ખાટાં ફળો

લાલ ભીંગડાં

Aonidiella aurantii

જંતુ

ટૂંકમાં

  • લાલ ભીંગડા છોડની પેશીઓને ચૂસીને ડાળી, પાંદડાં, શાખાઓ અને ફળ સહિત ઝાડના બધા જ હવામાં રહેલ ભાગો પર હુમલો કરે છે.
  • ગંભીર ચેપના કિસ્સામાં પાંદડાં પીળા પડે અને ખરે છે, ડાળી અને તેના ભાગો નાશ પામે છે, અને ક્યારેક ઝાડનો નાશ થાય છે.

માં પણ મળી શકે છે

2 પાક

ખાટાં ફળો

લક્ષણો

પાંદડા (ઘણીવાર મુખ્ય નસ પર), ડાળીઓ , શાખાઓ અને ફળ પર અસંખ્ય નાના ઘાટા કથ્થઈ થી લાલ રંગના ભીંગડા જોવા મળે છે. તેઓ થોડા ઘણા સ્પષ્ટ કેન્દ્રવાળા ઉપસેલા , શંકુ જેવા (જ્વાળામુખી જેવા આકારના) દેખાય છે. તેઓ જ્યાં ખોરાક લે છે ત્યાં ટપકાંની આસપાસ પીળા રંગની આભા જોઇ શકાય છે. ભારે ચેપના કિસ્સામાં પાંદડાં કરમાઈ જાય, અકાળે ખરી પડે અને પાનખરમાં પરિણામે છે. ચેપગ્રસ્ત ડાળી નો નાશ થાય છે, જે ગંભીર ઉપદ્રવના કિસ્સાઓમાં મોટી શાખાઓમાં પણ ફેલાઈ શકે છે. ફળો પર સંખ્યાબંધ ભીંગડા દેખાઈ શકે છે અને તેનો વિકૃત વિકાસ થાય છે, છેવટે તે સુકાઈ અને ઝાડ પરથી ખરી પડે છે. કુમળા વૃક્ષોનો વિકાસ ગંભીર રીતે અટકી પડે છે, અથવા તો જો ઘણીબધી ડાળીઓને અસર થાય તો તેનો નાશ પણ થઇ શકે છે. લાલ ભીંગડામાંથી મધ જેવા ટીપાંનો પણ સ્ત્રાવ થાય છે અને તેનાથી પાંદડાં અને ફળો પર મેસ જેવા આવરણની રચના થઇ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

એઓંનીદીયેલાં ઔરેન્ટી ના કુદરતી દુશ્મનો માં પરોપજીવી ભમરી એફિટિસ મેલિન્સ અને કોમપેરીએલા બાયફેસીએટા અને બાખોળીયા ભરતાં કીડા માટે હિંસક એવા હેમીસેરકોપ્ટિઝ મેલસ જીવાણુઓ નો સમાવેશ થાય છે. લાલ ભીંગડાંના જૈવિક નિયંત્રણ માટે કીડી નું નિયંત્રણ ખુબ જરૂરી છે કારણકે તે કુદરતી દુશ્મનો થી લાલ ભીંગડાને સુરક્ષિત રાખે છે. પાંદડાં અને ફળોને ભીંગડાથી છુટકારો આપવા માટે જૈવિક રીતે પ્રમાણિત પેટ્રોલિયમ તેલ નો પણ છંટકાવ તરીકે ઉપયોગ શકાય છે. લણણી પછી ભીંગડાથી છૂટકારો મેળવવા માટે તમારા ફળોને દબાણ પૂર્વક પાણીનો મારો ચલાવી તેને ધોઈ લેવા.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધાયનમાં રાખો. ફેલાવાની થોડી ક્ષમતા ધરાવતાં તેલ નો છંટકાવ કુદરતી દુશ્મનોને ઓછામાં ઓછું નુકશાન કરે છે અને મધ્ય ઉનાળામાં છંટકાવ કરવા માટે શ્રેષ્ઠ રહે છે. જ્યારે 25% કરતાં વધુ ફળો પર ઉપદ્રવ દેખાય ત્યારે સુધારાત્મક રાસાયણિક છંટકાવ પર કરવા જોઈએ. વાડીમાં જ્યાં ભીંગડાની સંખ્યા આ મર્યાદા કરતાં વધી જાય ત્યાં નક્કી કરેલ જગ્યાએ જ કલોરપાયરીફોસ, માલાથિયોન, અથવા ડાયમીથોએટ ધરાવતાં જંતુકાશકો લાગુ કરી શકાય છે. લાભદાયક જંતુઓને અસર કરી શકે તેવા વ્યાપક અસર કરતાં જંતુનાશકોનો ઉપયોગ કરવો નહિ.

તે શાના કારણે થયું?

લાલ રંગના ભીંગડાં એઓંનીદીયેલાં ઔરેન્ટી ની ખાવાની પ્રવૃત્તિ દ્વારા કારણે લક્ષણો નિર્માણ થાય છે. તે વિશ્વભરમાં ખાટાં ફળોમાં જોવા મળતું, ખાસ કરીને વિષુવવૃત્તીય પ્રદેશમાં વધુ સામાન્ય, એક મુખ્ય જંતુ છે. લણણી પછી તે લાકડા અને પાંદડા પર અસ્તિત્વ ધરાવે છે, જે આગામી ઋતુમાં નવા સંક્રમણનો વિકાસ કરે છે. તેમના ફરતાં રહેવાના તબક્કામાં સ્ત્રીઓ ખોરાકની શોધ કરતી હોય ત્યારે તે પ્રકાશનું ખુબ જ આકર્ષણ અનુભવે છે. તે ઇંડા મૂકતી નથી, પરંતુ ખૂબ જ સક્રિય બાખોડીયા ભરતા કીડાંને જન્મ આપે છે. એકવાર પાંદડાની ઉપરની બાજુ પર અથવા યુવાન ફળો પર સ્થાયી થયા બાદ, તેઓ સ્થિર થઇ જાય છે. રૂ જેવા આવરણથી ઢંકાયેલ ટૂંકા તબક્કા પછી, તેઓ આખરે તેમના સપાટ વિસ્તારની રચના કરે છે અને તેમની લાલ-કથ્થાઈ રંગની લાક્ષણિકતા પ્રાપ્ત કરે છે. તેમનું જીવન-ચક્ર તાપમાન અને વૃક્ષની તંદુરસ્તી સાથે ખુબ જ નજીક નો સંબંધ ધરાવે છે. આમ, ઉનાળાના અંત ભાગમાં જયારે વૃક્ષ પાણીની ઉણપ અનુભવતું હોય ત્યારે સૌથી વધુ નુકસાન જોવા મળે છે.


નિવારક પગલાં

  • માદાને આકર્ષિત કરવા અને ઉપદ્રવની ગંભીરતા જોવા માટે ફેરોમોન ટ્રેપ્સનો ઉપયોગ કરો.
  • ભીંગડાના ચિહ્નો જોવા માટે તમારી વાડીનું નિયમિત નિરીક્ષણ કરો અને જો તે ઓછી સંખ્યામાં હોય તો ખોતરી કાઢો.
  • ભારે-ઉપદ્રવના કિસ્સામાં નાના છોડ અથવા શાખાઓને દૂર કરો.
  • ઝાડના વધારાના ભાગોને કાપી નાખીને તેમાં હવાની અવરજવર સુધારો, અને ભીંગડા માટે પ્રતિકૂળ પરિસ્થિતિ નિર્માણ કરો.
  • ભીંગડા માટે સગવડ નિર્માણ કરતી કીડીઓને પકડવા કે અવરોધવા માટે છટકાં કે અવરોધો મુકો.
  • લાભદાયી જંતુઓને અસર કરી શકે તેવા વ્યાપક અસર કરતાં જંતુનાશકોનો ઉપયોગ કરશો નહીં.
  • રસ્તાઓ અને વૃક્ષો પર પાણી છાંટીને પાંદડાં અને ફળો પર ધૂળ લગતી અટકાવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો