મગફળી

કાલાહસ્થીની સમસ્યા

Bitylenchus brevilineatus

અન્ય

ટૂંકમાં

  • રંગમાં વિકૃત શીંગો.
  • અટકેલ વિકાસ.
  • ટૂંકી અને વિકૃત ડાળીઓ.
  • છોડનો છુટોછવાયો વિકાસ, શીંગોના કદમાં ઘટાડો, શીંગની સપાટી પર કથ્થઈ - કાળા રંગની વિકૃતિ.

માં પણ મળી શકે છે

1 પાક

મગફળી

લક્ષણો

શીંગો સામાન્ય કરતાં નાની હોય છે અને થોડા ઝખ્મ સાથે કથ્થાઈ-કાળા રંગની હોય છે. ડાઘ એકરૂપ થઇ લગભગ શીંગની પોણા ભાગની સપાટીને આવરી લે છે. શિંગોની દાંડીઓ પણ વિકૃત અને ટૂંકી હોય છે. અસરગ્રસ્ત છોડનો વિકાસ અટકેલો દેખાય છે અને સામાન્ય કરતાં તે વધુ લીલા રંગનો દેખાય છે. સૌપ્રથમ શીંગો, શીંગોની દાંડી અને કુમળી શીંગો પર નાના કથ્થઈ-પીળા રંગના ઘા દેખાય છે. શીંગોની દાંડીઓમાં ઘટાડો જોવા મળે છે. પાછળથી શીંગોની સપાટી સંપૂર્ણપણે વિકૃત બની જાય છે. છુટાછવાયા પટ્ટાઓમાં ચેપગ્રસ્ત છોડ દેખાય છે. તેનો વિકાસ અટકેલો અને અને પાંદડાં સામાન્ય કરતાં વધુ લીલા દેખાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આજદિન સુધી, અમને આ જંતુ સામે કોઈપણ જૈવિક નિયંત્રણ પદ્ધતિ ખબર નથી. આ રોગ ઘટાડવા કે તેના લક્ષણો ઘટાડવા માટે તમે જો કોઇ સફળ પદ્ધતિ જાણતા હોવ, તો અમારો સંપર્ક કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. તમારી જમીનમાં 3ગ્રા (4 કિગ્રા/ હેક્ટર) કાર્બોફુરન લાગુ કરીને ટાયલંકોરહિન્ચસ બ્રેવીવિનટસ ની વસ્તી ઘટાડી શકાય છે.

તે શાના કારણે થયું?

આ રોગ માટે ટાયલંકોરહિન્ચસ બ્રેવીવિનટસ, પરોપજીવી જવાબદાર છે. રેતાળ જમીનમાં આ રોગની અસર સૌથી વધુ હોય છે. રોગના કારણે પાકની ઉપજ ગંભીર અસર થઈ શકે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો, કેડિરી-3, તિરુપતિ 2 અને તિરુપતિ 3 (પ્રાસુના) જેવી સહિષ્ણુ જાતોનો ઉછેર કરો.
  • જમીનમાં લીલું અને કાર્બનિક ખાતર પૂરું પાડો.
  • ઉનાળાના ગરમ મહિના દરમિયાન જમીનમાં ઓછામાં ઓછા 20 સે.મી.
  • ઊંડે સુધી ખેડ કરો.
  • જમીનને સૂર્યપ્રકાશમાં ખુલ્લી કરવાથી પરોપજીવીનો નાશ થાય છે.
  • આ પધ્ધતિને, વધુ અસરકારક બનાવવા માટે ઉનાળામાં જમીન પડતર રાખવી.
  • તમારા ખેતરમાં ચોખા, જુવાર અને મકાઈ જેવા ધાન્ય પાક સાથે પાકની ફેરબદલી કરો.
  • એફેલેન્કોઇડીસ એરેચીડિસ અને બેલોનોલાઇમસોલૉગાસિક્યુટસનો પ્રવેશ ચકાસવા માટે ક્યુરેન્ટીનને લાગતાં નિયમોનું સખતપણે નિરીક્ષણ કરવાની જરૂર છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો