Caryedon serratus
જંતુ
કાણાં માંથી લાર્વાનું બહાર આવવું અને શીંગની બહાર કોશેટાનું હોવું એ ઉપદ્રવનો મુખ્ય પુરાવો છે. ચેપગ્રસ્ત મગફળીને તોડીને જોવામાં આવે ત્યારે તેના દાણાં પર કોઈ દેખીતા લક્ષણો નજરે પડતાં નથી.
મગફળીને લીમડા અથવા કાળા મરીના પાવડરથી સારવાર આપો. તમે લીમડાના તેલ, પોંગેમિયા તેલ અથવા નીલગિરીના તેલથી પણ સારવાર કરી શકો છો. મગફળીનો સંગ્રહ પ્લાસ્ટિકની હવાચુસ્ત બેગમાં અથવા ગેલ્વેનાઇઝ્ડ / પીવીસીના ડબામાં કરો.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. 32 ગ્રા/ મી² વિસ્તાર માટે 4 કલાક સુધી મિથાઇલ બ્રોમાઇડ નો ધુમાડો કરો. ત્યારબાદ બીજને 3 ગ્રા/કિલો ના માપે ક્લોરપાયરીપોસથી સારવાર આપો, 5 મિલી/ લી ના દરે 50ઈ મેલેથીઓનનો, કોઠારની દિવાલો, તેમજ બેગ પર 2 થી 3 વખત છંટકાવ કરો. બેગ પર 0.5મિલી/લી ડેલ્ટામેથ્રિનનો છંટકાવ કરો.
પુખ્ત વયના કથ્થઈ રંગના ફૂદાં (સી સેરાટસ)ના લાર્વાના કારણે નુકસાન થાય છે. શીંગની બહારની બાજુએ પુખ્ત વયના ફૂદાં ઇંડા (નાના અને અર્ધપારદર્શક) મૂકે છે. ઇંડામાંથી બહાર આવ્યા બાદ, લાર્વા મગફળીના છોળાને કોચી સીધા જ તેની અંદર દાખલ થાય છે. પરિપક્વતા સુધી પહોંચતાં સુધી તે શિંગના દાણાં પર નભે છે. ત્યારબાદ પુખ્ત ફૂદાં શીંગ પર મોટા કાણાંની રચના કરે છે. પુખ્ત ફૂદાં અંડાકાર, કથ્થાઈ રંગના અને સામાન્ય રીતે લગભગ 7મીમી લંબાઈ ધરાવે છે. શ્રેષ્ઠ પરિસ્થિતિઓ હેઠળ, તેનું જીવનચક્ર પૂર્ણ કરતાં તેને લગભગ 40-42 દિવસ લાગે છે. 30-33 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ફૂદાંના વિકાસમાં વધારો થાય છે.