ખાટાં ફળો

સાયટ્રસ સાયલીડ

Diaphorina citri

જંતુ

ટૂંકમાં

  • પુખ્ત અને યુવાન માદા સાયલીડ છોડની કૂંપળોમાંથી રસ ચૂસીને અંકુર, ફૂલો, કૂમળી ડાળીઓ અને નાનાં ફળને નુકસાન પહોંચાડી નબળી બનાવી દે છે.
  • પાંદડાઓ પર કાળી ફૂગ અને ચીકણું પ્રવાહી છવાઈ જાય છે, યુવાન ફૂલો અને ફળ ખરી પડે છે.
  • ભારે ઉપદ્રવના કિસ્સામાં નાની ડાળીઓ પણ મરી જાય છે.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

સાયટ્રસ સાયલીડ છોડની વૃદ્ધિના તબક્કા અને ઋતુ અનુસાર ઝાડને અલગ અલગ રીતે અસર કરે છે. પુખ્ત અને યુવાન માદાઓ દ્વારા પોષણ મેળવવાથી ઋતુના નવાં માવા જેવા કે કૂંપણ, ફૂલો, નાની ડાળીઓ અને ફળને નુકસાન પહોંચે છે અને તે નબળાં પડે છે. ઝાડના આ ભાગો પર ગળ્યા રસમાંથી પોષણ મેળવતા આ જીવો ચીકણું પ્રવાહી ઉત્પન્ન કરે છે, જે બધા પાંદડાઓ પર ફેલાઈ જાય છે, જેના કારણે કાળી ફૂગ લાગે છે અને પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં અવરોધ પેદા થાય છે. આખરે, ખુબ વધારે ઉપદ્રવનાં કિસ્સામાં, નવા પાંદડાઓ વળી જાય છે અને ડાળીઓની લંબાઈમાં ઘટાડો થાય છે, જે witches' broom effect જેવી સ્થિતિ પેદા કરે છે. વધારે ઉપદ્રવના કારણે નવા ઝાડ ઉગવાની પ્રક્રિયામાં રુકાવટ થાય છે, જેથી ઉપજમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. આ કીટ સાયટ્રસને લીલા કરી નાખનાર જીવાણુંનો મુખ્ય વાહક હોવાથી ખુબ ખતરનાક સાબિત થઈ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

સાયલીડની ઓછી વસ્તી માટે કુદરતી શિકારી જીવો અને પરોપજીવીઓને ટકાઉ ઉપચાર માનવામાં આવે છે, જેમ કે ગરમ અને સૂકા વાતાવરણમાં. પરોપજીવી માખીઓ જેવી કે Tamarixia radiata કે Psyllaephagus euphyllurae. કુદરતી શિકારીઓ જેવા કે ચાંચિયા Anthocoris nemoralis, the lacewing Chrysoperla carnea અને the lady beetle Coccinella septempunctata. યુવાન માદા મીણ જેવું પ્રવાહી બહાર કાઢે તે પહેલા લીંબોડીના તેલ કે બાગાયતી તેલ પર આધારિત જંતુનાશક સાબુનો ઉપયોગ પણ અસરકારક છે

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, નિવારક પગલાની સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. સાયલીડ સામે dimethoate પર આધારિત જંતુનાશકનો સમયસર છંટકાવ પણ અસરકારક સાબિત થાય છે, પરંતુ તેનો સૌથી છેલ્લા વિકલ્પ તરીકે જ ઉપયોગ કરવો જોઈએ. આ જીવ રક્ષાત્મક ચીકણું મીણ છોડે તે પહેલા આ ઉત્પાદનનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તે ચીકણું પ્રવાહી તેની રક્ષા કરે છે અને આ જંતુનાશકની અસરમાં અવરોધ પેદા કરે છે. યાદ રાખો કે વધુ પડતો છંટકાવ કરવાથી સાયલીડ અને અન્ય જીવાતોનું પુનરુત્થાન થઇ શકે છે. Dimethoate ની પેસ્ટ (૦.૦૩%) દ્વારા થડની છાલની માવજત કરવાથી ઝાડ પર ઉપર-નીચે ફરતા જીવોને મારી શકાય છે.

તે શાના કારણે થયું?

સાયટ્રસ સાયલીડ - Diaphorina citri ઝાડના ભાગો પરથી પોષણ મેળવે છે, જેને કારણે આ લક્ષણો જોવા મળે છે. પુખ્ત જીવ ૩ થી ૪ મીમી લાંબા હોય છે, જેનું માથું અને છાતી છીકણી જેવા કાળા રંગનું, પેટ આછા છીકણી રંગનું અને પાંખો પારદર્શક હોય છે જેના પર ડાઘ જોવા મળે છે. તેઓ થડના અમુક ભાગો કે પુખ્ત પાંદડાઓ પર શિયાળો ગાળે છે. સાયલીડનો સરેરાશ જીવનગાળો તાપમાન પર આધાર રાખે છે, ૨૦-૩૦° સેલ્શિયસ તેમની માટે આદર્શ તાપમાન ગણાય છે. ઠંડુ વાતાવરણ જીવનગાળો લંબાવે છે, જયારે ગરમ તાપમાન તેને ટૂંકાવી દે છે. વસંતઋતુમાં માદા જીવ નવી ડાળખી પર ૮૦૦ જેટલા ઈંડા મૂકે છે. યુવા માદા ચપટી અને સામાન્ય રીતે પીળા રંગની હોય છે, જે સફેદ મીણ જેવું પ્રવાહી છોડે છે, જે તેમનુ રક્ષણ કરે છે. આ સફેદ મીણ જેવા આવરણના કારણે તે એફિડથી દેખાવમાં એકદમ જુદી પડે છે. પુખ્ત જીવની જગ્યાએ યુવા માદા અવરોધ સામે વધુ ટકી શકતી નથી. પેશીઓને ઈજા પહોંચવાથી છોડના બધા ભાગોમાં પોષકતત્વો પહોંચતાં નથી.


નિવારક પગલાં

  • વસંત ઋતુની શરૂઆતમાં સાયલીડની વસ્તીનો અંદાજો લગાવવા માટે નિયમિતપણે છોડની દેખરેખ કરતા રહો.
  • પુખ્ત જીવોને પકડવાં ચીકણી જાળીઓનો ઉપયોગ કરો.
  • વાવણી સમયે બે રોપાઓ વચ્ચે યોગ્ય અંતર રાખો.
  • બહુમુખી જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ કરી લાભકારક જીવોને વધુ નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રાખો.
  • સાયલીડ માટે વિરોધી પરિસ્થિતિઓ જાળવવા પાંદડાઓને પૂરતાં પ્રમાણમાં હવા અને સૂર્ય (તડકો) મળે તેનું ધ્યાન રાખો.
  • ઋતુ દરમિયાન વધુ પડતા ખાતરનો ઉપયોગ ના કરશો.
  • લણણી બાદ બગીચાને સરખી રીતે સાફ કરો, જૂના છોડની ડાળીઓ, પાંદડા વગેરેને દૂર કરી તેનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો