અન્ય

ઉધઈ

Termitidae

જંતુ

ટૂંકમાં

  • કુમળા અથવા જુના છોડમાં કરમાશ કે ઢળી પડવું.
  • ઉધઈ અને મૂળની આસપાસ તથા મૂળમાં કાણાં જોવા મળવા.
  • મૂળ અને થડનો આધાર પોલો પડવો.

માં પણ મળી શકે છે


અન્ય

લક્ષણો

રોપાઓથી લઈને પુખ્ત છોડ સુધીના વિકાસના તમામ તબક્કે ઉધઈ છોડ પર હુમલો કરી શકે છે. તેઓ મૂળને નુકસાન પહોંચાડે છે, જે છોડના ઉપલા ભાગોમાં કરમાશ તરીકે અનુભવી શકાય છે. ઉધઈની હાજરીની પુષ્ટિ કરવા માટે, અસરગ્રસ્ત છોડને મૂળમાંથી ખેંચી કાઢી જીવંત કીડા અથવા કાણાં જોવા મૂળ અને થડના નીચલા ભાગની તપાસ કરવી જરૂરી છે. છોડનું મૂળ અને થડનો ભાગ સંપૂર્ણપણે પોલો અને માટીના કચરાથી ભરેલો હોઈ શકે છે. વધુ પવનમાં કેટલાક છોડ ઢળી પડે છે અને ઘણીવાર તેની પણ માટીનું આવરણ હોય છે જેની નીચે ઉધઈ જોવા મળી શકે છે. જ્યારે તાપમાન વધુ હોય ત્યારે ઉધઈ જમીનમાં ઊંડી ચાલી જાય છે તેથી વહેલી સવારે અથવા મોડી સાંજે છોડની તપાસ કરવી મહત્વનું છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ઉધઈ પર હુમલો કરતાં નેમાટોડ્સ પર આધારિત તૈયારીઓ કરવી એ આ જંતુ સામે અસરકારક રહે છે. બ્યુવેરેરીયા બાસિઆના અથવા મેટાહિઝિયમના કેટલાક પ્રકાર જેવી ફૂગના ધરાવતા દ્રાવણને ઉધઈના રાફડા લાગુ કરવું અસરકારક રહે છે. ફુગના બીજકણ પણ નિવારક તરીકે કાર્ય કરી શકે છે. લીંબોડીના અર્ક (એનએસકેઈ) ને વૃક્ષો અને ખેતરના પાક પર લાગુ કરવાથી ઉધઈનો સામનો કરવામાં સારા પરિણામો જોવા મળ્યા છે. ઉધઈથી છુટકારો મેળવવા માટે ઉધઈએ નિર્માણ કરેલા કાણાંમાં લાકડાના રાખ અથવા વાટેલા લીમડાના પાંદડા અથવા બીજ લાગુ કરવા એ અન્ય ઉપાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો.. ઉપાય તરીકે ક્લોરપાયરિફોસ, ડેલટામેથ્રિન અથવા ઇમિડેક્લોપ્રિડ પર આધારિત ઉત્પાદનોને માળામાં દાખલ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

ઉધઈ ઘણા કામદારો, સૈનિકો અને પ્રજનન ક્ષમતા ધરાવતા કીડા જેવા વિવિધ સ્વરૂપે મોટી વસાહતોમાં રહે છે. તેમના માળાઓ ક્યારેક ખૂબ જ ફેલાયેલા હોય છે. કેટલીક ઉધઈ ભેજવાળા મૃત વૃક્ષના ડાળખાઓ પર માળા બનાવે છે, જ્યારે અન્ય ભૂમિગત માળા બનાવે છે. તેઓ ભૂગર્ભ બોગદાઓ દ્વારા પોતાના માળામાં સુરક્ષિત રહી, છોડના મૂળ અને ખેતરમાં રહેલ અન્ય સામગ્રી પર નભે છે. જો કોઈ અન્ય ખોરાક ઉપલબ્ધ ન હોય તો ઉધઈ છોડ પર હુમલો કરી શકે છે, તેથી જમીનમાં પુષ્કળ પ્રમાણમાં કાર્બનિક તત્વો હોય તેની ખાતરી કરો. પ્રજનનક્ષમ ઉધઈ પાંખવાળી હોય છે. સામાન્ય રીતે ઘેરા રંગના અને સારી રીતે વિકસિત આંખો વાળા, પાંખવાળા અસંખ્ય નર અને માદાઓ ઝુંડ બનાવે છે. ઘણીવાર ભારે વરસાદની પછી સાંજના સમયે ઝુંડ ઉભરાય છે. ઉડાન ભર્યા પછી, તે પાંખો ઉતારી દે છે, પ્રજનન કરી અને જમીનમાં રહેલા છિદ્રોમાં અને લાકડાંની ફાટમાં નવી વસાહત બનાવે છે.


નિવારક પગલાં

  • રોપણી માટે ઓછા કાર્બનિક તત્વવાળી નરમ અને સૂકી જમીનનો ઉપયોગ ન કરો.
  • વહેલી સવારે અથવા બપોરે મોડીથી છોડનું નિયમિત નિરીક્ષણ કરો.
  • અસરગ્રસ્ત છોડ અથવા છોડના ભાગોને દૂર કરો અને નાશ કરો.
  • છોડના તંદુરસ્ત વિકાસ માટે અનુકૂળ પરિસ્થિતિ પુરી પાડો.
  • છોડને પાણીની અછત અને બિનજરૂરી ઇજા થતી અટકાવો.
  • સામાન્યરીતે પાક તૈયાર થઇ ગયા બાદ ખેતરમાં ઉધઈ નો ઉપદ્રવ થતો હોવાથી, જો શક્ય હોય તો વહેલા લણણી કરો.
  • લણણી પછી છોડના અવશેષો અને અન્ય કચરો દૂર કરો.
  • ઉધઈના માળા અને વસાહતોનો નાશ કરવા તથા તેને કીડી, પક્ષીઓ, મરઘીઓ, વગેરે જેવા શિકારીઓને સામે ખુલ્લા કરવા ખેતરમાં ખેડ કરો.
  • આંતરપાક અથવા પાકના ફેરબદલીનું યોગ્ય આયોજન કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો