Astylus atromaculatus
જંતુ
ફૂલો અને મકાઈના માથા પર કાળા ટપકાવાળી પીળી ભમરીઓ. રેશમ અથવા અનાજને નુકસાન કરી શકે છે. બીજ અથવા અંકુર ફૂટતા મકાઈના રોપાને નુકસાન કરી શકે છે અને છોડની ગુણવત્તામાં ઘટાડો કરે છે. આ જંતુને ખરેખર એક અસરકારક પરાગરજક ગણવામાં આવે છે કારણ કે તેની ઉડવાની ક્ષમતા લગભગ ૨૦૦ મી અથવા તેથી વધુ સુધી પહોંચી શકે છે. જ્યારે પરિસ્થિતિઓ (ગરમ, શુષ્ક હવામાન અને ૧૫ ડિગ્રી સેલ્સિયસથી ઊંચું તાપમાન) અનુકૂળ હોય છે ત્યારે તે જંતુમાં પરિણમી શકે છે. આ પરિસ્થિતિઓમાં પણ, તે એટલું નુકસાન પહોંચાડતા નથી કે જેના માટે જંતુનાશકનો ઉપયોગ જરૂરી બને.
જાણીતા કુદરતી રક્ષકો (અનાજની ડાળીઓ) અને છોડ પુશ-પુલ સિસ્ટમ(ડિસ્મોડિયમ સાથે પાકની ફેરબદલી અને નેપીઅર ઘાસની ખેતર ફરતે વાડ) દ્વારા ભૂતકાળમાં આ જીવાતના ઉપદ્રવથી બચવામાં મદદ મળેલ છે.
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. આ ભમરીના નિયંત્રણ માટે હાલમાં રાસાયણિક બીજ ઉપચાર અને રાસાયણિક સ્પ્રે પદ્ધતિનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.
એસ્ટાયલસ એટ્રોમાક્યુલાટસ નામની ટપકાવાળી મકાઈની ભમરીઓથી નુકસાન થાય છે. પુખ્ત ભમરીઓ સહેજ વિસ્તૃત આકારની હોય છે, અને પીળા રંગની પાંખો પર કાળા ટપકાં ધરાવે છે. તે મુખ્યત્વે શાકાહારી હોય છે અને મકાઈ, ચોખા, જુવાર અથવા સૂર્યમુખી જેવા પાકમાંથી પરાગ કે અનાજ પર પોષણ મેળવે છે. તે સામાન્ય રીતે આ છોડને વધુ નુકસાન પહોંચાડતી નથી. જ્યારે ખેતરમાં પાક ઓછો હોય, ત્યારે આ ભમરીઓ મોટા પ્રમાણમાં એકઠી થાય છે અને જો કોઈ ઢોર તેને ખાઈ જાય તો તેના મૃત્યુનું કારણ બને છે. માદાઓ સૂકા પાંદડા હેઠળ ઇંડા મૂકે છે. લાર્વા જમીનમાં રહે છે અને છોડના કચરા પરથી પોષણ મેળવે છે. તે કેટલીકવાર બીજ અથવા અંકુર ફૂટતા મકાઈના રોપાને પણ નુકસાન પહોંચાડે છે, આથી છોડની ગુણવત્તા ઓછી થાય છે. ગરમ, શુષ્ક હવામાનનો સમયગાળો (૧૫ ડિગ્રી સેલ્સિયસથી ઉપર) તેના જીવનચક્રની તરફેણ કરે છે.