Obereopsis brevis
જંતુ
બીજાંકુરણના તબક્કામાં ડાળી અથવા થડ પર બે ગોળાકાર કાપાની લાક્ષણિકતા જોઇ શકાય છે. રોપાઓ અને કુમળા છોડ ચીમળાઈ જાય અથવા નાશ પામે છે, જ્યારે જૂના છોડના પાંદડા ફક્ત ચીમળાય છે અથવા કથ્થઈ રંગના બને છે, અને સંપૂર્ણપણે સુકાઈ જાય છે. અસરગ્રસ્ત શાખાઓ ફરતે ગોળાકાર રિંગ જોવા મળે છે. સમયાંતરે કાપાની ઉપરનો ચેપગ્રસ્ત ભાગ સુકાઈ જાય છે. ચેપના પાછળના તબક્કામાં, છોડ જમીનથી લગભગ 15-25 સે.મી. ઉપર સુધી સખત બને છે.
આજદિન સુધી, કોઈ જ અસરકારક જૈવિક સારવાર ઉપલબ્ધ થઇ નથી. સોયાબીનમાં ગોળાકાર પટ્ટા નિર્માણ કરતી ભમરીના નિયંત્રણ માટેના વિકલ્પો પ્રતિબંધક અને ગતાનુગતિક પગલાં પૂરતાં મર્યાદિત છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો નુકસાન 5% આર્થિક થ્રેશોલ્ડ કરતાં વધી જાય, તો તમે ભમરીને કાપામાં ઇંડા મૂકતા ટાળવા માટે 5% એનએસકેઈ અથવા 10000 પીપીએમ ઇઝરડિરેક્ટિન @ 1 મિલી/1 લી પાણીની માત્રામાં લાગુ પાડી શકો છો. વાવણી સમયે 4 કિગ્રા / એકર દાણાદાર કારટેપ હાયડ્રો ક્લોરાઇડ નાખી શકાય છે. વાવણી પછી 30-35 દિવસમાં લિટર દીઠ પાણીમાં 5 ઇસી લામડા-સાયહેલોથરીન @ 10 મિલી અથવા 25 ઇસી ડાયમેથોઈટ @ 2 મિલી નો છંટકાવ કરી શકાય અને જો તો પણ ઉપદ્રવ જોવા મળે છે તો પ્રથમ છંટકાવ બાદ 15 - 20 દિવસમાં કાર્યપદ્ધતિનું પુનરાવર્તન કરો. વનસ્પતિની વૃદ્ધિના અથવા ફૂલો આવવાના તબક્કામાં કલોરેનટરેનીલિપ્રોલ 18.5% એસસી @ 150 મિલી / હેક્ટર, પ્રોફેનોફોસ અને ટ્રાઈઝોફોસનું પણ સૂચન કરવામાં આવે છે.
લક્ષણો મોટે ભાગે ઓબેરોપ્સિસ બ્રેવિસ ના, સફેદ નરમ શરીરવાળા, શ્યામ માથાવાળા લાર્વા કારણે નિર્માણ થાય છે. પુખ્ત ભમરીનું માથું અને છાતી પીળા-લાલ રંગની, ઈલીતરા (પાંખનું આવરણ) કથ્થઈ રંગની લાક્ષણિકતા ધરાવે છે. માદા દ્વારા ઇંડા કાપાની વચ્ચે મૂકવામાં આવે છે. લાર્વા થડમાં કાણું પાડે છે અને તેની અંદરના ભાગ પર નભે છે, થડમાં એક બોગદાની રચના કરે છે. ચેપગ્રસ્ત કાપાની ઉપરનો ભાગ પૂરતું પોષણ મેળવવા માટે અસમર્થ બને છે અને સૂકાઈ જાય છે. પરિણામે ઉપજને ગંભીર નુકસાન થાય છે. 24-31° સે તાપમાન અને ભેજનું ઊંચું પ્રમાણ ભમરી માટે આદર્શ પરિસ્થિતિ છે.