કપાસ

કપાસ સેમીલૂપર

Anomis flava

જંતુ

ટૂંકમાં

  • યુવાન લાર્વા પાંદડાના સ્તર પર જૂથમાં પોષણ મેળવે છે, નાના છિદ્રો પાડે છે.
  • પરિપક્વ લાર્વા પાંદડા પર ત્રાટકે છે અને ફક્ત મુખ્યનસ તથા તેની આજુબાજુની નસો છોડી આખું પર્ણ ખાઈ જાય છે.
  • સેમીલૂપર નામ યુવાન લાર્વાની આંકડી પડવાની રીત પરથી ઉતરી આવ્યું છે.

માં પણ મળી શકે છે


કપાસ

લક્ષણો

યુવાન લાર્વા જૂથોમાં પાંદડા પર પોષણ મેળવે છે, તે પાંદડાની સપાટીને કાપે છે અને તેના પર નાના છિદ્રો પાડે છે. પરિપક્વ લાર્વા આખા પાંદડા પરથી પોષણ મેળવે છે, પાંદડાની ધારથી શરૂ કરી અને નસો તરફ આગળ વધે છે, ફક્ત વચ્ચેની મોટી મુખ્યનસ અને આસપાસની નસો (હાડપિંજર તરીકે ઓળખાતું માળખું) છોડે છે. પછીથી, તેઓ કૂમળી કળીઓ, અંકુર અને બોલ પર પણ ત્રાટકે છે. પાંદડાની સપાટી પર કાળા પાવડર જેવો પદાર્થ જીવાતની હાજરીનો સામાન્ય સંકેત છે. મુખ્યત્વે હવામાનની સ્થિતિના આધારે છૂટાછવાયા લક્ષણો જોવા મળે છે, અને જો વધારે ઉપદ્રવ હોય તો હોય તો ઉપજનું ગંભીર નુકસાન થઈ શકે છે. સેમીલૂપર પાક માટે ફક્ત ત્યારે જ એક મહત્વપૂર્ણ ખતરો છે, જયારે તેઓ વધુ સંખ્યામાં હોય અને યુવાન છોડ પર હુમલો કરે, તો જ તે પાક માટે મોટો ખતરો બની શકે છે. જેમ જેમ તેઓ મોટા થાય છે, છોડ આ જંતુ પ્રત્યે વધુને વધુ પ્રતિરોધક બને છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

સેમીલૂપરનું સંચાલન નિયમિતપણે ખેતર પર નજર રાખવાથી થઇ શકે છે. ઇક્નેયુમોનિડે, બ્રેકોનિડે, સ્સેલીઓનિડે, ત્રિકોગ્રેમટીડે અને ટાચિનીડે પરિવારની પરોપજીવી માખીઓનો ઉપયોગ જૈવિક નિયંત્રણ પદ્ધતિ તરીકે થઈ શકે છે. વૃદ્ધિને નિયંત્રિત કરવા માટે લીમડાના તેલના સ્પ્રેનો ઉપયોગ પણ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, લીમડાના બીજ કર્નલનો અર્ક (NSKE ૫%) અથવા લીમડાનું તેલ (૧૫૦૦ ppm) @ ૫ મિલી/લિ છાંટી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે હંમેશા જૈવિક ઉપચારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જંતુનાશકના વધુ પડતા ઉપયોગથી જીવાતમાં તેનો પ્રતિકાર ઉદ્ભવી શકે છે. ઇંડા મૂકવાના તબક્કા દરમિયાન સારવાર કરવાની ભલામણ કરવામાં આવે છે. ક્લોરેન્ટ્રેનિલિપ્રોલે, ઇમામેકટીન બેન્ઝોએટ, ફ્લુબેંડિઆમાઇડ અથવા એસ્ફેન્વેલેરેટ ધરાવતા જંતુનાશકોનો ઉપયોગ કરી શકાય છે. રાસાયણિક ઉપચાર નીચું મૂલ્ય ધરાવતા પાકમાં પરવડતો નથી.

તે શાના કારણે થયું?

એનોમિસ ફ્લ્વાના લાર્વા દ્વારા નુકસાન થાય છે, જે વિશ્વમાં મોટાભાગે જોવા મળી શકે છે. પુખ્ત જીવાતમાં નારંગીથી ભૂખરા રંગની પાંખો પર બે ભૂખરી આડી-અવળી રેખાઓ જોવા છે. એક સ્પષ્ટ નારંગી, ત્રિકોણાકાર ચિહ્ન શરીરની નજીક પાંખને અડધા ભાગ સુધી આવરે છે. પાછળની પાંખોનો રંગ આછો ભુરો હોય છે, જેની કોઈ વિશેષતા હોતી નથી. માદાઓ પાંદડા પર લગભગ ૫૦૦-૬૦૦ ગોળ ઇંડા મૂકે છે. યુવાન લાર્વા આછા લીલા રંગના હોય છે અને તેના પર પાતળી પીળા રંગની રેખાઓ ધરાવે છે, જે સ્પષ્ટ રીતે પ્રથમ પાંચ ભાગોને અલગ કરે છે. પુખ્ત લાર્વા છીકણી અથવા કાળા રંગના હોય છે અને પીઠ પર બે પીળી લીટીઓ ધરાવે છે. જન્મેલ જીવાત છીકણી રંગની હોય છે અને વળેલા પાંદડા પર જોવા મળી શકે છે. અંગ્રેજી નામ સેમીલૂપરએ લાર્વાની આગળ વધવાની રીતનો ઉલ્લેખ કરે છે, તે આગળ વધતી વખતે તેમના શરીરને ગોળ-ગોળ ફેરવે છે.


નિવારક પગલાં

  • જો બજારમાં ઉપલબ્ધ હોય તો સહિષ્ણુ જાતો વાવો.
  • ભારે વરસાદથી બચવા ખેતરમાં સારી ડ્રેનેજની યોજના બનાવો, કારણ કે આવા સમયમાં ઉપદ્રવની સંભાવના વધે છે.
  • વૃદ્ધિ ટાળવા માટે (સામાન્ય રીતે વાવણી પછી ૬૦ થી ૭૫ દિવસ) ઋતુમાં વહેલા વાવો,ખેતરનું નિયમિતપણે નિરીક્ષણ કરો અને ચેપગ્રસ્ત પાંદડાને હાથથી વીણીને દૂર કરો.
  • જંતુનાશકનો નિયંત્રિત ઉપયોગ કરો કારણ કે તે ફાયદાકારક જંતુઓને પણ અસર કરી શકે છે.
  • બિન-સંવેદનશીલ પાક સાથે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો