Ophiomyia phaseoli
જંતુ
તાજા કુમળા પાંદડાંમાં, ખાસ કરીને પાંદડાની તળિયે, મોટી સંખ્યામાં કાણા પડી ગયેલા અને ઉપર ની બાજુ પર આછા પીળા રંગના ટપકા જોવા મળે છે. ઈયળ પાંદડાની દાંડી અને સાંઠામાં કાણા કરે છે, જે પાછળથી ચાંદી જેવા, વળેલા પટ્ટા દેખાય છે. પાંદડાની ઉપરના ભાગે માત્ર થોડાક જ કાણા દેખાય છે, જે પાછળથી ઘેરા બદામી થઈ જાય છે અને સ્પષ્ટપણે જોઇ શકાય છે અને પાંદડા નમી જાય છે. આ પાંદડા સુકાઈ જાય છે અને ખરી પણ જાય છે. સંક્રમિત પરિપક્વ છોડમાં દાંડીઓ ફૂલી જાય છે અને અમુક સમયે પાંદડા કરમાઈ શકે છે.દાંડી પર ખોરાક માટેના કાણા સ્પષ્ટપણે જોઇ શકાય છે. તીવ્ર ઈયળોનો ઉપદ્રવ મુળ-અંકુરણ સંગમ ની આસપાસની આંતરિક પેશીઓ નો વિનાશ થાય છે ,જેનાથી પાંદડા પીળા થાય છે , છોડનો વિકાસ અટકે છે અને છોડનું મૃત્યુ પણ થાય છે.મોટા ભાગના કિસ્સાઓમાં છોડ ઉદભવના 10-15 દિવસમાં જ મૃત્યુ પામે છે.
કઠોળ ના ફુદા ના ઘણા બધા કુદરતી દુશ્મનો છે. ઓપિયસ જાતિના કેટલાક બ્રેકોનીડ ભમરી લાર્વા પરોપજીવીઓ એશિયા અને આફ્રિકા બંને માં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. બે પ્રજાતિઓ, ઓપિયસ ફાસિયોલી અને ઓપિયસ ઈમ્પોર્ટટ્સ, પૂર્વ આફ્રિકા થી 1969 માં હવાઈમાં રજુ કરાવામાં આવી હતી, પરંતુ હજી પણ ક્યારેક કઠોળ ના ફુદાનો ઉપદ્રવ જોવા મળે છે. કેટલાક પ્રદેશોમાં જંતુનો મૃત્યુદર 90% સુધી પહોંચે છે.પૂર્વ આફ્રિકામાં ફૂદાં ના ફૂગ રોગાણુ પર આધારિત ઉત્પાદનો નો પણ શક્ય જંતુના સંચાલન સાધન તરીકે પરિક્ષણ કરવામાં આવ્યું હતું.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જ્યાં ઉપદ્રવ વધારે છે ત્યાં કઠોળ ના ફુદા ને નિયંત્રણ કરવા માટે જંતુનાશકો નો ઉપયોગ કરી શકાય. જોકે, લાર્વા જે નુકસાન કરે છે તે છોડની અંદર સુરક્ષિત હોય છે.પાકની વાવણી સાથે અથવા અંકુરણ પછી તરત જ જમીન માં ઇમિડાક્લોપ્રીડ ધરાવતા રાસાયણિક ઉત્પાદનો છંટકાવ અસરકારક છે.ઉદભવ બાદ લગભગ 3-4 દિવસ પછી રોપાને સારવાર આપવામાં આવે છે, અને જો કઠોળ ના ફુદા નો ઉપદ્રવ ગંભીર હોય તો, 7 દિવસે પુનરાવર્તન કરવામાં આવે છે, અને કદાચ 14 દિવસે પણ. અન્ય સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા સક્રિય ઘટકો ડાયમેથોએટ છે, જે પ્રણાલીગત છે. બધા સૂચિબદ્ધ રસાયણો જોખમી તરીકે ગણવામાં આવે છે અને તેનો ઉપયોગ કરતી વખતે કાળજી રાખવી જોઈએ.
લક્ષણો કઠોળના ફુદા ના લાર્વા અને પુખ્ત દ્વારા થાય છે,ઓફિઓમિયા ફેસોલી, જે વિશ્વમાં સૌથી વિનાશક જીવાતોમાનું એક છે. તે એશિયા, આફ્રિકા, હવાઇ અને ઓશનિયા ના ઉષ્ણકટિબંધીય અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વ્યાપક છે. કેટલાક કિસ્સાઓમાં, તે પાકમાં 30-50% નુકસાન કરે છે. નુકસાન ની તીવ્રતા મોસમ પ્રમાણે અલગ અલગ હોય છે,પરિણામે ભીની ઋતુ કરતા સુકી ઋતુ માં મૃત્યુનો દર ઊંચો હોય છે (13% સામે 80% અનુક્રમે). પુખ્ત અને લાર્વા બંને , ખાસ કરીને રોપાઓને નુકસાન પહોંચાડે છે. પુખ્ત ફુદા નાના કુમળા પાંદડામાં કાણા પાડે છે અને પાંદડાની દાંડીની નજીક તેમના સફેદ, અંડાકાર ઇંડા મૂકે છે. વિકાસશીલ લાર્વા ડાળી મારફતે ખાણ કરી નીચે મુળ બાજુ જાય છે અને જમીનની સપાટીની નજીક ડાળી ના પાયામાં પુખ્ત બની પાછા ફરે છે. તાપમાનના આધારે પુખ્ત થતા લગભગ 10-12 દિવસ લાગે છે.