Dysdercus cingulatus
જંતુ
બંને પુખ્ત અને યુવાન જીવાતો ફૂલની કળીઓ પર અને બંધ અથવા આંશિક રીતે ખૂલેલાં કપાસના બોલ પરથી પોષણ મેળવે છે. તેઓ કપાસના તંતુઓમાં કાણું પાડી તેના બીજ પરથી પોષણ મેળવે છે. ક્ષતિગ્રસ્ત પેશીઓ સૂક્ષ્મજંતુઓ માટે વસાહત બને છે, જે બોલના સડવા અને વિકૃતિકરણનું કારણ બને છે. બોલનું ખરી પડવું, અકાળે ખુલી જવું, વગેરે સામાન્ય બને છે. વધુ લક્ષણોમાં બીજ નાનાં રહે છે અને તેના કારણે ઓછું તેલ નીકળે છે, આ ઉપરાંત કપાસના રેસા પર ડાઘ પડે છે અને અંકુરણ દર ઓછો થાય છે. આવાં બીજ વાવણી માટે યોગ્ય નથી. ડી. સીંગુલેટસ એક છોડ પર રહેતા નથી અને અન્ય યુવાન બોલ પર સ્થળાંતર કરી શકે છે. ઊંચા ઉપદ્રવને કારણે કપાસ પર પડેલ ડાઘ ગુણવત્તામાં ભારે નુકસાન કરે છે.
પાણી અને લીમડાના તેલના મિશ્રણનો સ્પ્રે આ જીવાત સામે અસરકારક સાબિત થયેલ છે.
નિવારક પગલાંઓ સાથે જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ક્લોરાપિરીફોસ, એસ્ફેનવલરેટ અથવા ઇન્ડોક્સાર્બ ધરાવતા જંતુનાશકનો છંટકાવ ગુલાબી બૉલવોર્મ સામે કામ કરે છે, અને તે કપાસમાં લાલ ખટમલની વૃદ્ધિને પણ ઘટાડે છે. જો કે, ઋતુના અંતમાં થયેલ ઉપદ્રવના કિસ્સામાં, રાસાયણિક નિયંત્રણ વારંવાર શક્ય નથી, કારણ કે લણણી દરમિયાન બૉલ પર તેના અવશેષો જોવા મળે છે.
યુવાન અને પુખ્ત વયના Dysdercuscingulatus ના કારણે નુકસાન થાય છે. પુખ્ત વયના ખટમલ ૧૨-૧૩ મીમીની લંબાઇ સુધી પહોંચે છે, અને એક અનોખો નારંગી-લાલ રંગ ધરાવે છે. સફેદ કોલર અને માથું લાલ હોય છે, પેટનો ભાગ કાળો હોય છે અને આગળની પાંખોમાં બે કાળા બિંદુઓ હોય છે. નર માદા કરતાં કદમાં નાનાં હોય છે. માદાઓ એક જ સમયે, યજમાન છોડની નજીકની જમીનમાં ૧૩૦ ઘાટાં પીળા રંગના ઇંડા મૂકી શકે છે. ૭-૮ દિવસ તે ઈંડાને સેવ્યા બાદ યુવાન જીવ બહાર આવે છે, અને કપાસના છોડ પર પોષણ મેળવવાનું શરૂ કરે છે. તે પણ લાલ રંગના હોય છે અને પેટના ભાગમાં ત્રણ કાળા બિંદુઓ હોય છે અને પીઠ પર ત્રણ જોડ સફેદ ટપકા જોવા મળે છે. આબોહવા પ્રમાણે, આ વિકાસ સમયગાળો કુલ ૫૦-૯0 દિવસ ચાલે છે. જ્યારે પ્રથમ બોલ ખુલે છે, મતલબ ઋતુના અંત સમયે આ જીવાતોના ઉપદ્રવમાં વધારો થાય છે. વૈકલ્પિક યજમાનોમાં ઓકરા (ભીંડા), હિબીસ્કસ અને સાઇટ્રસનો સમાવેશ થાય છે.