તુવેર અને મસૂર

શીંગમાં થતી માખી

Melanagromyza obtusa

જંતુ

ટૂંકમાં

  • શીંગની છાલ પર કાણાં પડવા.
  • ક્ષતિગ્રસ્ત અનાજ પાકતા નથી.
  • કાળી માખીઓ.
  • દુધિયા રંગની ઈયળ.


તુવેર અને મસૂર

લક્ષણો

જ્યાં સુધી પૂર્ણ રીતે વિક્સિત લાર્વા શીંગની છાલમાં કાણું ન પાડે, ત્યાં સુધી તેના લક્ષણો સ્પષ્ટ દેખાતા નથી. આનાથી એક જગ્યા મળે છે જેના દ્વારા શીંગમાં પુખ્ત થયા બાદ માખી બહાર આવે છે. શરૂઆતના તબક્કાના કીડા પોતે દાણામાં એક દર બનાવી રહે છે, જેના દ્વારા બાદમાં એક પુખ્ત કીડાના સ્વરૂપમાં બહાર આવે છે. અસરગ્રસ્ત પાક ચીમળાઈ જાય છે અને ટકી શકતા નથી. કીડાના ઉત્સર્જનના કારણે, ચેપગ્રસ્ત પાક ઉપર ફૂગ પણ નિર્માણ થઈ શકે છે. અસરગ્રસ્ત અનાજ માનવ માટે ઉપયોગી રહેતું નથી અને તે બિયારણ માટે પણ યોગ્ય નથી. સૂકી શિંગ ઉપર છિદ્રો જોઈ શકાય છે. દાણા સુકાઈ ગયેલા, પટ્ટાવાળા અને ખવાઈ ગયેલા જણાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

કીડા ના કુદરતી દુશ્મનોનું રક્ષણ કરો. લીંબોળીના અર્ક નું દ્રાવણ (50 ગ્રામ / લિટર પાણી) ચાર અઠવાડિયા માટે લગાવો અથવા પાણીવાળા લીમડાના ગર્ભના અર્કનો દર પંદર દિવસે એકવાર છંટકાવ કરો.

રાસાયણિક નિયંત્રણ

જો શક્ય હોય તો હંમેશા જૈવિક ઉપચાર સાથે નિવારક પગલાં લેવાનો સંકલિત અભિગમ લો. શરૂઆત માં છોડ પર ફૂલો આવે ત્યારે મોનોક્રોટોફોસ, એસેફેટ અથવા લેમ્બડા-સિહાલોથ્રિન નો છંટકાવ કરો અને ત્યારબાદ 10-15 દિવસ પછી ફરીથી છંટકાવ કરો. વિશિષ્ટ જંતુનાશકોના પ્રતિકારને રોકવા માટે, એક ઋતુમાં એકાંતરે છંટકાવ ની સલાહ આપવામાં આવે છે.

તે શાના કારણે થયું?

કીડાની ઈયળ ના કારણે નુકશાન થાય છે, જે વિકાસ પામતા બીજને પરાવલંબી હોય છે. પુખ્ત માખી (2-5 મીમી લાંબી) અપરિપક્વ તુવેર શીંગ ની છાલ અને બીજા યજમાન છોડની શીંગ ની અંદર પોતાના ઇંડા મૂકે છે. નવજાત કીડા દુધિયા રંગના, જ્યારે પુખ્ત થયા પછી તે કેસરી- કથ્થાઈ રંગના દેખાય છે. ઈયળ બીજના આવરણ ને ફાડ્યા વિના, બીજની બાહ્ય ત્વચા નીચે દર બનાવે છે, ત્યારબાદ તે જાતે કાણું પાડીને બીજ પત્રમાં જાય છે. છેવટે આ ઈયળ પુખ્ત થતા પહેલાં બીજ અને શીંગને છોડી કાણાંમાંથી બહાર આવે છે.


નિવારક પગલાં

  • વાવેતર માટે ઉપલબ્ધ પ્રતિકારક્ષમ જાતનો જ ઉપયોગ કરો.
  • કીડાનાં ઉપદ્રવથી બચવા માટે મોસમની શરૂઆતમાં જ પાકની વાવણી કરવી.
  • ખેતરની સારીરીતે સફાઇ કરો અને નિયમિતપણે નિંદામણ દૂર કરો.
  • કીડાના લક્ષણોને જાણવા માટે નિયમિતપણે તમારા ખેતરનું ધ્યાન રાખો અને માખીને પકડવા માટે ચીપકી જાય તેવા છટકાની વ્યવસ્થા કરો.
  • જુવાર, મકાઇ અને મગફળી સાથે આંતર પાક કરવાથી જંતુઓની વસ્તી ઘટાડે છે.
  • પાકનું બિન-યજમાન પાક સાથે ફેરબદલ કરવાની આદત રાખો.
  • એક જ ક્ષેત્રમાં વિવિધ સમયગાળાના પાકને સાથે વાવવાનું ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો