

લક્ષણો

શરૂઆતમાં યુવાન લાર્વા જૂથમાં નીચલી ઘટામાંના જૂના પાંદડાઓના નીચલા ભાગને ખાય છે. મોટા લાર્વા વધુ એકાકી બને છે અને સમગ્ર પાકમાં ફેલાય જઈ પાંદડા પર અનિયમિત છિદ્રો કરે છે. પુખ્ત લાર્વા નાના છોડ સંપૂર્ણપણે પાંદડાં વિહોણો કરી નાખે છે અથવા પાંદડાંને હાડપિંજર જેવા બનાવે છે, એટલે કે શિરા સિવાય પાંદડાંના તમામ ભાગને ખાય જાય છે. તેઓ પાંદડા ઓછા પડે, તો ઈયળ શીંગો પર પણ હુમલો કરી શકે છે, પરંતુ ડાળીને આહારમાં લેતાં નથી. સામાન્ય રીતે, તેઓ રાત્રિ દરમ્યાન ખાય છે, અને દિવસ દરમિયાન જમીનમાં અથવા છોડના છાંયાવાળા અને ભીના ભાગોમાં છૂપાઇ જાય છે. વિકાશશીલ રોપાઓ સ્પોડોપ્ટેરા એક્સીગુઆ ના ખોરાકની પ્રવૃત્તિથી નાશ પામે છે, પરંતુ જો ઉપદ્રવ ગંભીર ન હોય તો જૂના છોડ કદાચ પુનઃ સાજા થઇ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

એસ એક્સીગુઆની વસતી ઘટાડવા માટે એક સોનેરી નિયમ એ છે કે તેના કુદરતી દુશ્મનોને પ્રોત્સાહન આપો. ફૂલમાંના કીડા(એન્થોકોરીડે), લાલ કીડીઓ(જીમેલ), પરોપજીવી ભમરી (હાયપોસોટર ડીડીમૅટર), માખીઓ અને કરોળિયા ઇંડા અથવા લાર્વા પર હુમલો કરે છે. એન્ટોમો પેથોજેનિક ફૂગ, બેસિલસ થુરિજિન્સીસ, એનપીવી અને નેમાટોડેને લાર્વા અને પુખ્ત વયના કીડાને અસર કરે છે. તાજા લીમડાના, લેમનગ્રાસ અને આદુ પર આધારિત બાગાયતી જંતુનાશકો પણ અસરકારક છે. તેવી જ રીતે, 5% કપાસીયાના તેલ નો પાંદડાં પર છંટકાવ કરવાથી ઇંડા અને યુવાન લાર્વા બંનેને નિયંત્રિત કરી શકાય છે. સમાગમમાં વિક્ષેપ અને પ્રજનનને અંકુશમાં અથવા (97% કાર્યક્ષમતા સુધી) દૂર કરવા માટે ફેરોમોન છટકાઓનો પણ ઉપયોગ કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જંતુનાશકો લાભદાયી જંતુઓ અને એસ. એક્સીગુઆ ના દુશ્મનોનો નાશ કરી શકે છે, જેનાથી પછી જંતુઓનો રાફડો ફાટી શકે છે, તેથી તેના ઉપયોગની સલાહ આપવામાં આવતી નથી. આ ઉપરાંત, આ જંતુ અનેક રસાયણો પ્રત્યે ઉચ્ચ પ્રતિકારના વિકાસ માટેની ક્ષમતા ધરાવે છે.

તે શાના કારણે થયું?

નુકસાન બીટમાંની લશ્કરી ઈયળ, સ્પોડોપ્ટેરા એક્સીગુઆ ના લાર્વાને કારણે થાય છે. આ જંતુ એશિયા, આફ્રિકા, અમેરિકા અને યુરોપના ગરમ ​​પ્રદેશોમાં તેમજ ઠંડી આબોહવામાં ગ્રીનહાઉસમાં જોવા મળે છે. તેઓ કપાસ, બીટ અને મકાઇ સહિતના વિવિધ પાકોને મોટી માત્રામાં અસર કરે છે. પુખ્ત ફૂદાં નો રંગ રાખોડી-કથ્થઇ છે. આગળની પાંખ કથ્થાઈ અને રાખોડી પટ્ટાવાળી, એક અનિયમિત ભાતોવાળી અને તેની મધ્યમાં એક આછા રંગનું વાલ આકારનું ટપકું હોય છે. પાછળની પાંખ રાખોડી અથવા સફેદ રંગની, અને કિનારી પાસે ઘાટાં રંગની રેખાઓ હોય છે. માદા પાંદડાની નીચલી સપાટી પર જૂથમાં ઇંડા મૂકે છે, જે સફેદ અથવા રાખોડી વાળથી આવરીત હોય છે. યુવાન લાર્વા લીલાશ પડતા કથ્થઈ રંગના હોય છે અને પીઠ પર કાળી સમાતંર રેખાઓ હોય છે. પુખ્ત લાર્વા લીલા હોય છે દરેક બાજુ પર સ્પષ્ટ પીળા રંગના પટ્ટા અને તેમની પીઠ પર એક વિશાળ પીળાશ પડતા લીલા રંગનો પટ્ટો હોય છે.


નિવારક પગલાં

  • મજબૂત પર્ણ પેશીઓ વાળી પ્રતિરોધક જાતો વાવેતર કરો.
  • વધુ વસતીનો ઉપદ્રવ ટાળવા વાવેતરનો સમયની ગોઠવણ કરો.
  • ખાસ કરીને મોડી સાંજે અથવા વહેલી સવારે, જંતુના ચિન્હો જોવા માટે તમારા છોડને નિયમિતપણે ચકાસો.
  • જીવોના ઉપદ્રવનું નિરીક્ષણ કરવા ફેરોમોન છટકાનો ઉપયોગ કરો.
  • ખેતરોમાં અને આસપાસથી નીંદણ અને કચરો દૂર કરો કારણ કે તે સંવર્ધન માટે આશ્રય અને સ્થળ પૂરું પાડે છે.
  • નજીકની જગ્યાથી સ્થળાંતર કરતી ઈયળને ડુબાડીને મારવા માટે, આસપાસ ઊંડો ખાડો ખોદી તેને પાણીથી ભરો.
  • વ્યાપક અસર કરતા જંતુનાશકોનો વાજબી ઉપયોગ કરો, કારણ કે તે કુદરતી દુશ્મનોનો પણ નાશ કરી શકે છે.
  • તમારા ખેતરમાં સરખી રીતે હળ અને કળબો મારો, જેથી લાર્વા અને પુપેને શિકારી માટે ઉઘાડા પાડી શકાય.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો