કપાસ

મીરીડ બગ(ખટમલ)

Miridae

જંતુ

ટૂંકમાં

  • મીરીડ બગ ટર્મિનલ કળીઓ, ફૂલો અને ફળોનો રસને ચૂસી લે છે.
  • ફળો પર કાળી ફોલ્લીઓની હાજરી અને અંદરથી નાના અને ડાઘવાળા દાણા.
  • અસરગ્રસ્ત છોડ તાકાત ગુમાવે છે અને રૂંધાયેલ અને ડાળીઓવાળો વિકાસ દર્શાવે છે.

માં પણ મળી શકે છે

1 પાક

કપાસ

લક્ષણો

મીરીડ ખટમલ છોડની ટર્મિનલ કળીઓ, ફૂલો અને ફળોના રસને ચૂસીને નુકસાન પહોંચાડે છે. જો ફળ બેઠા પહેલા તેના પહેલાં હુમલો થાય, તો છોડ તેમની ટર્મિનલ કળીને ગુમાવી શકે છે, જેનાથી રૂંધાયેલ અને ડાળીઓવાળો વિકાસ થાય છે. યુવાન ફૂલો પર આ બગના પોષણ મેળવવાથી ૩-૪ દિવસમાં તે સુકાઈ જાય છે અને ફાટી જાય છે. નાના અને મધ્યમ કદના ફૂલોને ઉલટાવી ન શકાય તેવું નુકશાન થવાની સંભાવના છે. જો ફૂલોનો વિકાસ થાય, તો તે ઘણીવાર કરચલીવાળા અને વિકૃત પાંદડીઓ તેમજ કાળા પરાગકોષવાળા બને છે. બોલ પર પોષણ મેળવવાના તેની લીધે બહારના ભાગ પર કાળા ડાઘ થાય છે અને અંદર સંકોચાઈ ગયેલ અને ડાઘવાળા બીજ મળે છે. તીવ્ર ઉપદ્રવના કિસ્સામાં ઉપજ અને ગુણવત્તાને ગંભીર અસર થઈ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

કુદરતી શિકારીનો ઉપયોગ કોઈ અસરગ્રસ્ત ક્ષેત્રમાં મીરીડ વસ્તીને ઘટાડવા માટે થઈ શકે છે. ડામસેલ બગ, મોટી આંખોવાળી બગ, assassin બગ, કીડીઓ અને કેટલીક જાતિઓના કરોળિયા મીરીડ બગને ખાવા માટે જાણીતા છે. તદુપરાંત, Beauveria bassiana ફૂગ પર આધારિત જૈવિક જંતુનાશક અને લીમડાના તેલનું મિશ્રણ આ ખટમલની વસ્તી મર્યાદિત કરવા માટે ઉપયોગી છે. જંતુ દેખાયા બાદ તરત જ આ જૈવિક ઉપચારનો ઉપયોગ કરવાનું પ્રારંભ કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલા સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. મીરીડ બગ સામે ડાયમેથોએટ, ઇન્ડોક્સકાર્બ અથવા ફિપ્રોનિલ ધરાવતા જંતુનાશકો અસરકારક છે અને તેનો ઉપયોગ ગંભીર ઉપદ્રવને કાબુમાં કરવા કરી શકાય છે.

તે શાના કારણે થયું?

પાકના આધારે મીરીડ ખટમલની અનેક જાતિઓને કારણે નુકસાન થાય છે. કપાસમાં, કેમ્પિલોમા લિવિડા મુખ્ય છે, જેને ડિમ્પલ બગ (મધ્ય અને ઉત્તર ભારતમાં) તરીકે ઓળખવામાં આવે છે અને ક્રેઓન્ટિઆડ્સ એસપીપીના ઘણા સભ્યો, ખાસ કરીને સી. બિસેરેટેન્સ (દક્ષિણ ભારત) પણ કપાસમાં રોગ કરનાર છે. પુખ્ત ખટમલ અંડાકાર આકારનું, લીલું-પીળું કે ભૂરા રંગનું ચપટું શરીર ધરાવે છે. પાછળના ભાગમાં ત્રિકોણ આકારની રૂપરેખા હોય છે. પાંદડાની ડાળીઓ પર તે ઈંડા મૂકે છે અને ૪-૫ દિવસ તેને સેવે છે. યુવાન ખટમલ એફીડ્સ જેવો કદ અને આકાર ધરાવે છે. સી લિવિડા માટેનું યોગ્ય તાપમાન લગભગ ૩૦-૩૨ ° સે છે. જયારે તાપમાન તેનાથી વિચલિત થાય છે ત્યારે તેમનું જીવન ચક્ર ધીમું પડે છે. ખાસ કરીને ૩૫ ડિગ્રી સેલ્સિયસથી ઉપરનું ગરમ તાપમાન અને ભારે વરસાદ ખટમલનાં ઉપદ્રવમાં તીવ્ર ઘટાડો કરી શકે છે.


નિવારક પગલાં

  • વાવણી વખતે છોડની વચ્ચે યોગ્ય અંતર રાખો.
  • આ ખટમલને મુખ્ય પાકથી દૂર આકર્ષિત કરવા માટે કપાસના ખેતરની આસપાસ રજકો જેવા વૈકલ્પિક યજમાન છોડ રોપો.
  • ઉપદ્રવના સંકેતો નોંધવા માટે તમારા છોડની નિયમિતપણે દેખરેખ રાખો.
  • જંતુનાશકનો નિયંત્રિત ઉપયોગ કરો અને ફાયદાકારક જંતુઓને અસર ન થાય તે માટે મોટી શ્રેણીની જંતુનાશક દવાઓનો છંટકાવ ન કરો.
  • જંતુનો વધુ ફેલાવો ન થાય, તે માટે છોડના કચરા અને ચેપગ્રસ્ત છોડને કાપીને દૂર કરો અને બાળી નાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો