ખાટાં ફળો

પૂર્વીય સ્પાઈડર માઈટ

Eutetranychus orientalis

સૂક્ષ્મ જીવાત

ટૂંકમાં

  • પૂર્વીય સ્પાઈડર માઈટથી થતું નુકસાન સાઇટ્રસ રેડ માઈટના ખોરાક મેળવવાથી થતાં નુકસાન સાથે સમાનતા ધરાવે છે.
  • પાંદડા ક્લોરોટિક બને છે અને વધુ પડતાં ઉપદ્રવને લીધે અકાળે પાંદડા ખરી પડે છે, ડાળીઓ મરી જાય છે, ફળની ગુણવત્તામાં અને ઝાડની શક્તિમાં ઘટાડો થાય છે.
  • પાણીની સારી માત્રા આ જંતુ અને તેનાં કારણે થતાં નુકસાનને ઘટાડે છે.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

પાંદડાની ઉપરની બાજુએ પોષણ મેળવવાથી થયેલ નુકસાન જોવા મળે છે, જે મોટાભાગે મુખ્ય નસની બાજુમાંથી શરુ થઈ આસપાસની નસોમાં ફેલાય છે. પાંદડાની મુખ્ય અને અન્ય નસોની આસપાસ નિસ્તેજ-પીળી છટાઓ વિકસે છે અને છેવટે પાંદડા ક્લોરોટિક બને છે. કેટલીકવાર પાંદડા પણ જીણી ધૂળનું આવરણ હોય તેવું લાગે છે અને થોડા જાળાં પણ જોવા મળી શકે છે. ચેપગ્રસ્ત કૂમળી કિનારીઓ ઉપરની તરફ વળવા લાગે છે. ભારે ઉપદ્રવના કિસ્સામાં માઈટ પાંદડાની સંપૂર્ણ ઉપલી સપાટીથી પોષણ મેળવે છે અને તેના પર ઇંડા મૂકે છે. આ કારણે અકાળે પાંદડા ખરી પડે છે, ડાળીઓ મરી જાય છે અને ફળ પણ ખરી શકે છે. આવતા વર્ષનાં ફૂલ બેસવાનાં પ્રમાણને પણ ગંભીર અસર થઈ શકે છે. જો વૃક્ષો પાણીની ઉણપ ધરાવતા હોય તો આ જીવાતનો ઓછો ઉપદ્રવ પણ ક્લોરોસિસ તરફ દોરી જાય છે અને અકાળે પાંદડા ખરી પડે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

સાઈટ્ર્સ પૂર્વીય માઈટ પર અસરકારક રીતે અંકુશ મેળવવા માટે વિભિન્ન દેશોમાં ઘણા શિકારી અને અન્ય કુદરતી દુશ્મન જીવોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે, Euseius stipulatus, Typhlodromus phialatus, Neoseiulus californicus, Phytoseiulus persimilis. સ્ટેથોરસ એસપીપી અને ઓરિયસ થ્રિપોબોરસ જેવી શિકારી ભમરીઓ ઉપરાંત લેસવિંગ્સ પણ આ જીવાતનાં લાર્વા પણ પોષણ મેળવતા હોવાથી તેને અસરકારક રીતે નિયંત્રણમાં લાવી શકે છે. આ જંતુમાંથી છૂટકારો મેળવવા માટે છોડ પર સલ્ફરનો છંટકાવ કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. જો ૨૦% થી વધુ પાંદડા કે ફળો અસરગ્રસ્ત થયા હોય તો ચેપગ્રસ્ત છોડની સારવાર કરો. આ જીવાત માટે આવતી ખાસ જંતુનાશક દવાઓ વાપરવી વધુ હિતાવહ છે, કારણ કે બહુમુખી જંતુનાશકો પરિસ્થિતિને વધારે તીવ્ર બનાવી શકે છે. વિવિધ પ્રકારના એકારિસાઇડ્સનો ઉપયોગ કરવાથી છોડમાં તેનાં માટે પ્રતિકાર ઉદ્ભવ થતો નથી. Flubenzimine, omethoate અને dicofol ના ઉપયોગથી અસરકારક પરિણામ નોંધાયેલ છે.

તે શાના કારણે થયું?

Eutetranychus orientalis નામની પૂર્વીય સ્પાઈડર માઈટનાં યુવા અને પુખ્ત જીવાત દ્વારા પોષણ મેળવવાથી થયેલ નુકસાનને કારણે આ લક્ષણો જોવા મળે છે. તેમનું શરીર અંડાકાર અને સપાટ હોય છે, જેનો રંગ નિસ્તેજ-ભુરો, લાલાશ પડતો છીકણી કે ઘેરા-લીલો હોય છે. તેના શરીર પર ઘાટા રંગનાં ડાઘ હોય છે અને તેના પગ શરીર જેટલા લાંબા અને આછા રંગના હોય છે. તેઓ મોટે ભાગે સાઇટ્રસના ઝાડ પર જોવા મળે છે તથા ક્યારેક ક્યારેક બદામ, કેળા, કસાવા અને કપાસ જેવા અન્ય પાકને પણ ચેપ લગાડે છે. સામાન્ય રીતે આ માઈટ પાંદડાની ઉપરની સપાટી પર જોવા મળે છે, તે મુખ્યત્વે પવન દ્વારા ફેલાય છે. ભૌગોલિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતાં દર વર્ષે લગભગ ૮ થી ૨૭ પેઢી ઉદ્ભવે છે, દરેક માદા તેના જીવનકાળ દરમિયાન (૨-૩ અઠવાડિયા)માં ૩૦-૪૦ ઇંડા મૂકે છે. ભેજનું ખૂબ નીચું કે ઊંચું પ્રમાણ, ભારે પવન, દુષ્કાળ અથવા નબળી રીતે વિકસિત મૂળ રચના આ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. પૂર્વીય સ્પાઈડર માઈટ માટે ૨૧-૨૭° સે તાપમાન અને ૫૯-૭૦% ભેજ આદર્શ હવામાન ગણાય છે.


નિવારક પગલાં

  • જીવાતની સંખ્યાનો અંદાજો મેળવવા દર અઠવાડિયે લેન્સથી બગીચાનું નિરીક્ષણ કરો.
  • જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ ટાળો કારણ કે તેઓ ફાયદાકારક જંતુઓની વસ્તી પર નકારાત્મક અસર કરી શકે છે.
  • ઝાડને પૂરતું પાણી આપો અને ગરમ હવામાનમાં તેને પાણીની ઉણપ ન પડે તેનું ધ્યાન રાખો.
  • ડાળીઓ જમીન પરનાં ઘાસ કે નીંદણને ન અડે તેનું ધ્યાન રાખો.
  • બાગમાંથી નીંદણ દૂર કરી સ્વચ્છતા જાળવો.
  • લણણી પછી છોડનો કચરો દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો