Spodoptera littoralis
જંતુ
લાર્વા ભારે ખોરાક દ્વારા નોંધપાત્ર નુકસાન પહોંચાડે છે, ઘણીવાર છોડને સંપૂર્ણપણે છીનવી લે છે. તેઓ નવા ઉગેલા, કોમળ પાંદડાઓ પસંદ કરે છે, પરંતુ સાથે જ ડાળીઓનાઈ મૂળ, નવા ફૂટેલાં અંકુર, દાંડીઓ, કળીઓ, ફળો અને છોડના તમામ ભાગો પર પણ નભે છે. લાર્વા દાંડીની અંદર કાણાં પાડે છે અને અન્ય રોગોને અંદર જવા દે છે. જો લાર્વા યુવાન છોડ પર વધુ પ્રમાણમાં નભશે, તો છોડનો વિકાસ મંદ પડે છે અને તે માત્ર નાના અથવા મોડા ફળ આપી શકે છે.
નિવારણથી શરૂ કરીને યોગ્ય સંકલિત જંતુ વ્યવસ્થાપન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફૂદાંઓને શોધવા માટે ફેરોમોન ટ્રેપનો ઉપયોગ તેમજ સામૂહિક ટ્રેપિંગ અને સમાગમ વિક્ષેપ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ જંતુ ઘણા રાસાયણિક સંયોજનો માટે પ્રતિરોધક છે. જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવારો સાથે હંમેશા નિવારક પગલાં સાથે સંકલિત અભિગમનો વિચાર કરો.
આ ઓછી ઠંડી અથવા નાના શિયાળાના હિમવર્ષાવાળા વિસ્તારોમાં સામાન્ય છે. ઈંડા અને લાર્વા બંનેને વાવેતર સામગ્રી અથવા રોપાઓ દ્વારા ખેતરમાં દાખલ કરી શકાય છે. પુખ્ત વયનાં ફૂદાંનું કદ નાની દ્રાક્ષ જેટલું હોય છે. પાંખો સફેદ રેખાઓ વાળી અને ગ્રે-બ્રાઉન હોય છે. માદા ફૂદાં તેમના મોટા ભાગના ઇંડા સમૂહમાં (20 થી 1,000 ઇંડા) નાના પાંદડાઓની નીચેની સપાટી પર અથવા છોડના ઉપરના ભાગો પર મૂકે છે: ઇંડા સફેદ-પીળા રંગનાં હોય છે અને માદાના પેટનાં વાળના ભીંગડાથી ઢંકાયેલા હોય છે. લાર્વાની લંબાઈ અંગૂઠા જેટલી હોય છે, તે વાળ વિનાના હોય છે અને રંગમાં ભિન્ન હોય છે (ઘેરો રાખોડીથી ઘેરો લીલો, પછીના તબક્કામાં લાલ-ભુરો અથવા આછો પીળો બને છે).